આપણે એપલ આઈફોનથી ગુજરાતીમાં કેવી રીતે લખાય તે તો શીખ્યા પણ જે લોકો એન્ડ્રોઇડ ઓપરેટીંગ સીસ્ટમ વાળો ફોન યુઝ કરે છે તેમનું શું ? તો આજે અમે આપને એ પણ શીખવી જ દઈશું.
ગુગલ ઈન્ડીક કીબોર્ડ
સૌથી પહેલા તો તમારે ગુગલ પ્લે સ્ટોરમાં જઈને “Google Indic Keyboard” નામની એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે. આ એપ્લીકેશનની મદદ થી તમે તમારા કી-બોર્ડને તમામ ભારતીય ભાષામાં ઇન્સ્ટોલ કરી શકો છો.
ગુગલ ઈન્ડીક કીબોર્ડ ઇન્સ્ટોલ કર્યા બાદ હવે તેને અનેબલ કરો અને તમારે જોઈતા કી-બોર્ડસ સિલેક્ટ કરી લો
કીબોર્ડસ સિલેક્ટ કર્યા બાદ સૌથી નીચે તમને “બેક, હોમ અને રીસેન્ટ એપ્સ” ના નેવિગેશન દેખાશે અને એના બિલકુલ બાજુ માં જ કીબોર્ડ નો ઓપ્શન દેખાશે. અહિયાં ક્લિક કરતા જ તમે સિલેક્ટ કરેલા કી-બોર્ડ તમારી સામે આવશે. જે-તે સમયે તમારે જે કી-બોર્ડનો ઉપયોગ કરવો હોય તે સિલેક્ટ કરી અને તમે તે ભાષામાં ટાઈપ કરી શકો છો. અહિયાં આપણે ગુજરાતી કીબોર્ડ સિલેક્ટ કરી અને ગુજરાતીમાં ટાઈપીંગ શરુ કરી શકીશું. અહિયાં પણ તમારે તે રીતે જ ટાઈપ કરવાનું છે જે રીતે તમે ગુગલ કીબોર્ડ કે પછી http://gujarati.changathi.com/ માં ટાઈપ કરો છો.
અમારી આ ટીપને તમારા એન્ડ્રોઇડ વપરાશકર્તા મિત્રોને આપીને તેમની પણ મદદ કરો.