આઈ ઓએસ ૧૦ વિષે જાણવા જેવી બાબતો

By | June 17, 2016

know-ios-10

એપલ ની વર્લ્ડવાઈડ ડેવલોપર કોન્ફરન્સ હમણાં જ પૂરી થઇ છે. આ વખતે એપલ દ્વારા ચાર નવી ઓપરેટીંગ સીસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. આ ચાર ઓપરેટીંગ સીસ્ટમ આ મુજબ છે.

1) iOS 10
2) Mac OS
3) Apple Watch OS
4) Apple TV OS

એપલને એન્ડ્રોઇડ દ્વારા સતત ટક્કર મળતી રહે છે તથા વિવેચકો પણ સતત એપલ અપડેટ્સને મોટે ભાગે એન્ડ્રોઇડ તથા વિન્ડોઝ અપડેટ્સ ની કોપી જ ગણતા હોય છે ત્યારે આ વખતે એપલ દ્વારા દરેક ઓપરેટીંગ સીસ્ટમમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. આજે આપણે iOS 10 ની ખૂબીઓ વિષે વાત કરશું.

૧) સીરી

apple-wwdc-20160613-1939.0

એપલે જ્યારથી સીરી લોન્ચ કર્યું છે ત્યાર થી તેઓ તેને સતત અપડેટ કરતા રહે છે અને શક્ય હોય ત્યાં સુધી યુઝર ફ્રેન્ડલી બનાવવાની તૈયારીઓ રહે છે. આ વખતે આઈ ઓએસ ૧૦ માં સીરી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. સીરી નો ઉપયોગ હવે માત્ર ફોન જ નહિ પણ સોશિયલ મીડિયાની એપ્લીકેશન્સ માટે પણ થઇ શકશે. આ સિવાય તમે સીરી દ્વારા જ Uber Cab તથા રેસ્ટોરેન્ટમાં ટેબલ બુકિંગ સુદ્ધા કરાવી શકો છો. જયારે તમે કોઈ સાથે ચેટ કરતા હશો અને જે-તે વ્યક્તિ સાથે કોઈ મીટીંગ ગોઠવવાની વાત થતી હશે તો સીરી જાતે જ તમારું કેલેન્ડર પણ ડીટેક્ટ કરી તમારી Appointment સુદ્ધા ફીક્ષ કરી આપશે.

૨) Raise to Wake Up

apple-wwdc-20160613-1898.0

એપલના તદ્દન નવા નક્કોર સેન્સર-એપ ની મદદ થી તમે ફોન સહેજ ઉંચો કરશો કે તરત જ ડિસ્પ્લે પર તાજેતરના નોટીફીકેશન દેખાઈ જશે અને હા આ નોટીફીકેશન પણ ફૂલ સાઈઝ મોડ માં હશે એટલે કદાચ જો તમારે ત્યાં થી જ રીપ્લાય આપવો હોય તો તમે રીપ્લાય પણ ત્યાં થી જ આપી શકો છો. વિજેટ્સને પણ એટલે સુધી અપડેટ કરવામાં આવ્યા છે કે તમે વિજેટ્સ પર થી જ જે-તે બાબતની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

3) Photos

ios-10-photos-memories-organization-200-100

હવે Photos એપને પણ અપડેટ કરવામાં આવી છે અને તે હવે વધુ સ્માર્ટ દેખાશે. Photos માં હવે તમારે સ્પેસિફિક આલ્બમ બનાવવાની જરૂર નહિ પડે. આ એપ તેની જાતે જ લોકેશન ડીટેક્ટ કરી અને Photos નું આલ્બમ બનાવશે. આ સિવાય તમારા સોશિયલ મીડિયા એપ્સ સાથે પણ અપડેટ રાખી જે-તે વ્યક્તિના નામનું આલ્બમ આ એપ હવે જાતે જ બનાવી લેશે. આ સિવાય HTC ની Zoe એપની જેમ હવે એપલ Photos પણ ફોટોગ્રાફ્સ તથા અમુક થીમ પર થી જાતે જ શોર્ટ, મીડીયમ તથા લોંગ એમ ત્રણ અલગ અલગ સાઈઝની મુવી બનાવી આપશે.

4) Apple Maps

parked-car-ios-10-3-630x1121

એપલ મેપ્સને આ વખતે મેજર અપડેટમાં સ્થાન મળ્યું છે. અને હવે તે Car Play તથા જો તમારી Car માં Smart Dashboard હશે તો તેને પણ સપોર્ટ કરશે. આ સિવાય Apple Maps માં પણ હવે તમને ટ્રાફિકની માહિતી મળી જશે તથા Map માં પણ તમે હવે SIRI નો ઉપયોગ કરી શકશો. આ સિવાય Maps થી તમે Uber તથા અન્ય ટેક્ષી સર્વિસ નો પણ ઉપયોગ કરી શકો છો

5) Apple Music & Apple News

છેલ્લા કેટલાક સમય થી એપલ દ્વારા મ્યુઝીક પર તથા ગયા વર્ષે Apple News ના લોન્ચિંગ બાદ આ વખતે એપલ દ્વારા આ બંને જગ્યા પર પણ ખાસ ધ્યાન અપાયું છે. Apple Music એપમાં હવે તમને Lyrics નો વિકલ્પ મળશે જયારે News ને વધુ આકર્ષક બનાવવાનો પ્રયાસ કરાયો છે. News માં હવે તમે સાથે Video Story તથા Music પણ મળશે જેથી તમે અદ્દલ News Channel જેવી જ ફીલિંગ મળશે (એટલે હવે અહિયાં પણ The Nation Wants to Know ચાલુ થશે :P) આ સિવાય ન્યુઝ માં પણ હવે તમે અલગ અલગ સર્વિસ પરચેઝ કરી શકો છો.

6) Messaging

એપલ દ્વારા આ વખતે Messaging સર્વિસ પર પણ પુરતું ધ્યાન દેવાયું છે . આ સર્વિસને ત્યાં સુધી અપડેટ કરવામાં આવી છે કે તમે કોઈ સાથે ચેટ કરતા હશો તો તે જાતે જ નક્કી કરી લેશે કે હવે આગળનો જવાબ આ હોઈ શકે. આ સિવાય ઈમોજીસ ને પણ અપડેટ કરવામાં આવ્યા છે અને હવે તે સાઈઝમાં પણ ઘણા મોટા લાગે છે. આ સિવાય હવે ગુગલના અલ્લો ની જેમ જ હવે તમે હાહાહાહા લખશો એટલે તરત જ તે તેને લાગતા ઈમોજીમાં બદલાઈ જશે.

આ સિવાય અન્ય અઢળક અપડેટ્સ કરવામાં આવી છે જે વિષે પણ અમે આપણે સમયાંતરે જણાવતા રહીશું. આ માહિતી આપના મિત્રો સાથે ચોક્કસ થી શેર કરશો.

મિત્રો, તમારા માટે નવી જાણકારી અને એ પણ ગુજરાતી માં લાવીએ છીએ, નીચે આપેલ બટન થી બીજા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરશો.


One thought on “આઈ ઓએસ ૧૦ વિષે જાણવા જેવી બાબતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *