ઘણી વખત આપણે એવી જગ્યા પર હોઈએ અને ત્યાં થી આપણને કશું ડોક્યુમેન્ટ સ્કેન કરી અને મોકલવાનો આદેશ આપવામાં આવે ત્યારે આપણે લીટરલી બઘવાઈ જઈએ અને ખબર જ ના પડે કે રીમોટ લોકેશન પર થી કોઈ ડોક્યુમેન્ટને સ્કેન કરી અને કઈ રીતે મોકલવું ? જોકે હવે ટેકનોલોજી અને ડેવલોપર્સ જે રીતે આગળ વધી રહ્યા છે તે જોતા એ દિવસ દુર નથી જ્યાં તમામ વસ્તુઓ તમારા અંગુઠાના ઈશારે થવા માંડશે. તમારા મોબાઈલ કેમેરાને સ્કેનર તરીકે ઉપયોગમાં લઇ શકાય તેવી અઢળક એપ્લીકેશન અત્યારે અવેલેબલ છે. આપણે આજે એવી જ એપ્લીકેશન વિષે વાત કરશું.
1) CamScanner
એન્ડ્રોઇડ તથા માઈક્રોસોફ્ટ વિન્ડોઝ ૮.૧ ઓપરેટીંગ સીસ્ટમ વાળો મોબાઈલ કે ટેબ્લેટ અને એપલના આઈફોન તથા આઈપેડ ના કેમેરા ને સ્કેનર માં કન્વર્ટ કરવા માટે તેમને એપ સ્ટોર અને પ્લે સ્ટોર માંથી તમને CamScanner નામની એપ્લીકેશન મળી જશે. એપ્લીકેશન ઇન્સ્ટોલ કરો અને પછી એપ્લીકેશનમાંથી જ કેમેરા દ્વારા તમારે જે ડોક્યુમેન્ટને સ્કેન કરવું હોય તેનો ફોટો પાડો અને તમારી સામે તે ડોક્યુમેન્ટ આવી જશે. તમારી જરૂરિયાત મુજબ ક્રોપ કરી અને PDF તરીકે સેવ પણ કરી શકો છો અને Whatsapp, E-Mail માં શેર પણ કરી શકો છો. આ એપ્લીકેશનનું ફ્રી વર્ઝન યુઝ કરતા હશો તો તમને 200mb નો કલાઉડ સ્ટોરેજ મળશે જયારે એપ્લીકેશન પરચેઝ કરશો તો 10GB જેટલો કલાઉડ સ્ટોરેજ તમને મળશે. એપ્લીકેશન પરચેઝ કરશો તો તમને કલાઉડ સ્ટોરેજ સિવાય એડીટીંગ તથા સ્કેનીંગના બીજા અઢળક ઓપ્શન પણ મળશે.
2) Mobile Doc Scanner
આ એપ્લીકેશન પણ તમને ગુગલ પ્લે સ્ટોર થી મળી જશે. જે રીતે આપણે ઉપર કેમ સ્કેનર માટે વાંચ્યું તે જ પ્રોસેસ અહિયાં પણ ફોલો કરવી પડશે. એપ ઇન્સ્ટોલ કર્યા બાદ એપ્લીકેશન માંથી કેમેરા દ્વારા ફોટો ક્લિક કર્યા બાદ જરૂરી તેટલો ભાગ ક્રોપ કરીને PDF તરીકે સેવ તથા શેર કરી શકો છો. આ એપ્લીકેશનનું કોઈ પેઈડ વર્ઝન અવેલેબલ નથી પરંતુ ફ્રી વર્ઝન હોય તમારે વચ્ચે વચ્ચે જાહેરાતો જોવી પડશે.
3) Barcode Scanner
ઘણી વખત તમે ન્યુઝ પેપર માં જોતા હશો કે App Of the day માં કોઈ એપ વિષે લખ્યું છે અને બાજુમાં બારકોડ ઈમેજ આપી છે. હવે આ એપ્લીકેશન ડાઉનલોડ કેમ કરવી તો એના માટે તમારે સૌથી પહેલા તો બારકોડ સ્કેનર એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે અને ત્યાર બાદ તે એપ્લીકેશન ઓપન કરશો એટલે તરત જ તમારો કેમેરા પણ ચાલુ થઇ જશે અને તમને એપ્લીકેશન બાર કોડ સ્કેન કરવાનું કેહ્શે. બારકોડ ઉપર કેમેરાને રાખતા જ તે સ્કેન થઇ જશે અને જે-તે એપ્લીકેશન અતવા વેબસાઈટ નું પેઈજ ઓપન થઇ જશે અને તમે તે વસ્તુ ડાઉનલોડ કરી શકશો.
અમે કહ્યું હતું ને કે જો તમે કોઈ રીમોટ એરિયામાં હશો જ્યાં તમને કમ્પ્યુટર કે સ્કેનરનો ઓપ્શન નહિ મળતો હોય તેમ છતાં તમે તમારા મોબાઈલ દ્વારા PDF ફાઈલ મોકલી શકશો.