ગેજેટ્સની ઓનલાઈન શોપિંગ વખતે શું ધ્યાન રાખવું જોઈએ?

By | March 10, 2016

online-shopping-buy-sell-safety-tips

આજકાલ ઈન્ટરનેટ અથવા તો ઓનલાઈન શોપિંગ નો ક્રેઝ સતત વધી રહ્યો છે. મોંઘા મોબાઈલ ફોન થી માથાના શેમ્પુ સુધીની બધી જ વસ્તુઓ અલગ અલગ વેબસાઈટ્સ પર અઢળક અને ખુબ જ લલચાવનારા ડીસકાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. આપણે બધા ખુબ જ સાવધાની પૂર્વ જ ઓનલાઈન શોપિંગ કરીએ છીએ પણ તેમ છતાં ઘણી વખત ઉતાવળમાં થાપ ખાઈ જતા હોઈએ છીએ અને એ પછી ખુબ જ પસ્તાવો પણ થાય છે. એ પસ્તાવો ના થાય એ માટે કેટલાક સાવચેતીના પગલા અમે આપને સુચવીશું.

૧) ગેરેંટી-વોરંટી વિષે પૂરી ખાતરી કરો

ઓનલાઈન શોપિંગ જાયન્ટ્સ જ્યાર થી મોટા મોટા સેલમાં રીટેઈલર કરતા પણ સસ્તી કિંમતે ગેજેટ્સ આપવા માંડ્યા છે ત્યારથી મોટા ભાગની કંપનીઓએ તેમને વોરંટી-ગેરેંટી કન્ડીશન્સ બદલાવી નાખી છે. જે-તે સમયે ઈન્ટરનેટ પર થી લલચાવનારા ડીસકાઉન્ટ જોતા જ આપણે કંટ્રોલ નથી કરી શકતા અને ગેજેટ વોરંટી-ગેરેંટી વગર ખરીદી લઈએ છીએ અને પછી પસ્તાવું પડે છે માટે હંમેશ ઓનલાઈન શોપિંગ વખતે વોરંટી-ગેરેંટી બાબતે ખાસ ધ્યાન આપવું જોઈએ.

૨) તમારું ગેજેટ વોટરપ્રૂફ છે કે વોટર રેઝીસ્ટ્નટ

આજકાલ મોટાભાગના સ્માર્ટફોન ડસ્ટ પ્રૂફ અને વોટર રેઝીસ્ટ્નટ આવવા લાગ્યા છે તેમ છતાં ઓનલાઈન શોપિંગ કરતી વખતે આપણે થાપ ખાઈ જઈએ છે કે આપણું ગેજેટ વોટરપ્રૂફ છે કે વોટર રેઝીસ્ટ્નટ. આ બંને વચ્ચે નો ભેદ માત્ર એટલો છે કે વોટર પ્રૂફ હોવું એટલે જો અમુક ઊંડાઈ તથા અમુક સમય સુધી તમારું ગેજેટ પાણી માં રહે તો તેને કશો ય પ્રોબ્લેમ નહિ આવે જયારે વોટર રેઝીસ્ટ્નટ એટલે જો ભૂલે ચુકે પણ તમારું ગેજેટ પાણીમાં પડે અથવા તેને પાણી ઉડે તો તરત જ તેને બહાર કાઢીને સાફ કરી લો અને તમારું ગેજેટ સુરક્ષિત હશે.

૩) પેય્મેન્ટ ગેટ વે

ઓનલાઈન શોપિંગ વખતે હંમેશા સૌથી વધુ મૂંઝવતો પ્રશ્નએ પેય્મેન્ટ નો છે. પહેલા જ પૈસા આપી દેવા કે કેશ ઓન ડીલેવરી નો વિકલ્પ નક્કી કરવો. શક્ય હોય ત્યાં સુધી હું કેશ ઓન ડીલેવરી ઓપ્શન વધુ પસંદ કરીશ જેથી કરીને તમે મંગાવેલ વસ્તુ કે મોંઘુ ગેજેટ વ્યવસ્થિત રીતે તથા તમને મંગાવ્યું હોય એ જ ગેજેટ તમને મળે તેની ખાતરી રહે તેમ છતાં જો તમારે ઓનલાઈન પે કરવું પડે તેવું હોય તો Billdesk ના પેમેન્ટ ગેટવે નો ઉપયોગ કરવો વધારે સુરક્ષિત છે. ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે ખાસ તો પેમેન્ટ અથવા તો ટ્રાન્ઝેક્શન આઈડી નોંધી લેવું જેથી જો પેમેન્ટ ફેઈલ થઇ જાય અથવા તો વેબસાઈટ પેમેન્ટ રીલેટેડ કોઈ પણ બાબતે આનાકાની કરે તો તમે તરત જ તે આઈડી આપી અને સામે જવાબ આપી શકો(વધુ સિક્યોરીટી માટે સ્ક્રીનશોટ પણ લઇ રાખવો, Just to be on safe side)

4) ગેજેટ્સની સાથે શું શું આવશે

હકીકતે આમ જુઓ તો આ મુદ્દો આપણે બહુ ભાગ્યે જ ધ્યાન થી જોતા હોઈએ છીએ અને પછી જયારે આપણી વસ્તુ આપણા પાસે આવે એટલે ખૂટતા એક કેબલ કે પ્લગ માટે આખું ઘર માથે લેતા હોઈએ છીએ. કોઈ પણ વેબસાઈટ પરથી ખરીદી કરો હંમેશા Inside The box વાળો ઓપ્શન જરૂર ચેક કરો જેથી તમને ખાતરી રહે કે તમે જે વસ્તુ મંગાવી રહ્યા છો તેની સાથેની સપોર્ટેડ વસ્તુઓ પણ તમને મળશે.

૫) અસલી-નકલી નો ભેદ ઓળખો

ઘણા લોકો આ ભેદભાવ સમજતા જ નથી અને ફટાફટ વસ્તુ ઓર્ડર કરી દે અને છેલ્લે જયરે ગેજેટ ડીલીવર થાય ત્યારે ખબર પડે કે તેમને ભલે ઓરીજીનલ કરતા ઓછી કિંમત ચૂકવી છે પણ ગેજેટ તેમને ડુપ્લીકેટ મળ્યું છે અને પછી પસ્તાવાનું શરુ એટલે હંમેશા અહિયાં ખાસ ધ્યાન આપવું. ઘણી વેબસાઈટ પર તમને લેટેસ્ટ એપલ આઈફોન સાવ નજીવી કિંમત માં મળતો હોય તેવું લખ્યું હોય છે અને એમાં પણ શીપીંગ ફ્રી એટલે કોઈ ને પણ એક વખત તો લાલચ થાય જ પણ જો તમે સામાન્ય જ્ઞાન લગાવો તો ખબર પડી જાય કે જે ફોન સામાન્ય રીતે ૪૫૦૦૦ થી ૫૦૦૦૦ માં વહેંચાતો હોય એ કોઈ વેબસાઈટ પર સાવ સામાન્ય કિંમત માં કેમ આવ્યો હશે कुछ तो गड़बड़ है दया અને એ ગડબડ સાવ સામાન્ય છે એ ગડબડ એટલે તમને આપવામાં આવેલો ફોન એ ફર્સ્ટ કોપી અથવા તો ડુપ્લીકેટ છે.

કોઈ પણ ગેજેટ કે વસ્તુની ઓનલાઈન ખરીદી કરતી વખતે જો ઉપરોક્ત મુદ્દાઓનું ધ્યાન રાખશો તો અમે ચોક્કસપણે કહી શકીએ કે તમારે પસ્તાવું નહિ પડે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *