આઈઓએસ ૪.૦ ને જેલબ્રેક કરો તથા રિસ્ટોર કરો

By | March 28, 2016

jailbreak-ios-6-iphone-4-3gs-and-ipod-touch.w654

જે રીતે મોડિફિકેશન તેમજ અઢળક ફ્રીની એપ્લીકેશનસ આપણે એન્ડ્રોઇડ મોબાઈલને રૂટ કરીએ છે તે જ રીતે એપલના આઈફોનને તમારે જેલબ્રેક કરવો પડતો હોય છે. એપલના એપ સ્ટોરમાં ઘણી એપ્સ છે પણ તે ગુગલ પ્લે સ્ટોર જેટલું વિશાળ નથી. મોટા ભાગની એપ્લીકેશન ચાર્જેબલ હોવાને લીધે લોકો આઇફોનને જેલબ્રેક કરતા હોય છે. એપલ આઈફોન જેલબ્રેક કર્યા બાદ સૌથી મોટી તકલીફ ત્યાં છે કે મોટે ભાગે તેને રીસ્ટોર પણ નથી કરી શકાતો અને એક વખત ફોન જેલબ્રેક થાય એ પછી ફોનની ગેરેંટી-વોરંટી ના મામલે એપલ હાથ અધ્ધર કરી દે છે. અમે આજે આપને આઈઓએસ ૪.૦ને જેલબ્રેક તેમજ રીસ્ટોર કરતા જણાવશું.

ખાસ નોંધ :- ફોન જેલબ્રેક કર્યા બાદ કે જેલબ્રેક કરતી વખતે ફોન માં સોફ્ટવેર/હાર્ડવેર રીલેટેડ પ્રોબ્લેમ થાય તો નેટયાત્રા તેના માટે જવાબદાર નથી.

સ્ટેપ ૧

ફોનને જેલ બ્રેક કર્યા પહેલા  iTunes માં જઈને ફોનનો બેકઅપ લઇ લો જેથી કરીને જો કોઈ એરર આવે તો તમે ફોનને રીસ્ટોર કરી શકો. હવે ફોનને જેલબ્રેક કરતા પહેલા Settings->General->About માં જઈને આઇઓએસ વર્ઝન ૪.૦ અથવા ૪.૧ છે તે ચેક કરી લો.

સ્ટેપ ૨

હવે ફોનના સફારી બ્રાઉઝર માં જઈને  http://www.jailbreakme.com/ આ વેબસાઈટ ઉપર જઈ અને “Slide to Jailbreak” પર ક્લિક કરો અને બસ તમારું કામ શરુ.. થોડો સમય રાહ જુઓ અને તમારો ફોન જેલબ્રેક થઇ જશે. ફોન રી-સ્ટાર્ટ થશે અને તમને ડિસ્પ્લે પર Cydia નો આઇકોન જોવા મળશે. બસ તમારો ફોન જેલબ્રેક થઇ ગયો છે.

હવે આપણે જેલબ્રેક થયેલા ફોનને રીસ્ટોર કરીશું.

સ્ટેપ ૧

તમારા ફોનને યુએસબી કેબલ દ્વારા કમ્પ્યુટર સીસ્ટમ સાથે કનેક્ટ કરો. ફોન કનેક્ટ કર્યા બાદ ફોન અનલોક જ રાખજો જેથી તે સીસ્ટમ સાથે કનેક્ટેડ રહે. ફોન રીસ્ટોર કરતી વખતે આઈટયુનસ નું વર્ઝન ૯.૨.૧ અથવા તો ૯.૨ જ રાખજો. આઈટયુનસ નું વર્ઝન ૧૦.૦ કે ૧૦.૦૧ હશે તો તમે તમારો ફોન રીસ્ટોર નહિ કરી શકો.

સ્ટેપ ૨

યુએસબી સાથે જ કેબલ લગાવીને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરતા જ મોટે ભાગે આઈટયુનસ ઓટોમેટીકલી ઓપન થઇ જશે. જો ઓપન ના થાય તો તમે મેન્યુઅલી ઓપન કરો.

સ્ટેપ ૩

બસ હવે તમે આઈટયુનસ માં તમારો ફોન/આઈપોડ સિલેક્ટ કરો અને “Check for update” અને “Restore” નો ઓપ્શન જોવા મળશે અને તેના નીચે જ સૌથી છેલ્લે લેવામાં આવેલો બેકઅપ પણ જોવા મળશે. બસ અહિયાં થી રીસ્ટોર ક્લિક કરો અને થોડીવાર માં તમારો જેલબ્રેક થયેલો આઈફોન રીસ્ટોર થઇ જશે.

તમને તમારો આઈફોન/આઈપોડ એ જ જુના ઓરીજીનલ રૂપમાં જોવા મળશે. આમાંહીતી આપના મિત્રો સુધી જરૂર પહોંચાડજો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *