એન્ડ્રોઇડ થી આઈફોનમાં કોન્ટેક્ટ ટ્રાન્સફર કરવાનો સહેલો રસ્તો

By | March 29, 2016

transfer-android-contacts-to-iphone

આજકાલના યુથ પાસે સૌથી મોટો પ્રશ્નએ છે કે ફોન કયો લેવો એન્ડ્રોઈડ ઓપરેટીંગ સીસ્ટમ લેવી કે આઈફોન લેવો.. આઈફોન પાસે સ્ટેટ્સ સિમ્બોલ, લુક અને મોટું બ્રાંડ નેઈમ છે જયારે એન્ડ્રોઈડ માં તમને બ્રાંડના વધુ ઓપ્શન મળે છે અને અલગ અલગ કંપનીની અલગ અલગ ખૂબી પણ મળે છે. જોકે આજે અહિયાં અમે આપણે એન્ડ્રોઈડ થી આઈફોનમાં કોન્ટેક્ટ કઈ રીતે ટ્રાન્સફર કરવા તે સમજાવશું.

સ્ટેપ ૧ :- તમારા કોન્ટેક્ટ ગુગલ માં સેવ/સિંક કરો

સામાન્ય રીતે તો તમારા દરેક કોન્ટેક્ટ જાતે જ ગુગલમાં સેવ થતા હોય છે પણ જો ના થતા હોય તો આ નીચેના સ્ટેપ મુજબ તમે તેને ગુગલ સાથે સિંક કરી અને સેવ કરી શકો છો.

Settings->Accounts->Google on your Android->Select the Google Account->Sync Now

સ્ટેપ ૨ :- હવે આઈફોનમાં એકાઉન્ટ એડ કરો

આઈફોનમાં એકાઉન્ટ એડ કરવા માટે ના સ્ટેપ્સ નીચે મુજબ છે.

Step 2

Settings->Mail, Contacts, Calendars->Add Account->Other->Add CardDAV Account

અહિયાં તમારું એ જ ગુગલ એકાઉન્ટ એડ કરો જે તમે તમારા એન્ડ્રોઇડ મોબાઈલ માટે યુઝ કરો છો અને જેમાં તમે તમારા કોન્ટેક્ટ સેવ કર્યા છે. સર્વરના નામમાં ગુગલ.કોમ લાખો અને બાકી તમારા જી-મેઈલ આઈડી અને પાસવર્ડ એન્ટર કરી દો. ડીસક્રીપ્શન વાળી લાઈનમાં તમારા Contacts લખવાનું છે. હવે NEXT કરીને ચેન્જીસ સેવ કરી દો.

સ્ટેપ ૩ : ગુગલ એકાઉન્ટને ડીફોલ્ટ એકાઉન્ટ સેટ કરો

હવે તમારા ગુગલ એકાઉન્ટને તમારે ડીફોલ્ટ એકાઉન્ટ તરીકે સેટ કરવાનું છે. તેના માટેના સ્ટેપ્સ નીચે મુજબ છે.
Settings->Mail, Contacts, Calendars”->Default Account->Choose your google account.

બસ કામ થઇ ગયું હવે તમારા ગુગલમાં સેવ કરેલા બધા જ કોન્ટેક્ટ તમારા આઈફોનમાં આવી ગયા હશે અને હવે જેટલા પણ કોન્ટેક્ટ તમે ત્યાં સેવ કરશો એ જાતે જ સિંક થઈને તમારા આઈફોનમાં આવી જશે.

આ ખુબ જ મહત્વની માહિતી આપના મિત્રો સાથે શેર કરવાનું ચુકતા નહિ.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *