એન્ડ્રોઇડ ફોનની બેટરી લાઈફ વધારવાના પાંચ સરળ રસ્તા

By | March 28, 2016

how-to-increase-mobile-battery-life

થોડા સમય પહેલા વોટ્સએપ પર એક ફોરવર્ડ આવ્યો હતો કે આપણે બધા હવે રાત્રે થાક ઉતારવા નહિ પણ ફોન ચાર્જ કરવા સુતા હોઈએ છીએ.. મહદઅંશે આ વાત સાચી હોય તેવું પણ લાગે જ છે. ટેકનોલોજી અને મોબાઈલમાં આપણે સહુ એટલે ખોવાયેલા છીએ કે આપણને આપણી જાત કરતા ફોનની બેટરીની વધુ ચિંતા રહે છે. આજે અમે કોઈ ફિલોસોફી નો ક્લાસ નથી લેવાના પણ જો તમે એન્ડ્રોઇડ મોબાઈલ વાપરતા હોય તો તેની બેટરી લાઈફ કઈ રીતે વધારવી તે સમજાવીશું.

૧. શક્ય હોય ત્યાં સુધી બ્લેક વોલપેપર રાખો.

બ્લેક કલર એનર્જી સેવર છે એટલે શક્ય હોય ત્યાં સુધી પ્લેઈન બ્લેક કલરનું જ વોલપેપર રાખો. જો તમે સુપર એમોલેડ સ્ક્રીન ધરાવતા હોય તો ખાસ બ્લેક કલર નું વોલપેપર રાખવું કેમ કે સુપર એમોલેડ ડિસ્પ્લે તેના બ્રાઈટ વ્યુને લીધે ખરેખર ખુબ જ બેટરી ડ્રેઈન કરે છે.  જો બ્લેક પોસીબલ ના હોય તો શક્ય હોય ત્યાં સુધી ડીજીટલ વોલપેપર અથવા તો લાઈવ વોલપેપર રાખવાનું પણ ટાળો. ફોનના હોમ સ્ક્રીન પર લાઈવ વિજેટ્સ નો પણ શક્ય હોય ત્યાં સુધી ઉપયોગ ટાળો

૨. ઓટોઅપડેટ્સ બંધ રાખો.

આજકાલ અત્યાધુનિક ફોન અને 3G અને હવે તો 4G નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જો તમને એવું લાગતું હોય કે કોઈ પણ એપ્લીકેશનની અપડેટ આવી કે કોઈ ઈ-મેઈલ નોટીફીકેશન આવ્યું એટલે તરત જ અપડેટ મળવી જોઈએ તો આ વસ્તુ સૌથી વધુ બેટરી ડ્રેઈન કરે છે. ઈ-મેઈલ માં ઓટો સિંક નો ઓપ્શન ડિસેબલ કરી દો તથા જો તમે એચટીસી નો ફોન યુઝ કરતા હોય તો એન્ડ્રોઇડ લોલીપોપ માં બ્લીંકફીડ તથા એન્ડ્રોઇડ માર્શ્મેલોમાં હાઈલાઈટ્સમાં પણ ઓટો સિંક ડિસેબલ કરી દો જેથી બેટરી ઓછી ડ્રેઈન થાય.

૩.શક્ય હોય તેટલી સર્વિસીસ બંધ રાખો.

426151-android-battery-tips
મોબાઈલ ઇન્ટરનેટ, વાઈફાઈ, બ્લ્યુટુથ, GPS-નેવિગેશન અને NFC જેવી બધી સર્વિસીસ એક સાથે જ વપરાશમાં આવી રહી હોય તેવું બહુ જ ભાગ્યે બનતું હોય છે માટે જે-તે સમયે બિનજરૂરી સર્વિસીસને બંધ રાખો. જયારે તમે અજાણ્યા વાઈફાઈ એરિયામાં છો ત્યારે જો વાઈફાઈ સર્વિસ ચાલુ હશે તો તે સતત વાઈફાઈ સર્ચ કરશે અને તેને કનેક્ટ કરવા પ્રયત્ન કરશે જેને લીધે બેટરી ડ્રેઈન થવાના ચાન્સ વધુ છે.

૪. બિનજરૂરી એપ્લીકેશનસ ને બંધ રાખો.

426149-android-battery-tips

જયારે તમને વોટ્સએપ મેસેજ આવે ત્યારે મેસેજ જોઇને બંધ કરી દો એટલે વોટ્સએપ ત્યાં બંધ નથી થઇ જતું બેકગ્રાઉન્ડમાં વોટ્સએપ ની એપ્લીકેશન ચાલુ જ હોય છે. બેકગ્રાઉન્ડમાં કઈ કઈ એપ્લીકેશન ચાલુ છે તે જોવા માટે નો પાથ નીચે મુજબ છે.
Settings->Applications->Swipe Left to See Running Applications.

૫. એપ્લીકેશન અપડેટેડ રાખો

ફોનમાં આવતી અમુક ડીફોલ્ટ તથા તે સિવાય તમે ડાઉનલોડ કરેલી એપ્લીકેશનને હંમેશા અપડેટેડ રાખો તથા તેના ઉપર પુરતી નજર રાખો. થોડા સમય પહેલા “Snapchat” નામની સોશિયલ નેટવર્કિંગ એપમાં કોઈ બગ આવેલો જેના લીધે મોબાઈલની બેટરી ફટાફટ ડ્રેઈન થવા લગતી હતી જોકે સમયસર કંપનીએ એપ અપડેટ કરતા જ આ પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયો હતો.

અમને આશા છે કે ઉપરોક્ત સ્ટેપ દ્વારા આપ આપના એન્ડ્રોઇડ ફોનની બેટરી લાઈફ વધારવામાં સફળ થયા હશો. અમારી એપ્લીકેશન દ્વારા આ માહિતી તમે તમારા મિત્રોને પણ શેર કરી શકો છો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *