કોઈ પણ મોબાઈલ ખરીદતા પહેલા આ ૧૦ વસ્તુ અચૂક ચેક કરશો

By | April 16, 2016

things-to-check-before-buying-mobile-phones

આજકાલ દરરોજ નવા નવા મોબાઈલ લોન્ચ થઇ રહ્યા છે અને જો ધ્યાન ના રાખીએ તો મોબાઈલ લઇ લીધા પછી અફસોસ થાય અને એવું લાગે કે કાશ થોડી રાહ જોઈ હોત અથવા તો પહેલા ગુગલ કર્યું હોત તો મને પણ સારો મોબાઈલ મળી જતો પણ ફિકર નોટ આજે અમે અહી આપને એવી ૧૦ વસ્તુઓની યાદી આપશું જે તમારે કોઈ પણ મોબાઈલ ખરીદતા પહેલા ચેક કરશો તો તમારે પાછળથી અફસોસ નહિ કરવો પડે.

૧) મોબાઈલનો પ્રકાર જાણો

આપણે સહુ જાણીએ છીએ તેમ મોબાઈલ પણ અલગ અલગ પ્રકારના આવે છે. સંપૂર્ણ ટચ, ટચ અને ટાઈપ, કેન્ડી બાર, સ્લાઇડર, ફ્લીપ અને સ્લાઇડર આટલા પ્રકારના ફોન આવે છે. આમાં થી તમારે કયો ફોન લેવો છે તે નક્કી કરી લો.. આજકાલ નોટ સીરીઝ અને તેમાં પણ સંપૂર્ણ ટચ સ્ક્રીન ફોનની જ ડીમાંડ છે. જોકે વીતેલા જમાનાના તથા સીનીયર સીટીઝન આજે પણ સાવ સિમ્પલ ફોન વધારે પસંદ કરે છે.

૨) બેટરી લાઈફ

આપણને બધાને મોબાઈલ ફોન કરતા પણ વધુ ચિંતા તેની બેટરી ની થતી હોય છે. અલગ અલગ ફોનમાં અલગ અલગ Mh ની બેટરી આવતી હોય છે. જો તમે સાવ સિમ્પલ ફોન ખરીદો છો તો તમને ૮૦૦ થી 1000Mh ની બેટરી મળશે. જેમ જેમ મોંઘો ફોન લેશો તેમ તેમ તમારા ફોનની બેટરીની કેપેસીટી વધતી જશે. જોકે જેમ જેમ બેટરીની કેપેસીટી વધે છે તેમ તેમ જ ફોનના ફીચર પણ આધુનિક થતા બેટરી નો વપરાશ પણ વધતો જતો હોય છે.

૩) કેમેરા ક્વોલીટી

મોબાઈલ ફોનનું જો કોઈ એક ફીચર સૌથી વધુ વપરાતું હોય તો તે છે તેનો કેમેરા. વીજીએ હોય કે ૩ મેગાપિક્ષલ હર પલ હર ઘડી આપણે સહુ મોબાઈલ કેમેરાનો સૌથી વધુ ઉપયોગ કરતા હોઈએ છીએ. જો તમને પણ ફોટોગ્રાફી નો શોખ હોય તો બેધડક થોડું બજેટ વધારી અને ઘણી સુંદર તસ્વીરો તમે તમારા મોબિલ વડે ક્લિક કરી શકો છો. હંમેશા કેમેરા માટે જોતી વખતે ખાસ ધ્યાન રાખવું કે DUAL TONE LED FLASH છે કે પછી નોર્મલ LED FLASH છે.

૪) કનેક્ટીવીટી

હવે એ જમાનો ગયો જયારે કનેક્ટીવીટી એટલે માત્ર મોબાઈલ ના નેટવર્કની વાતો થતી હતી. હવે કનેક્ટીવીટી એટલે GPRS- મોબાઈલ ઇન્ટરનેટ, GPS- નેવિગેશન સર્વિસ તથા WiFi અને બ્લ્યુટુથ ની કનેક્ટીવીટી. GPRS માં પણ 2G તો આઉટડેટેડ ગણાય છે, ભારતમાં 3G સામાન્ય થઇ ગયું છે અને 4G પાપા પગલી ભરતું થઇ ચુક્યું છે. એટલે હંમેશા મોબાઈલ ખરીદતા પહેલા તેમાં કઈ કઈ સર્વિસીસ છે તે પણ ખાસ ચેક કરવું જોઈએ.

૫) મેમરી અથવા સ્ટોરેજ

મોટા ભાગે આપણે સહુ અહિયાં જ ભૂલ કરતા હોઈએ છીએ. દરેક ફોનમાં ૩ અલગ અલગ પ્રકારની મેમરી આવે છે. ૧) RAM મોટે ભાગે 1GB કે 2GB આવતી હોય છે. ૨) ઇન્ટરનલ સ્ટોરેજ. મોટા ભાગે આ 8GB, 16GB કે પછી 32GB ના વિકલ્પ સાથે આવે છે. આ પ્રકારની મેમેરી ફિક્સ મેમરી છે. અહિયાં તમે કશું ઉમેરી નથી શકતા. જો તમે એપલ આઈફોન યુઝ કરો છો તો તમારી ફીક્ષ મેમરી માંથી 2 GB જેટલી જગ્યા તેની ઓપરેટીંગ સીસ્ટમ માટે વપરાઈ જશે. આ જ રીતે જો તમે એન્ડ્રોઇડ ઓપરેટીંગ સીસ્ટમ વાળો ફોન યુઝ કરો છો તમારી 4GB જેટલી જગ્યા ઓપરેટીંગ સીસ્ટમ તથા ઇનબિલ્ટ એપ્સ માટે વપરાઈ જશે. ૩) એક્ષ્ટર્નલ સ્ટોરેજ ૩૨ જીબી / ૬૪ જીબી / ૧૨૮ જીબી ના આવે છે અને એ તમે જાતે જ રિપ્લેસ કરી શકો છો.

૬) ડિસ્પ્લે

હવે મોટે ભાગના ફોનમાં AMOLED અથવા to HD ડિસ્પ્લે આવતો થઇ ગયો છે. મોબાઈલ લેતી વખતે ડિસ્પ્લેમાં તમારે ખાસ ગોરિલા ગ્લાસ છે કે કેમ તથા ફોનનો ડિસ્પ્લે Waterproof / Water Resistant  છે કે કેમ તે ખાસ ચેક કરવું જોઈએ. ફોનમાં ગોરિલા ગ્લાસ તમને ડિસ્પ્લે માં એક્સ્ટ્રા પ્રોટેક્શન આપે છે.

૭) સાઉન્ડ ક્વોલીટી

સામાન્ય રીતે આ વસ્તુ એવી છે કે જેમાં મોટે ભાગે આપણે એટલું ધ્યાન આપતા નથી. હા જો તમને લાઉડ વોઈસ ગમે છે તો Made In China ફોન તમારા માટે પરફેક્ટ છે. જોકે Sony, Samsung, Apple, HTC ના ફોન્સ સાઉન્ડ ક્વોલીટી બાબતે બેસ્ટ છે.

૮) ફોનની ગેરંટી/વોરંટી

જયારે પણ ફોન ખરીદો ત્યારે તેની ગેરેંટી-વોરંટી વિષે ખાસ તકેદારી રાખવી. ફોન સાથે આવી એસેસરીઝ માટે પણ ૬ મહિના ની વોરંટી હોય છે તો તે બાબતે પણ ચોકસાઈ રાખવી જરૂરી છે. આ સિવાય જયારે પણ કોઈ પણ કંપનીનો ફોન ખરીદો ત્યારે તેના સર્વિસ સેન્ટર વિષે પુરતી માહિતી હોવી જરૂરી છે.

૯) વોટરપ્રૂફ/વોટર રેઝીસટન્ટ અને ડસ્ટ પ્રૂફ/રેઝીસટન્ટ

આપણને સહુને અહિયાં પણ ઘણી કન્ફયુઝન થતી હોય છે. વોટરપ્રૂફ એટલે તમે એને પાણીમાં પલાળો તો પણ કશું ના થાય અને વોટર રેઝીસટન્ટ એટલે અમુક ઊંડાઈ સુધી અને અમુક સમય સુધી ફોન પર પાણી રહી તો કશું ના થાય પણ જો એ વધુ સમય રહે તો ચોક્કસપણે ફોનને નુકશાન પહોંચાડી શકે છે. આવું જ ડસ્ટનું પણ છે.

૧૦) ફોન સાથે મળતી એક્સેસરીસ

ફોન સાથે તમને શું શું મળશે તેના વિષે પણ પુરતી જાણકારી હોવી ખુબ જ જરૂરી છે. માઈક્રોસોફ્ટ બધા ફોન સાથે હેન્ડ્સફ્રી અને યુએસબી કેબલ નથી આપતું તથા MI અને સેમસંગના અમુક ફોન્સ માં પણ તમને યુએસબી કેબલ નથી મળતો. જયારે જયારે પણ તમને એવું લાગે કે તમારા ફોન સાથે શું આવશે એ નથી ખબર પડી રહી તો તે સમયે તમે YouTube પર તમે Unboxing વિડીઓ જોઈ અને પુરતી maahiti medvi શકો છો.

બસ તો આ માહિતી પણ આપના મિત્રો સાથે શેર કરવાનું ચુકતા નહિ


One thought on “કોઈ પણ મોબાઈલ ખરીદતા પહેલા આ ૧૦ વસ્તુ અચૂક ચેક કરશો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *