એન્ડ્રોઇડ મોબાઈલને Root કેવી રીતે કરશો?

By | March 16, 2016

root-android-without-computer

ઘણી વખત તમને એવું થાય કે પેઈડ એપ્લીકેશન શું કામ લેવી જોઈએ..ફોન રુટ કરી નાખીએ તો બધી એપ્લીકેશન ફ્રી માં જ મળે ને.. પણ જનાબ એવું નથી એપ્લીકેશન તો ફ્રીમાં મળી જશે પણ એ પછી ફોનની ગેરેંટી-વોરંટી બધું જ જતું રહેશે અને તમારા ફોનને કશું પણ થાય તેની સંપૂર્ણ જવાબદારી માત્ર અને માત્ર તમારી રહેશે. તમારો એન્ડ્રોઇડ મોબાઈલ રુટ કરતા પહેલા આ સૂચનાઓ ખાસ વાંચી લો

૧) રુટ કર્યા પછી કે રુટ કરતી વખતે કોઈ પણ પ્રોબ્લેમ થાય અને ફોન બંધ થઇ જાય અથવા ફરી જૂની ઓપરેટીંગ સીસ્ટમના આવે તો તેની સંપૂર્ણ જવાબદારી ગ્રાહકની રહે છે.
૨) રુટ કરતી વખતે ફોનની બેટરી હંમેશા ફૂલ રાખો
૩) રૂટિંગ પ્રોસેસ લાંબી છે એટલે પુરતી ધીરજ રાખો
૪) એક વખત રુટ કરવાની પ્રોસેસ શરુ થયા બાદ વચ્ચેથી ઘર વાપસી શક્ય નથી
૫) મોટે ભાગે ફોન રુટ કર્યા બાદ અનરુટ થતો નથી.

નોંધ: આ ત્રીક અમે ૪-૫ અલગ અલગ ફોન પર યુઝ કરીને સુચવી છે, જો કોઈ ટેકનીકલ કારણોસર તકલીફ પડે તો નેટયાત્રા જવાબદાર નથી

સ્ટેપ ૧

ફોનને રુટ કરવા માટે ઘણી બધી થર્ડ પાર્ટી એપ્લીકેશન પણ આવે છે. તમે કમ્પ્યુટર વગર પણ ફોન ડાયરેક્ટ ફોન થી જ ફોન રુટ કરી શકો છો. તેના સ્ટેપ્સ અમે તમને આગળ જણાવીશું. અત્યારે આપને ડેમો માટે Kingo Android Root નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી લઈએ.

સ્ટેપ ૨

enable-usb-debugging-on-android-phone-or-tablet

રૂટિંગ પ્રોસેસ શરુ કરવા માટે સૌથી પહેલા તમારે USB Debugging શરુ કરવું પડશે. જો તમે એન્ડ્રોઇડ ૪.૦ કે ૪.૧ યુઝ કરતા હશો તો Settings->Developer Options->Tick on USB debugging. (અહિયાં કદાચ તમને ડેવલોપર ઓપ્શન દેખાય તો તેના પર ક્લિક કરો અને ત્યાર બાદ તમને USB Debugging નો વિકલ્પ જોવા મળશે. એન્ડ્રોઇડ ૪.૨ માં Settings->About phone->Developer Options->Tick on USB Debugging-> OK to approve the settings.
એન્ડ્રોઇડ 4.3 અને તે પછીની ઓપરેટીંગ સીસ્ટમ માટે તમારે Settings->About Phone->Tap Seven times on BUILD NUMBER અને તમને વંચાશે You are now a developer! હવે Settings->About Phone->Developer Options->Tick on USB Debugging.

સ્ટેપ ૩

તમારા કમ્પ્યુટર પર એન્ડ્રોઇડ રુટ શરુ કરો અને તમારા ફોનને યુએસબી કેબલ દ્વારા તમારી સીસ્ટમ સાથે કનેક્ટ કરો. જો તમને અહિયાં પણ પૂછે કે “Allow USB Debugging” તો Always allow from this computer પર ક્લિક કરો.

સ્ટેપ ૪

galaxy-s3-root-connection

બસ હવે રુટ પર ક્લિક કરો અને આરામખુરશી પર આરામ ફરમાવો. થોડા ટાઇમમાં તમારો ફોન રુટ થઇ જશે અને Kingo ની એપ્લીકેશન સાથે ફરી ચાલુ થશે. બસ કામ થઇ ગયું. અલગ અલગ ફોન ની સીસ્ટમ મુજબ આ રૂટિંગ પ્રોસેસ સમય લે છે. Kingo થી ફોન રુટ કર્યો હશે તો તમારા પાસે ઘર વાપસીનો રસ્તો રહે છે. ફોન સીસ્ટમ સાથે કનેક્ટ કરતા જ Remove Root ના ઓપ્શન પર ક્લિક કરશો એટલે જૈસે થે એ જ પોઝીશન માં ફરી આવી જશો.

કમ્પ્યુટર વગર કઈ રીતે મોબાઈલ રુટ કરવો

જો તમે ડાયરેક્ટ મોબાઈલ ફોન થી જ રુટ કરવા માંગતા હોય તો Kingo Android Root ની મોબાઈલ એપ્લીકેશન પણ આવે છે જે ડાઉનલોડ-ઇન્સ્ટોલ કર્યા પછી તમારે Root Now ઉપર જ ક્લિક કરવાનું છે અને તમારો ફોન રુટ થઇ જશે.

ફોન રુટ કર્યા બાદ તમે તેના કલોકની જગ્યા થી લગાવીને ડાયલર સુધીના તમામ સેટીન્ગ્સ ચેન્જ કરી શકો છો પણ તે તમારી જવાબદારી પર જ રહે છે. ઉપર જણાવ્યું તે મુજબ રુટ કરતા જ ફોનની ગેરેંટી-વોરંટી જતી રહે છે અને રુટ કર્યા પછી કે રુટ કરતી વખતે કોઈ પણ પ્રોબ્લેમ થાય અને ફોન બંધ થઇ જાય અથવા ફરી જૂની ઓપરેટીંગ સીસ્ટમ ના આવે તો તેની સંપૂર્ણ જવાબદારી ગ્રાહકની રહે છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *