સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ફેસબુક અને વોટ્સએપ પછી ઇન્સ્ટાગ્રામ નો નંબર આવે છે. જોકે ફોટો શેરીંગ એપ્સની યાદી બનાવવામાં આવે તો ઇન્સ્ટાગ્રામ તેમાં નંબર ૧ પર આવે છે. ઇન્સ્ટાગ્રામ પર મિત્રો ને એડ નથી કરવાના હોતા પણ ફોલો કરવાના હોય છે સામા પક્ષે લોકો તમને પણ ફોલો કરતા હોય છે. ઇન્સ્ટાગ્રામ બેઝીકલી ફોટો શેરીંગ એપ્લીકેશન છે. જોકે હવે તમે અહિયાં ૧૦ સેકન્ડ નો વિડીયોપણ મૂકી શકો છો તથા તમારા ફોલોવર્સ સાથે ચેટ પણ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ ફોટોની સાથે સાથે તમારે તેને લગતા #હેશટેગ્સ મુકવાના હોય છે જેના થી તમારો ફોટો ઇન્સ્ટાગ્રામ પર વધારે લોકો સુધી પહોંચી શકે. હવે સામાન્ય રીતે નવું સવું ઇન્સ્ટાગ્રામ જોઈન કર્યું હોયકે પછી આજકાલના લેટેસ્ટ ટ્રેન્ડની જેમ તમે હવે ઇન્સ્ટાગ્રામનો પણ પ્રોફેશનલ વપરાશ કરતા હોય ત્યારે તમારા વધારે ફોલોવર્સ ના હોય તે સ્વાભાવિક છે તો તે સમયે વધુ ફોલોવર્સ મેળવવા માટે લોકો અલગ અલગ અખતરા કરતા હોય છે આજે અમે આપને અમુક ટીપ્સ આપશું જેથી તમે તમારા ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર્સ વધારી શકો.
સ્ટેપ ૧.જેવું વાવશો તેવું લણશો

ના ના રીડરબીરદાર ઉપરનું ટાઈટલ વાંચીને બિલકુલ ટેન્શન લેતા નહિ અહિયાં આપણે માત્ર ગુજરાતી કેહવતનો જ ઉપયોગ કર્યો છે. ઉપરોક્ત ગુજરાતી કહેવત મુજબ જ ઇન્સ્ટાગ્રામ પર જેમ તમે લોકોના પિક્ચર્સ લાઈક કરશો તથા તેમાં પ્રોફાઈલ્સને ફોલો કરશો તે મુજબ જ લોકો પણ તમારા પિક્ચર્સ લાઈક કરશે તેમજ તમને ફોલો કરશે. આ જ રીતે લોકોના પિક્ચર્સ પર પણ કમેન્ટ્સ કરવાનું ચાલુ કરો. કમેન્ટ્સ કરતી વખતે ભાષાનો ખાસ ખ્યાલ રાખવો. જો કોઈ પણ જાતની અભદ્ર કે ડબલ મિનીંગ કમેન્ટ હશે અને જે-તે વ્યક્તિ તેને રીપોર્ટ કરશે તો તમારું આવી જ બન્યું સમજો. તમે કમેન્ટ્સ માં ખાલી Nice, Beautiful, I Like it, Love this વગેરે વગેરેનો ઉપયોગ કરી શકો છો. તમારી પ્રોફાઈલ શક્ય હોય ત્યાં સુધી પબ્લિક જ રાખો તથા પ્રોફાઈલ પર નિયમિત રીતે પિક્ચર્સ અપલોડ કરતા રહો.
સ્ટેપ ૨. યોગ્ય હેશટેગનો ઉપયોગ કરો
ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર્સ વધારવાનો આ એક સૌથી સામાન્ય સ્ટેપ છે. મોટે ભાગે લોકો ખાલી ફોટોગ્રાફ અપલોડ કરી દે છે અથવા તો એ ફોટોગ્રાફ ક્યાંનો છે તેના વિષે એકાદ લાઈન લખી નાખે છે. હંમેશા ફોટો અપલોડ કર્યા બાદ તેને લગતા હેશટેગ નો ઉપયોગ કરો. જો તમે કોઈ પિઝ્ઝા નો ફોટો અપલોડ કરો છો તો તેના માટે #Pizza #Cheese #Foodporn #Instafood #OmNomNomNom #YummyCheese #ilovepizza વગેરે વગેરે હેશટેગનો ઉપયોગ કરી શકો છો. જો ઘરે બનાવેલ હોય તો #Homemade #Mommade #Selfmade #MenCook નો પણ ઉપયોગ કરી શકો છો. જો કોઈ બ્રાન્ડેડ સ્ટોરમાં ગયા હોય તો તેના નામનો પણ હેશટેગ તરીકે ઉપયોગ કરી શકો છો. આ સિવાય #Instadaily #PicOfTheDay #Throwback #LetMeTakeSelfieFirst #Instapost #Postoftheday #igram વગેરે વગેરે પણ વાપરી શકો છો. ફ્રી માં ફોલોવર્સ મેળવવા #Follow4Follow #Like4Follow #Like4Like #Shoutout નો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે કોઈ ફરવાના સ્થળે ગયા છો અને ત્યાંનો કોઈ ફોટો છે તો તમે જે-તે શહેર અથવા તો દેશના નામ ને પણ ટેગ કરી શકો છો.
સ્ટેપ ૩. યોગ્ય લોકોને/પ્રોફાઈલ્સને ટેગ કરો
આપણે ત્યાં થતી સૌથી કોમન ભૂલોમાની એક ભૂલ આ છે. જયારે આપણને કોઈ ટેગ કરવાનું કહે એટલે આપણે આડેધડ લોકોને અથવા તેમની પ્રોફાઈલ્સને ટેગ કરીએ છીએ. ઇન્સ્ટાગ્રામ પર મોટે ભાગે દરેક કમ્યુનીટીને લગતા લોકોના પ્રોફાઈલ્સ છે જ એટલે તમે જે-તે ફોટો અપલોડ કરો તેને યોગ્ય લોકોને જ તેમાં ટેગ કરો જેથી તમારો ફોટો વધુ લોકો સુધી પહોંચે અને લોકો તમને ફોલો કરે. જેમ કે જો તમે રાજસ્થાન ફરવા ગયા હોય અને ત્યાનો કોઈ ફોટો અપલોડ કરો તો તેના માટે તમે Rajasthan Tourism, Rangilo Rajasthan, IG_Rajasthan, RajasthanGramars વગેરે પ્રોફાઈલ્સને ટેગ કરી શકો છો. આ જ એકાઉન્ટસ ને તમે હેશટેગ માં પણ ટેગ કરી શકો છો.
ઉપરોક્ત સ્ટેપ્સ સિવાય તમે સ્પેમ ફોલોવર્સ તથા પેઈડ ફોલોવર્સ નો પણ ઉપયોગ કરી શકો છો. સ્પેમ ફોલોવર્સ નો શક્ય હોય ત્યાં સુધી ઉપયોગ ટાળવો કેમ કે તેના થી તમારી ઘણી ડીટેઈલ્સ હેકર્સ સુધી પહોંચી શકે છે અથવા તો તેઓ કોઈ પણ રીતે તમારા ફોનને પણ નુકશાન પહોંચાડી શકે છે.
અમને આશા છે અમે બતાવેલા સ્ટેપ્સ થી તમને ચોક્કસપણે ફાયદો થયો હશે. અમારી આ પોસ્ટ આપના મિત્રોને શેર કરજો.