આમ તો મોબાઈલ અને કમ્પ્યુટરની શોધ આપણો સમય બચાવવા માટે થઇ હતી અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે જો આપણે આ બંને પાસે થી દુર થઈએ તો બીજી વસ્તુઓ માટે વધુ સમય મળે. જોકે આ મામલો સિક્કા ની બે બાજુ જેવો છે. અમુક લોકો માટે આ માત્ર ટાઇમપાસ હોય છે જયારે કેટલાક આનો વ્યવસાયિક ઉપયોગ પણ કરી જાણે છે. આજે અમે આપને ટોપ ૫ સોશિયલ નેટવર્કિંગ એપ્લીકેશ્ન્સ તથા તેમના ફાયદા-ગેરફાયદા વિષે જણાવશું.
૧) ફેસબુક
હવે ફેસબુક વિષે કશું લખવું એટલે કદાચ સૂર્ય સામે દીવો કરી અને એનું અજવાળું ફેલાવવું એના જેવું કામ છે. ફેસબુક પર પ્રોફાઈલ બનાવવી બહુ ઇઝી અને સિમ્પલ પ્રોસીજર છે. WWW.FACEBOOK.COM પર જઈને તમે તમારી પ્રોફાઈલ બનાવી શકો છો. ત્યાર બાદ અલગ અલગ મિત્રોને ફ્રેન્ડ લીસ્ટમાં ઉમેરી તમારા ફોટોગ્રાફ્સ, વિડીયોસ તથા સ્ટેટ્સ અપડેટ્સ તેમના સાથે શેર કરી શકો છો. ફેસબુકમાં તમે વધુમાંવધુ ૫૦૦૦ મિત્રો એડ કરી શકો છો. એક વખત ૫૦૦૦ મિત્રો સુધી પહોંચ્યા બાદ તમે અલગ પ્રોફાઈલ અથવા તો પેઈજ બનાવી શકો છો. આજકાલ ઘણા સેલેબ્રીટી તથા મોટી મોટી કંપનીઓ તેમની આવનારી પ્રોડક્ટ્સ વિષે પણ ફેસબુક પર જાહેરાત કરતી થઇ ગઈ છે. એપલ,એન્ડ્રોઇડ, માઈક્રોસોફ્ટ તથા બ્લેકબેરી તમામ ઓપરેટીંગ સીસ્ટમ પર ફેસબુક ની એપ્લીકેશન હાજર છે. ફેસબુકનો એક માત્ર ડ્રો બેક કહી શકાય તો તે તેનું મેસેન્જર છે. મેસેન્જરના ઉપયોગ માટે તમારે ફરજીયાત ફેસબુક મેસેન્જર એપ્લીકેશન પણ ડાઉનલોડ કરવી પડશે.
૨) ઇન્સ્ટાગ્રામ
છોકરીઓની મોસ્ટ ફેવરીટ એપ્લીકેશન તરીકે ઇન્સ્ટાગ્રામ બરાબર ફીટ બેસે છે. ઇન્સ્ટાગ્રામ માં તમારે ફેસબુક ની જેમ જ પ્રોફાઈલ બનાવવી પડશે પણ જેમ ફેસબુકમાં તમે જેટલી ડીટેઇલ માં લાખો છો તેટલું નહિ અહિયાં માત્ર શોર્ટકટમાં પતાવી દેવું પડશે. ઇન્સ્ટાગ્રામ મૂળ માત્ર અને માત્ર ફોટો શેરીંગ એપ્લીકેશન છે, એટલે તમે ફોટોગ્રાફ્સ અપલોડ કરી તમારા મિત્રો અથવા અહિયાં ફોલોવર સાથે શેર કરી શકો છો. ઇન્સ્ટાગ્રામમાં તમે મિત્રો ને એડ નહિ પણ ફોલો કરી શકશો અને એમના પિક્ચર્સ પર લાઇક અથવા કમેન્ટ કરી શકશો. અહિયાં તમને દર અઠવાડિયે નવી અપડેટમાં નવા નવા ફિલ્ટર મળતા રહેશે એટલે તમારે ડાયરેક્ટ ફિલ્ટર એડ કરી અને ફોટો અપલોડ કરી દેવાનો. નવી અપડેટ મુજબ હવે તમે અહિયાં તમને ફોલો કરતા લોકો સાથે ચેટ પણ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ ની પણ એકમાત્ર કમી વિષે વાત કરીએ તો તેમાં માત્ર રીશેરીંગ નો ઓપ્શન હાજર નથી. Repost કે પછી Regram નામ ની થર્ડ પાર્ટી એપ્લીકેશન દ્વારા જ તમે અન્ય કોઈ સેલેબ્રીટી કે વ્યક્તિનો ફોટો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
૩) લીન્ક્ડીન
આમ તો લીન્ક્ડીન એ હકીકતે પ્રોફેશનલસ માટે ની નેટવર્કિંગ એપ્લીકેશન અથવા તો વેબસાઈટ છે. અહિયાં તમે તમારી પ્રોફાઈલ બનાવીને તમારી પ્રોફેશનલ એક્ટીવીટી વિષે લોકોને માહિતી આપી શકો છો તથા જો તમે જોબ ચેન્જ કરવાનું વિચારી રહ્યા હોય તો અહિયાં તમે જોબ પણ શોધી શકો છો. લીન્ક્ડીન માં પણ તમારે લોકોને ઇન્વીટેશન મોકલી પોતાના નેટવર્ક માં એડ કરવાના રહે છે. આ સિવાય લીન્ક્ડીન ની વધુ એક ખૂબી એ છે કે તમારા મિત્રો અથવા સહકર્મચારીઓ પોતે તમારી સાથે તેમનો કામ કરવાનો અનુભવ કેવો રહ્યો તથા તમારા કામ અથવા તો જોબ રોલમાં તમારી ખૂબીઓ શું છે તે જાતે જ લખી શકે છે.
૪) ટ્વીટર
૧૪૦ શબ્દોમાં જ્યાં ધમાલ થાય એ છે ટ્વીટર. આમ તો સેલેબ્રીટી લોકોનો પ્રથમ પ્રેમ કહી શકાય કેમ કે અહિયાં માત્ર ૧૪૦ શબ્દોમાં તેઓ ઘણું કહી શકે છે તથા અનલીમીટેડ લોકો તેમને ફોલો કરી શકે છે. અન્ય સોશિયલ સાઈટ્સની જેમ જ તમે અહિયાં પ્રોફાઈલ બનાવી તમારા વિચારો રજુ કરી શકો છો. અહિયાં પણ તમે લોકોને તથા લોકો તમને ફોલો કરી શકશે. અહિયાં તમને કોઈની ટ્વિટ ગમે તો તમે તેને ફેવરેટ તથા રી-ટ્વિટ કરી શકો છો. સાચા હેશટેગ નો ઉપયોગ કરીને વ્યવસાયિક રીતે પણ તમે ટ્વીટર નો ફાયદો લઇ શકો છો. ટ્વીટર ચાલુ કરતા જ તમને કરંટ ટ્રેન્ડસ અથવા ટ્રેન્ડીંગ ઇન ઇન્ડિયા/વર્લ્ડ નો ઓપ્શન મળશે. આ ટ્રેન્ડ એટલે જે-ટે સમયે ચાલી રહેલા સુપર હોટ ટોપિક્સ. ધારો કે અત્યારે #Netyatra આ ટોપિક ટ્રેન્ડ થઇ રહ્યો છે તો તમે તમારા વિચારો લખી છેલ્લે #Netyatra હેશટેગનો ઉપયોગ કરશો એટલે એ હેશટેગ નો ઉપયોગ કરતા લોકોને તમારી ટ્વિટ દેખાઈ જશે. અહિયાં માત્ર એક જ મુશ્કેલી છે કે તમારે તમારા વિચારોને માત્ર ૧૪૦ શબ્દોમાં જ સમેટવા પડે છે.
૫) સ્નેપચેટ
આજકાલ સ્નેપચેટ નામની એપ્લીકેશન પણ લોકોમાં પોપ્યુલર થઇ રહી છે. સ્નેપચેટ નો ઉપયોગ તમે માત્ર અને માત્ર તમારા મોબાઈલ પર જ કરી શકશો. અહિયાં પણ તમારે માત્ર તમારી પ્રોફાઈલ ક્રિએટ કરવાની છે અને એ પછી તમારા મિત્રોને તમે અહિયાં તેમના યુઝર આઈડી અથવા તો સ્નેપ કોડ દ્વારા એડ કરી શકો છો. હવે અહિયાં કરવાનું શું એના વિષે વાત કરીએ તો અહિયાં તમારે તમારા મોબાઈલના કેમેરા દ્વારા ફોટોગ્રાફ તથા વિડીયો રેકોર્ડ કરીને મુકવાના હોય છે. અહિયાં પણ ટ્વીટરની જેમ ટાઇમ લીમીટ હોય છે જે છે ૧૦ સેકન્ડ. વિડીયો શૂટ કરો કે ફોટો ક્લિક કરો તે માત્ર ૧૦ સેકન્ડ પુરતો જ તમારા મિત્રોને જોવા મળશે. હા તમારા પ્રોફાઈલ પર એ ૨૪ કલાક સુધી હોય છે પણ એક વખત માં માત્ર ૧૦ જ સેકન્ડ જોવા મળશે. તમે ફોટો અથવા વિડીયો પર ફિલ્ટર એડ કરી શકો છો તથા અલગ અલગ કેપ્શન પણ આપી શકો છો.
બસ તો આ હતી ટોપ ૫ મોસ્ટ પોપ્યુલર સોશિઅલ નેટવર્કિંગ એપ્લીકેશન્સ.. જોડાઈ જાવો અને કરો ધમ્માલ.
Wow nice
WWah gud
Nice..