કેવી રીતે બનશો પોકેમોન ગો માસ્ટર

By | July 28, 2016

pokemon-champion-min

પોકેમોન ગો એ જાપાની કંપની નીઆન્ટીકે ની રિયાલિટી બેઇઝ ગેઇમ છે અને આ ગેઇમ કઈ રીતે રમાય એ તો અમે આપને અગાઉ જણાવી જ દીધું છે. વાંચવાનું રહી ગયું હોય તો અહી ક્લિક કરો. આજે અમે આપને જણાવીશું કે આ ગેઇમના માસ્ટર કઈ રીતે બની શકાય. પોકેમોન માસ્ટર બનવા માટે સૌથી પહેલા તો તમારે સતત હલન-ચલણ કરતા રહેવું પડશે, સતત ફરતા રહેવું પડશે. જેમ જેમ તમે ફરશો એ રીતે તમને અલગ અલગ પોકેમોન કેરેક્ટર મળતા રહેશે. વિદેશની વાત બાજુ પર મૂકીએ તો અત્યારે તો ભારતમાં જ અને એમાં પણ ખાસ કરીને મુંબઈ, વડોદરા અને અમદાવાદના લોકોમાં આ ગેઇમ માટે ખુબ જ ધસારો જોવા મળે છે. અમદાવાદના એક ભાઈએ તો માત્ર રમત માટે પોકેમોન વોક ઇવેન્ટનું આયોજન કરેલું અને જોતજોતા તો 5000 લોકો એ ઇવેન્ટ માટે તૈયાર થઇ ગયા જોકે છેલ્લે એ ઇવેન્ટ કેન્સલ થઇ અને એવું નક્કી થયું કે બહુ જલ્દી વધુ સારી રીતે પ્લાન કરી અને ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે.

પોકેમોન માસ્ટર બનવા માટે સૌથી પહેલા તમને તે ખ્યાલ હોવો જોઈએ કે કઈ જગ્યા પર થી તમને શું મળી રહેશે. સહુ થી વધારે લોકોનો ધસારો જે જગ્યા પર હોય એટલે કે શોપિંગ મોલ, મુવી થિયેટર કે ખાઉં ગલી અથવા તો શહેરની કોઈ પોપ્યુલર કોલેજ ત્યાં તમને સૌથી વધુ પોકેમોન મળી શકે છે. ગેઇમના ફાઉન્ડર્સ દ્વારા આવી જગ્યા અલ્ગોરિધમ પર નક્કી કરવામાં આવી છે અને એ જગ્યાઓને પોકેમોન પ્લેસીસ તરીકે ઓળખવામાં આવે છે.

પોંકેજીમ

પોંકેજીમ એટલે એ જગ્યા જ્યાં પોકેમોન્સ વચ્ચે લડાઈ થાય છે. મોબાઈલનું જીપીએસ ચાલુ કરતા જ તમને તમારા સ્ક્રીન પર લીલા કલરનું ટ્પકુ દેખાશે એ પોકેજીમ છે ત્યાં તમારા પોકેમોનની લડાઈ બીજા પોકેમોન સાથે કરાવી શકો છો. જો તમે લડાઈ જીતો છો તો તમારો પોકેમોન વધુ શક્તિશાળી બની જશે. મોટે ભાગે શોપિંગ મોલ્સ અને પાર્કની આસપાસ તમને પોંકેજીમ મળી જશે

પોંકેસ્ટોપ

પોકેમોન ગો ગેઇમનું સેન્ટર આ પોંકેસ્ટોપ પ્લેસ છે. અહીંયા થી તમને પોકેમોન્સને આકર્ષિત કરવા માટેના મોડ્યુલ્સ મળશે. સામાન્ય રીતે તમારે આ મોડ્યુલ્સ ખરીદવા પડતા હોય છે પણ પોંકેસ્ટોપ પર થી એ તમને ફ્રીમાં મળી જશે. પોંકેસ્ટોપ થી તમને જે મોડ્યુલ્સ મળશે તેના દ્વારા તમે 30 મિનિટ સુધી પોકેમોનને આકર્ષિત કરી શકો છો. તમારે આખી ગેઇમ દરમ્યાન 150 પોકેમોન કલેક્ટ કરવાના છે. અલગ અલગ પોંકેસ્ટોપ થી મોડ્યુલ્સ દ્વારા તમે તે આસાની થી કરી શકો છો.

પોકેમોન ગો ટિપ્સ

પોકેમોન ગો માં સરળતા થી સફળ થવા માટે તમારે સતત હલન ચલન કરવું પડશે. ન્યુયોર્કમાં એક વ્યક્તિએ 2 અઠવાડિયામાં લગભગ દરરોજ 8 માઈલ જેટલું ચાલી આ ગેઇમમાં 142 પોકેમોન કેરેકટર્સ કલેક્ટ કરી લીધા છે. એટલે તમે જેટલું વધારે ફરશો એટલા વધુ કેરેક્ટર તમને મળતા રહેશે. શોપિંગ મોલ, પાર્ક, સ્કૂલ-કોલેજ, થીયેટર્સ, પેટ્રો-ગેસ સ્ટેશન્સ આ બધી જગ્યાઓ ભીડ વાળી હોય છે અને સૌથી વધુ પોકેમોન્સ તમને અહીંયા થી જ મળશે.

પોકેમોન ગો માં દરેક પોકેમોનની શક્તિ અને નબળાઈઓ અલગ અલગ હોય છે. જો તમારા પોકેમોનમાં પૂરતી શક્તિ ના હોય તો નબળા પોકેમોન સામે જ લડાઈ કરો નહીં તો તમારે પોકેમોન ગુમાવવાનો વારો આવી શકે છે. દિવસ-રાત્રી-વાતાવરણ પ્રમાણે પોકેમોનના રૂપ બદલાતા રહે છે એટલે જ્યારે પોંકેજીમ પર લડાઈ કરવા જાઓ ત્યારે એ બાબતે પણ ખાસ ધ્યાન આપવું.

પોકેમોનસ ને પકડવા માટે તમારે પોંકેબોલ્સનો ઉપયોગ કરવાનો હોય છે આ પોંકેબોલ્સ ને એન્ટી-ક્લોક સ્ટાઇલ થી થ્રો કરવાથી તમારું નિશાન અચૂક લાગી શકે છે.

અમેરિકી સમય મુજબ રાત્રીના સમયે પોંકેજીમમાં લડાઈ કરવાથી તમને વધુ ફાયદો થઇ શકે છે

જેમ-જેમ સમય વીતતો જશે તેમ તેમ અઢળક ટિપ્સ પણ અમે આપની સાથે શેર કરતા રહીશું. આ પોકેમોન ગો ટિપ્સ આપના મિત્રો સાથે શેર કરવાનું ચુકતા નહીં.


One thought on “કેવી રીતે બનશો પોકેમોન ગો માસ્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *