જયારે આપણે રીયલ લાઈફ માં ગુજરાતી લખી અને વાંચી શકીએ છીએ ત્યારે વર્ચ્યુઝ્લ વર્લ્ડ એટલે કે ઈન્ટરનેટ જગત માં ગુજરાતીમાં લેખ, જોક્સ વાંચતા હોઈએ ત્યારે આપણે પણ મન થાય જ કે ગુજરાતી માં લખી પણ શકતા હોત તો કેટલું સારુ હોત. લેપટોપ થી ગુજરાતીમાં લખવું ઘણું સરળ છે અને લગભગ બધા ગુજરાતી મિત્રો ઘણા સમય થી લેપટોપ હોય ત્યારે ફટાફટ ગુજરાતીમાં કોમેન્ટ કે પોસ્ટ લખતા હોય છે, પણ જયારે વાત મોબાઈલ થી ગુજરાતી ટાઈપ કરવાની આવે ત્યારે અને ખાસ કરીને આઈ ફોન હોય અને કોમેન્ટ ગુજરાતીમાં કરવાની ઈચ્છા થાય ત્યારે ઘણા મિત્રો ને ઘણી તકલીફો ભોગવવી પડે છે.
ઘણા મિત્રો પોતાના આઈ ફોન પર ગુજરાતી ટાઈપ પેડ નો ઉપયોગ કરે છે કે જેમાં ગુજરાતી ટાઈપ કરીને કોપી કરીને ફેસબુક કે વોટ્સએપ કે બીજા કોઈ સોશિયલ પ્લેટફોર્મ પર પેસ્ટ કરી શકાય, પણ એ રસ્તો ખુબ લાંબો અને કંટાળાજનક છે.
આજે હું તમને ખુબ જ સરળ ભાષામાં અને ફક્ત ૩ સ્ટેપ્સ માં તમારા આઈફોન કે આઈ-પેડ પર ગુજરાતી કીબોર્ડ અને એ પણ આઈ.ઓ.એસ.નું પોતાનું લાવતા શીખવાડીશ.
સ્ટેપ ૧: કીબોર્ડ સેટિંગ્સ ઓપન કરો
સૌ પ્રથમ તો આઈ ફોન ના સેટિંગ બટન પર ક્લિક કરી ને તેમાં જનરલ –> કીબોર્ડ –> કીબોર્ડ્સ પર ક્લિક કરો
ઉપર ના સ્ટેપ ફોલો કર્યા બાદ નીચેની સ્ક્રીન દેખાશે
સ્ટેપ ૨:ગુજરાતી કીબોર્ડ એડ કરો
ઉપર બતાવેલી સ્ક્રીન પર “એડ ન્યુ કીબોર્ડ” બટન ક્લિક કરશો એટલે તમારા આઈ ફોન માં જેટલા કીબોર્ડ ઉપલબ્ધ હશે એ બધાનું લીસ્ટ આવી જશે. એમાં ડિફોલ્ટ લીસ્ટમાં હિન્દી, અંગ્રેજી, અરેબીક, ચાઇનીઝ, ગુજરાતી વિગેરે કીબોર્ડ જોવા મળશે. આપણે અરેબીક કે ચાઇનીઝ ની જરૂર નથી :p એટલે ગુજરાતી (અથવા હિન્દી જો જોઈતું હોય તો) પર ક્લિક કરો. નીચે મુજબ ની સ્ક્રીન દેખાશે.
સ્ટેપ ૩: ટાઈપ કરવી વખતે ગુજરાતી-અંગ્રેજી કી બોર્ડ ફેરફાર કરો
હવે તમારું ગુજરાતી કીબોર્ડ તો ઇન્સ્ટોલ થઇ ગયું છે, તમે જયારે ફેસબુક, વોટ્સએપ કે ઈમેઈલ કે કઈ પણ એપ્લીકેશન માં ટાઈપ કરો છો ત્યારે અંગ્રેજી કીબોર્ડ આવશે. પણ જો તમારે ગુજરાતીમાં ટાઈપ કરવું છે તો અંગ્રેજી કીબોર્ડ ની નીચે એક ગ્લોબ જેવા આકાર વાળું બટન છે (નીચે ફોટો માં બતાવેલ છે) એ દબાવવાથી તમારા આઈ ફોન નું કીબોર્ડ ગુજરાતી થઇ જશે. આ જ રીતે ગુજરાતી માં ટાઈપ કરતા હો અને એ બટન દબાવશો એટલે તમારું કીબોર્ડ અંગ્રેજી થઇ જશે.
બસ તો હવે તમને ધીરે ધીરે આવડી જાશે કે ગુજરાતી કીબોર્ડ માં ક્યાં ‘ક’ છે ને ક્યા ‘ખ’ છે, ક્યાં ‘કાનો’ છે ને ક્યાં ‘માતર’ છે. ગુજરાતી વાંચવાની મજ્જા આવે છે તો લખો પણ ગુજરાતી માં જ.