મોટે ભાગે વેકશનની મજ્જા માણીને આવ્યા બાદ સૌથી મોટી સજા જેવું આ કામ હોય છે. મોબાઈલ હોય કે ડીજીટલ કેમેરા તેમાં થી ફોટાને કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરવા અને પછી એડીટીંગ કરવાનું. ઘણી વખત આપણે ખાલી કોપી-પેસ્ટ જ કરીએ છીએ એટલે જુનાને જુના ફોટા પણ ફરી પાછા કમ્પ્યુટરમાં કે પેન ડ્રાઈવ અથવા મેમરી કાર્ડમાં રહી જતા હોય છે. મોટે ભાગે હવે આધુનિક કમ્પ્યુટર-લેપટોપમાં ખાસ્સી મોટી હાર્ડ ડિસ્ક આવે છે તેમ છતાં ઘણી વખત ડ્રાઈવ ફૂલ થઇ જાય ત્યારે શું ઉડાડવું એની મથામણમાં રહી જતા હોઈએ છીએ. આજે અમે આપને ડુપ્લીકેટ ફોટા ડીલીટ કરતા શીખવીશું.
સ્ટેપ ૧. dupeGuru ડાઉનલોડ કરો
ગુગલ ઉપર થી તમને dupeGuru નામની એપ્લીકેશન મળશે. તેમની વેબસાઈટ પર જતા જ તમને dupeGuru, dupeGuru Music Edition, અને dupeGuru Pictures Edition ની એપ્લીકેશન જોવા મળશે. તેમાં થી ફોટો માટે પિક્ચર્સ એડીશન ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરવાની છે.
સ્ટેપ ૨. ડુપ્લીકેટ ફોટો શોધો.
એપ્લીકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ હવે જે-તે ડ્રાઈવ માંથી તમારે ડુપ્લીકેટ ફોટા ડીલીટ કરવા હોય તે ડ્રાઈવનો પાથઆપી અને સર્ચ કરતા જ સૌથી ઉપર એક ઓરીજીનલ ફોટો અને નીચે બ્લ્યુ કલરના ફોન્ટમાં તમને તેના ડુપ્લીકેટ ઈમેજીસ જોવા મળશે. બસ તો આ ફોટોગ્રાફ્સને તમે ડીલીટ પણ કરી શકો છો અને તેને બીજા કોઈ પેન ડ્રાઈવ કે માઈક્રો એસડી કાર્ડમાં બેકઅપ તરીકે સ્ટોર પણ કરી શકો છો.
ડુપ્લીકેટ મ્યુઝીક ટ્રેકસ માટે પણ તમે dupeGuru Music Edition ડાઉનલોડ કરી અને ડુપ્લીકેટ મ્યુઝીક ટ્રેકસને ડીલીટ કરી શકો છો.
આ ખાસ તરીક તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહિ.