એપલ આઈફોન 5SE વિષે જાણવા જેવી વાતો

By | March 5, 2016

apple-iphone-5se

વર્ષ ૨૦૧૫ માં મોટોરોલા અને મેગીની ઘર વાપસી કરી બાદ હવે વર્ષ ૨૦૧૬માં એપલ ઘર વાપસી કરી રહ્યું છે. જયારે સ્ટીવ જોબ્સ એપલના CEO હતા અને તેમણે પહેલો વહેલો આઈફોન લોન્ચ કરેલો તે સમયે તેમણે કહેલું કે મોબાઈલમાં ભલે અગણિત ટેકનોલોજી આવી જાય પણ તેની સાઈઝ તમારા હાથ માં સમય જાય તેવી હોવી જોઈએ. જોકે એ પછી ઈતિહાસ બદલાયો અને એપલે પણ મોટી સ્ક્રીન સાઈઝમાં પ્રવેશ કર્યો, મહદઅંશે એ પ્રયોગ નિષ્ફળ રહ્યો તેમ કહી શકાય કેમ કે ફોન વધુ પડતો પાતળો હોય વચ્ચેથી વળી જવાની અઢળક ફરિયાદો એપલને મળવા લાગી અને હવે ૨૦૧૬માં કંપની ફરી થી પોતાની મૂળ સાઈઝમાં ફોન લોન્ચ કરી રહી છે. મોડેલ નું નામ એપલ આઈફોન 5SE રાખવામાં આવ્યું છે. ૧૫ માર્ચના રોજ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત થશે તથા ૨૨ માર્ચ થી માર્કેટમાં હાજર થશે.

આઈફોન 5SE ની ડીઝાઇન કેવી હશે?

આઈફોન 5SE ની ડીઝાઇન વિષે વાત કરીએ તો એ લગભગ આઈફોન ૬ ને મળતી આવે છે એટલે કે તમને તેમાં પણ એપલના કર્વ જોવા મળશે. જોકે બોડી સંપૂર્ણપણે મેટલ ની જ હશે કે પ્લાસ્ટિક હશે તે હજુ સુધી સસ્પેન્સ રખાયું છે. લીક થયેલા સમાચારને સાચા ગણીએ તો પ્લાસ્ટિકની બોડી મળશે. થીક્નેસ પણ આઈફોન 5S જેટલી જ રાખવામાં આવી છે એટલે ફોન બેન્ડ થવાની જે ફરિયાદ હતી એ દુર કરી છે.

આઈફોન 5SE ના ડિસ્પ્લે માં શું નવું હશે?

આઈફોન 5SE ના ડિસ્પ્લે વિષે વાત કરીએ તો એમાં પણ તમને ખાસ કઈ આકર્ષણ જોવા મળે તેની શક્યતા નહીવત છે. 5S ની સાઈઝ જેટલો જ ડિસ્પ્લે મળશે તે વાત નક્કી છે અને હા સસ્તા બજેટનો ફોન છે એટલે HD ડિસ્પ્લેની આશા ઠગારી નીવડશે એ ય નક્કી જ છે. ગયા વર્ષે એપલે 3D ટચ ટેકનોલોજી લોન્ચ કરી હતી જે આઈફોન 5SE માં નહિ વપરાય. કેમેરા વિષે વાત કરીએ તો ફ્રન્ટ કેમેરા ૮ મેગાપિક્ષલ નો હશે તથા રીઅર કેમેરા માત્ર ૧.૨ મેગાપિક્ષલનો હશે એટલે કદાચ તમને ફ્રન્ટ કેમેરા થી પડેલા ફોટા ખુબ ગમશે જયારે સેલ્ફી પ્રેમીઓએ નિરાશ થવું પડશે.

આઈફોન 5SE ના હાર્ડવેર વિષે થોડું જાણીએ

આઈફોન 5SE ના હાર્ડવેર વિષે વાત કરીએ તો ત્યાં એપલ દ્વારા કોઈ જાત ની કચાશ નથી રાખવામાં આવી અને A8 ચીપ અને M8 મોશન પ્રોસેસર સાથે જ આવશે તથા NFC અને એપલ પે બંને તમને મળશે એટલે તમારે ત્યાં નિરાશ નહિ થવું પડે. આ સિવાય લગભગ ૨ જીબી રેમ પણ મળશે એટલે ફોન માં મલ્ટીટાસ્કીંગ  નો અનુભવ અદભુત રહેશે. 1642mAh ની લાઈ-પોલીમર બેટરી મળશે. આઈફોન SE તમને લેટેસ્ટ આઈઓએસ ૯

સાથે જ મળશે અને કમસેકમ હજુ ૨ વખત અપગ્રેડ મળશે એટલે એમાં પણ કોઈ જ વાંધો આવે તેવું લાગતું નથી. સ્ટોરેજ ની વાત કરીએ ૧૬ જીબી અને ૩૨ જીબી એમ બે વિકલ્પ મળશે.

કુલમિલાકે જો તમે એપલના ચાહક હોવ અને બીગ સાઈઝ થી પણ તકલીફ હોય તો Go For It Buddy !!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *