જાણો ! પોકેમોન ગો શું છે

By | July 24, 2016

what_is_pokemon_go-min

છેલ્લા દસેક દિવસ થી દુનિયાભરને પોકેમોન ગોએ પોતાનું ઘેલું લગાડ્યું છે. જ્યાં જુઓ ત્યાં લોકો મોબાઈલ પર પોકેમોન ગો રમતા નજરે પડે છે. કેનેડામાં તો એક વ્યક્તિએ આ ગેમને પૂરતો સમય આપી શકે એ માટે પોતાની જોબ સુદ્ધા છોડી દીધી છે. ઘણા બધા લોકોના મનમાં આ સવાલ છે કે આ પોકેમોન ગો એ કઈ બલા છે અને એ કઈ રીતે રમી શકાય. આજે અમે આપને પોકેમોન ગો વિશે જણાવશું.

પોકેમોન ગો એ જાપાની કંપની નીઆન્ટીકે બનાવી છે અને મજ્જાની વાત એ છે કે ગેઇમ લોકોમાં પોપ્યુલર બનતા જ કંપનીના શેરમાં ભયંકર ઉછાળો નોંધાયો છે. સૌથી પહેલા એક વાત કે આ ગેઇમ હજુ સત્તાવાર રીતે ભારતમાં લોન્ચ નથી થઇ પરંતુ એન્ડ્રોઇડ યુઝર્સ માટે તેની APK File લીક/લોન્ચ કરી દેવાઈ છે, જે ઓરીજીનલ કે લાઇસન્સ વર્ઝન નથી.

પોકેમોન ગો એ એક રિયાલિટી બેઇઝ મોબાઈલ ગેઇમ છે. જેમાં તમારે તમારા મોબાઈલ કેમેરા અને જીપીએસનો ઉપયોગ કરવાનો હોય છે. ગેઇમ ઇન્સ્ટોલ કરશો એટલે તરત જ તમને કેમેરા અને જીપીએસના ઍક્સેસ માટે પૂછવામાં આવશે. આ ઍક્સેસ આપતા જ તમારી સ્ક્રીન પર એક પોકેમોન માસ્ટર આવી જશે અને બસ તમારી ગેઇમ શરૂ થઇ જશે. તમારે ગેઇમ ચાલુ રાખી બહાર રસ્તા પર ચાલવાનું છે તમને મોબાઈલ સ્ક્રીન પર પોકેમોન એલર્ટ આવે કે તે સાથે જ તમારે તે પોકેમોનને પકડી લેવાનું છે. બસ આ ગેઇમની એક માત્ર શર્ત એ છે કે તમે આ ગેઇમ કોઈ એક જગ્યા એ બેઠા બેઠા નહીં રમી શકો, પોકેમોન પકડવા તમારે સતત ફરવું પડશે. ગેઇમ ચાલુ કરતા જ તમને પહેલો પોકેમોન બહુ સરળતા થી મળી જશે પણ એ પછીના પોકેમોન માટે તમારે સારું એવું વોકિંગ કરવું પડશે.

બસ અહીંયા પોકેમોન પકડી લેવા થી ગેઇમ પુરી નથી થઇ જતી આગળ વધતા જ તમને સામે બીજા કોઈ યુઝરનું પોકેમોન મળે તો એ બંને પોકેમોન વચ્ચે લડાઈ પણ કરાવી શકો છો. વાતાવરણ, સ્થળ, દેશ અને શહેર ની જેમ પોકેમોનના પણ સ્વરૂપ અને પાવર્સ બદલાતા-વધતા-ઘટતા રહે છે. આ સિવાય તમને ગેઇમની અંદર જ અલગ અલગ ઓપશન મળે છે જેમાં તમે પોકેમોનને અલગ અલગ અવતાર માં રજુ કરી શકો છો. પોકેમોન જિમ માં તમે તમારા પોકેમોનને અલગ અલગ પાવર્સ પણ અપાવી શકો છો અલબત્ત એના માટે અલગ પોઈન્ટ્સની કુરબાની આપવી પડશે

બસ તો આ તો વાત થઇ પોકેમોન ગો વિશે બહુ જલ્દી આ ગેઇમના માસ્ટર કેમ બનવું એ પણ અમે તમને શીખવાડીશું. આ આર્ટિકલ આપના મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહીં


5 thoughts on “જાણો ! પોકેમોન ગો શું છે

 1. Pingback: કેવી રીતે બનશો પોકેમોન ગો માસ્ટર | Netyatra - Tips and Tricks in Gujarati

 2. SANJAY H. THORAT

  can I use this detail for my article ? for publishing in local newspaper.

  Reply
  1. admin

   Sanjaybhai, you can but please give credit to Yash for writing and Netyatra Application for publishing

   Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *