કમ્પ્યુટરને વાયરસ મુક્ત રાખવા ની પાંચ ઉપયોગી ટીપ્સ

By | June 30, 2016

વાયરસ એટલે કમ્પ્યુટરનો એક માત્ર જીવલેણ દુશ્મન. ઘણી વખત આપણી નાનકડી એવી બેદરકારી કમ્પ્યુટરને તથા આપણા ખુબ જ મહત્વના ડાટાને નુકશાન પહોંચાડી શકે છે. અમે આજે આપણે અમુક એવી ટીપ્સ આપશું કે જેના દ્વારા તમે તમારા કમ્પ્યુટરને વાયરસ મુક્ત કરી શકશો.

save-computer-from-virus

૧) એન્ટીવાયરસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરો

કમ્પ્યુટરને વાયરસ મુક્ત રાખવાનો સૌથી સારો રસ્તો છે કે તમે કમ્પ્યુટરમાં એન્ટીવાયરસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરો. માત્ર એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરવાથી કામ નહિ બને પણ તમારે તેને સમયાંતરે અપડેટ કરતા રહેવું પડશે. દરેક એન્ટીવાયરસ અલગ અલગ રીતે કામ કરતા હોય છે. QuickHeal માં તમને Boot Scan નો ઓપ્શન પણ મળે છે એટલે તમારું કમ્પ્યુટરની બુટીંગ પ્રોસેસ ચાલુ થતા જ એન્ટીવાયરસ પ્રોગ્રામ ચાલુ થઇ જાય જયારે બીજા બધા એન્ટીવાયરસ સીસ્ટમ સંપૂર્ણપણે ચાલુ થયા બાદ જ એક્ટીવ થતા હોય છે. એન્ટીવાયરસ ઇન્સ્ટોલ તથા અપડેટ કર્યા બાદ સમયાંતરે સીસ્ટમને સ્કેન કરવી પણ જરૂરી છે. Quick Scan, Full Scan તથા Custom Scan નો વિકલ્પ હોય છે.

૨) બિનજરૂરી અટેચ્મેન્ટ ડાઉનલોડ ના કરો

આપણા મેઈલમાં જાહેરાતોના તથા લોભામણી ઓફર્સના અઢળક મેઈલ આવતા હોય છે તેમાં મોટે ભાગે અટેચ્મેન્ટ પણ હોય છે. જેમાં તમારે તમારી માહિતી આપવાની હોય છે. શક્ય હોય ત્યાં સુધી અજાણ્યા લોકોના મેઈલ માં થી કશું પણ ડાઉનલોડ ના કરો. ઘણી વખત હેકર્સ લોભામણી ઓફર્સ આપી તમારી પાસે થી ઘણી માહિતી કઢાવી લેતા હોય છે અને તે પછી અલગ અલગ્રીતે તમને નુકશાન પહોંચાડતા હોય છે એટલે શક્ય હોય ત્યાં સુધી અજાણ્યા લોકોના ઈ-મેઈલ ને ઇગ્નોર જ કરો

૩) કમ્પ્યુટરને અપડેટેડ રાખો

માઈક્રોસોફ્ટ તરફ થી સમયાંતરે ઓપરેટીંગ સીસ્ટમની અપડેટ્સ રીલીઝ કરવામાં આવતી હોય છે. આ અપડેટ્સ ઇન્સ્ટોલ કરીને કમ્પ્યુટરને અપડેટેડ રાખો જેથી કોઈ પણ ખોટી ફાઈલ સીસ્ટમમાં આવે નહિ અને તમારા કમ્પ્યુટરને નુકશાન ના પહોંચાડે.

૪) બ્રાઉઝરમાં ખોટા એડ-ઓન્સ અને એક્ષટેન્સંસ ના રાખો

કમ્પ્યુટર પર સર્ફ કરતી વખતે ઘણી વખત શોર્ટકટ માટે અથવા તો કોઈ કામ જલ્દી થઇ જાય ટે માટે ઘણા એડ-ઓન્સ અને એક્ષટેન્સંસ ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ. આ એડ-ઓન્સ અને એક્ષટેન્સંસ દ્વારા પણ કમ્પ્યુટરમાં વાયરસ આવી શકે છે. શક્ય હોય ત્યાં સુધી એડ-ઓન્સ અને એક્ષટેન્સંસ નો ઉપયોગ ટાળો.

૫) વેબસાઈટ્સ સર્ફિંગ માટે ધ્યાન રાખો

ટોરેન્ટ ફાઈલ્સ ડાઉનલોડ કરતી વખતે અથવા તો બોલીવુડના સોન્ગ્સ માટે આપણે songs.pk નો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ બધી વેબસાઈટ્સ પર પણ અઢળક જાહેરાતો અને લલચામણી ઓફર્સ હોય છે જેના ઉપર ક્લિક કરતા જ તમારા કમ્પ્યુટરમાં એક પ્રોગ્રામ ઇન્સ્ટોલ થાય અને એ પછી એ પ્રોગ્રામ તમારા ડાટા નો ખાત્મો બોલાવી દે છે એટલે શક્ય હોય ત્યાં સુધી આવી અજાણી વેબસાઈટ્સ થી પણ દુર રેહવું જોઈએ.

ઉપરોક્ત ૫ ટીપ્સ દ્વારા તમે તમારા કમ્પ્યુટરને વાયરસ મુક્ત રાખી શકો છો. આ માહિતી આપના મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહિ.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *