કમ્પ્યુટર થી તમારો કે તમારા પરિવારનો એન્ડ્રોઇડ ફોન એક્સેસ કરો

By | April 7, 2016

access-your-android-from-computer-pc

ઘણી વખત તમને એવું થાય કે તમારે કોઈ જરૂરી ફાઈલ કમ્પ્યુટર માંથી એન્ડ્રોઇડ ફોનમાં ટ્રાન્સફર કરવી છે અને છેલ્લી ઘડી પર જ કેબલ નથી મળતો તો શું કરવું.. કેબલ મળે ત્યાં સુધી રાહ જોવા ની કોઈ જ જરૂર નથી આજે અમે આપને નેટયાત્રા માં બતાવશું કે કેબલ વગર કઈ રીતે કમ્પ્યુટર પર થી તમારો એન્ડ્રોઇડ મોબાઈલ એક્સેસ કરી શકો છો.

સ્ટેપ ૧ :- Airdroid એપ્લીકેશન ડાઉનલોડ કરો

muo-android-pc-data-sharing-airdroid

સૌથી પહેલા તમારા એન્ડ્રોઇડ મોબાઈલ પર જઈ અને Airdroid એપ્લીકેશન ડાઉનલોડ કરો. આશરે ૧૮ એમબીની આ એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ હવે આપણે એપ્લીકેશનના સેટિંગ વિષે વાત કરીએ તો Sign Up/Sign In નો ઓપ્શન છે જ્યાં તમે તમારા આઈડી થી Sign Up/Sign In કરી શકો છો. નીચે Sign In Later નો ઓપ્શન પણ છે આ ઓપ્શન ટીક કરતા જ તમને સ્ક્રીન પર એક મેસેજ વંચાશે જેમાં લખ્યું છે કે તમે તમારા ફોન પર આવતા તમામ નોટીફીકેશન તમારા કમ્પ્યુટર પર એક્સેસ કરવા માંગો છો ? જો હા તો ક્લિક કરો અને નોટીફીકેશન ને પરમીશન આપી દો.

સ્ટેપ ૨ :- કમ્પ્યુટર પર Airdroid એક્સેસ કરો

Step 2

સ્ટેપ ૧ માં નોટીફીકેશન પરમીશન આપ્યા બાદ હવે તમારે તમારા કમ્પ્યુટરમાં આ URL HTTP://192,168.2.100:8888 ઓપન કરવાની છે. આ URL ઓપન કરતા જ તમારા મોબાઈલ પર Airdroid ની પરમીશન માટેનું નોટીફીકેશન આવશે. આ નોટીફીકેશન એક્સેપ્ટ કરતા જ હવે તમે તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર તમારો મોબાઈલ એક્સેસ કરી શકો છો.

સ્ટેપ ૩ :- ફાઈલ ટ્રાન્સફર કરો

airdroid-windows-mac

હવે ઉપરના ફોટોગ્રાફમાં જોયું તે મુજબ તમારા ફોનની તમામ ફાઈલ્સ/ઈમેજીસ/એપ્સ/વિડીઓસ બધું જ હવે તમે તમારા કમ્પ્યુટર પર થી એક્સેસ કરી શકો છો. હવે તમારે તમારા કમ્પ્યુટર પર થી કોઈ ફાઈલ ટ્રાન્સફર કરવી હોય તો Toolbox માં ફાઈલ્સનો ઓપ્શન છે. તમારે તમારી સ્ક્રીન પર થી ફાઈલ ડ્રેગ કરી અને આ Toolbox માં ડ્રોપ કરવાની છે અને બસ તમારી ફાઈલ ટ્રાન્સફર થઇ જશે. જો તમારે તમારા ફોન ની કોઈ ફાઈલ કમ્પ્યુટર પર જોઈતી હોય તો Airdroid વાળા પેઈજ ઉપર Files કરીને ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરતા જ તમારા મોબાઈલના તમામ ફોલ્ડર્સનું લીસ્ટ તમારી સામે હશે તેમાં થી તમારે જોઈતી ફાઈલ પર ક્લિક કરો અને તમને Right Hand Side પર ડાઉનલોડ નો એરો જોવા મળશે ત્યાં થી તમે તે ફાઈલ ડાઉનલોડ કરી શકો છો.

જોયું તમારા કમ્પ્યુટર પર થી જ તમે તમારો મોબાઈલ કેટલી સરળતા થી એક્સેસ તથા તેમાં ફાઈલ્સ ટ્રાન્સફર કરી શકો છો. આ માહિતી આપના મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહિ.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *