વર્ષો પહેલા એક દિવસ સ્ટીવ જોબ્સે પોતાના ખિસ્સા માંથી ૧ નાનકડું રમકડું કાઢ્યું હતું અને કહ્યું હતું It’s an iPod..10000 songs in your pocket !!! સ્ટીવ જોબ્સ જેવી તો નહિ પણ તેની હરોળમાં મૂકી શકાય તેવી જ જાહેરાત ભારતની રીન્ગીંગ બેલ્સ નામની કંપની કરી અને કહ્યું કે આધુનિક ટેકનોલોજી વાળો ફોન માત્ર ૨૫૧ રૂપિયામાં અમે આપશું. આ સાથે જ વિશ્વભરના મીડિયામાં કંપની છવાઈ ગઈ અને પહેલા જ કલાકમાં અધધધ હિટ્સ મળી હતી અને કંપનીનું સર્વર જામ થઇ ગયું હતું. જોકે આખા દિવસ દરમ્યાન ઘણા લોકો બુકિંગ કરવામાં સફળ રહ્યા છે પણ હવે તેની ડીલેવરી ક્યારે આવે તેની રાહ જોવાઈ છે.
તેના સ્પેસીફીકેશન પર નજર નાખતા જ એવુ લાગે કે આ ફોનની સાવ પડતર કિંમત ૪૦૦૦ રૂપિયા તો હશે જ તો પછી કંપનીને આટલા સસ્તામાં આ ફોન દેવાનું કેમ પોસાયું હશે. જયારે આ બાબતે કંપનીને સીઈઓને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે હા અમને મેઇક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજનાઓને લીધે અમને ભારે છુટ મળે છે અને અમને આટલી ઓછી કિંમતમાં આપવું પોસાય છે.
આ મામલે જયારે મીડિયાએ વધુ તપાસ કરી તો એવા તથ્યો આવ્યા કે રીન્ગીંગ બેલ્સ કંપનીએ નવી દિલ્હીના કીર્તિનગર માંથી ૩૬૦૦ રૂપિયાના ભાવે ખરીદ્યા છે. પરંતુ મેઇક ઇન ઇન્ડિયા યોજના હેઠળ તેમણે ૧૩.૫ ટકા જેટલી ભારી છુટ મળી છે અને જે હિસાબ થી કંપનીને ઓર્ડર મળ્યો છે તે જોતા કંપનીને હજુ પ્રોડકશન કોસ્ટ થોડી નીચે જાય તેવી આશા છે.
જોકે આ મામલે ટેલીકોમ એસોસિયેશનના પ્રમુખનું કેહવું છે કે કંપનીને ગમ્મે તેટલો મોટો ઓર્ડર કેમ ના મળે પણ પ્રોડક્શન કોસ્ટ ૨૨૦૦ રૂપિયા થી નીચે જાય તે શક્ય જ નથી. જોકે તમામ હો-હલ્લા બાદ હાલમાં જે જે લોકોએ કંપનીને ફોન પેટે એડવાન્સ પૈસા આપ્યા છે તે તમામને કંપની પૈસા પાછા આપી રહી છે અને કહી રહી છે કે તમે કેશ ઓન ડીલેવરી ઓપ્શન સિલેક્ટ કરી લો અને જયારે ફોનની ડીલેવરી તમને મળે ત્યારે રોકડા રૂપિયા આપજો. લોન્ચ થયાના પ્રથમ જ દિવસે કંપનીને ભારે ઓર્ડર મળતા જ કંપનીએ ડીલેવરી માટે ૪ મહિના જેટલો સમય માંગ્યો છે અને હવે ધીરે ધીરે કંપની લોકોના પૈસા પરત કરી રહી છે.
ફ્રીડમ ૨૫૧ મોબાઈલના હાર્ડવેર વિષે વાત કરીએ તો તેમાં ખાસ કશું એવું નથી કે જેના માટે તે ફોન લેવો જ જોઈએ. અત્યારે તો જો તમે કેશ ઓન ડીલેવરીઓપ્શન સિલેક્ટ કર્યો હોય તો ટૂંક સમય માં જ તમને તેની ડીલેવરી મળશે.
બાકી હાલ પુરતું આ ફોનનું ભવિષ્ય લાફો મારીને ગાલ લાલ રાખવા જેવું છે.
nice
Good fon