ક્યારેય એક જ એન્ડ્રોઇડ ફોનમાં બે અલગ અલગ વોટ્સએપ વાપરવાનું વિચાર્યું છે.. એવું લાગેને કે ફોન રૂટ કરવો પડશે… ના જી ના હવે ફોન રૂટ કરવાની કોઈ જરૂર નથી. અમે આજે આપને વધુ એક ધાંસુ ટ્રીપ આપશું જેના થી તમે તમારા ફોન પર બે વોટ્સએપ એક સાથે ચલાવી શકશો. અમે આ ટ્રીક ત્રણ અલગ અલગ મોબાઈલ પર ટ્રાય કરી છે અને દરેક હેન્ડસેટ પર આ ટ્રીક કામ કરી રહી છે.
૧) સૌથી પહેલા નીચેના સ્ક્રીનશોટમાં બતાવ્યા મુજબ સેટિંગમાં જાઓ
૨) યુઝર સેટિંગમાં જાઓ
આપણે આપણા એન્ડ્રોઇડ ફોનને રૂટ કર્યા વગર જ તેમાં ૨ અલગ અલગ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરવાના છીએ એટલે હવે આપણે અલગ યુઝર બનાવી રહ્યા છીએ.
૩) એન્ડ્રોઇડ ફોનમાં એક અલગ યુઝર બનાવો
તમારામાંના ઘણા ઓછા લોકો આ વિષે જાણતા હશે કે હવે આપણે મોબાઈલમાં પણ કમ્પ્યુટરની જેમ જ અલગ અલગ યુઝર મોડ બનાવી શકીએ છીએ અને તેને મોડીફાય શુદ્ધા કરી શકીએ છીએ. અલબત્ત તેના માટે તમારી પાસે લોલીપોપ અને તેના થી આગળની એન્ડ્રોઇડ ઓપરેટીંગ સીસ્ટમ હોવી જરૂરી છે.
૪) બસ નાનકડી પ્રોસીજર અને તમારો યુઝર તૈયાર
બહુ બેઝીક અને સિમ્પલ સ્ટેપ્સ છે, તમારે મોટે ભાગે બધે નેક્સ્ટ નેક્સ્ટ જ ક્લિક કરવાનું છે અને User is successfully added.
5) વોટ્સએપ ઇન્સ્ટોલ કરો અને આગે ફતેહ હી ફતેહ
બસ બીજા યુઝર પર સ્વીચ કરતા જ તમે અહિયાં વોટ્સએપ ઇન્સ્ટોલ કરી અને વેરીફીકેશનમાં તમારો બીજો નમ્બર નાખો એટલે વેરીફીકેશન થયું અને તમારું બીજું વોટ્સએપ પણ ચાલુ થઇ જશે.
જો તમે સેમસંગ નો મોબાઈલ યુઝ કરતા હશો તો તમારે એક અલગ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવી પડશે અને ત્યાર બાદ તમે યુઝર એડ કરી અને બીજા યુઝરમાં વોટ્સએપ ઇન્સ્ટોલ કરી શકશો. સેમસંગ ની એપ્લીકેશન ડાઉનલોડ કરવાની લીંક નીચે મુજબ છે.
https://play.google.com/store/apps/details?id=com.sec.enterprise.knox.express
અમને ખબર છે તમે આજે કશુંક નવું શીખ્યા છો અને આપણે તો કહેવત પણ છે કે “જ્ઞાન વહેંચવા થી વધે” તો બસ આ ટ્રીક તમારા મિત્રો સાથે શેર કરો.
Bhai htc mobile desire 816 mashmallow operating par chalej pan ema new user nu option nathi…. please solve n email me..
vora.sajid@gmail.com