જાણો : શું છે આ એન્ડ્રોઇડ માર્શ્મેલોવ અપડેટ

By | March 10, 2016

android-6-0marshmallow-teaser-w782

મને ખબર છે કે હજુ ઘણા મોબાઈલ યુઝર્સ એન્ડ્રોઇડ લોલીપોપ માં જ કામ ચલાવી રહ્યા છે પણ સમય ની સાથે ચાલવું જરૂરી છે અને ટેકનોલોજીના મામલે તો દુનિયા દરરોજ હરણફાળ લગાવી રહી છે. આપણે અહિયાં માર્શ્મેલોવ વિષે વાતો કરી રહ્યા છીએ અને બીજી બાજુ ગુગલ વધુ એક ઓપરેટીંગ સીસ્ટમ લોન્ચ કરવા માટે સજ્જ થઇ ચુક્યું છે. અહિયાં આપણે માર્શ્મેલોવ નું પોસ્ટમોર્ટમ નહિ કરીએ પણ માત્ર તેના વિષે ટુંકાણમાં થોડી વાતો કરશું.

ડીઝાઇન

ગુગલે માર્શ્મેલોવની ડીઝાઇન પર ખરેખર ખુબ જ સરસ કામ કર્યું છે. અત્યાર સુધી તમે સેટીન્ગ્સ માંથી બેટરી કે ડાટા યુઝેજનો શોર્ટકટ તેના બોરિંગ આઇકોન સાથે મુક્ત હતા પણ હવે તમને જે-તે શોર્ટકટ મુકશો તેનો જ આઇકોન પણ મળે તેવી સીસ્ટમ ગોઠવાઈ છે. મેઈન મેન્યુ અથવા તો એપ્સના મેન્યુ ની વાત કરીએ તો હવે તમારે પેઈજને હોરીઝોન્ટલી નહિ પણ વર્ટીકલી મુવ કરવા પડશે. HTC યુઝર્સને આ વસ્તુ ખરેખર ખુબ જ કોમન લાગશે.

લોક્સ્ક્રીન

લોક્સ્ક્રીનમાં પણ હવે તમને બોટમ કોર્નર ઉપર ડાયલર ની જગ્યા પર વોઈસ સર્ચ નો ઓપ્શન જોવા મળશે અને એના બિલકુલ સામે કેમેરાનો શોર્ટકટ પણ જોવા મળશે. લોકસ્ક્રીન પર જ હવે વોઈસ સર્ચ નો આઇકોન એપલને સીધી ટક્કર આપવાનું સૂચવે છે. લોક સ્ક્રીન થી જો વોઈસ સર્ચ એક્ટીવેટ કરો તો એના પણ વાઘા બદલાઈ ચુક્યા છે અને હવે ૪ કલરના ડોટ્સ જોવા મળશે અને હા તે હવે તમે જે સ્પીડમાં બોલ્યા છો તે રીતે સ્ક્રીન પર ફ્લોટ કરશે. અત્યાર સુધી નાના બાળકોને બીવડાવવા આપણે ભયાનક વોલપેપર રાખતા હતા પણ હવે લોકસ્ક્રીન પર જ તમે મેસેજ પણ મૂકી શકો છો કે “The Phone is in Charge Please don’t play the game” વગેરે વગેરે (wink)

મેમરી મેનેજર અને બેટરી ઓપ્ટીમાઈઝર

એન્ડ્રોઇડ યુઝર્સ ની વર્ષો જૂની ફરિયાદ આ વખતે ગુગલે સાંભળી છે અને હવે ડાયરેક્ટ મેમરી મેનેજર જ આપી દીધું છે  જેથી તમે કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લીકેશન વગર જ કેટલી મેમરી ક્યાં ક્યાં યુઝ થઇ છે તે જોઈ શકશો. આ સિવાય બેટરી ઓપ્ટીમાઈઝર વડે તે પણ ચેક કરી શકશો કે કઈ એપ્લીકેશન કેટલા ટાઇમ થી ચાલી રહી છે તથા તેની મોબાઈલની બેટરી પર કેટલી અસર પડી રહી છે.

Permissions

અત્યાર સુધી જયારે તમે ગુગલ પ્લે સ્ટોર થી કોઈ એપ્લીકેશન ડાઉનલોડ કરતા હતા ત્યારે તમને માત્ર એક જ વખત Permission વિષે બધું જ પૂછવામાં આવતું હતું કે આ એપ્લીકેશન તમારા કોન્ટેકટસ, કેમેરા, ફેસબુક વગેરે વગેરે નો ઉપયોગ કરશે.  જયારે હવે આ એપ્લીકેશનને હકીકતે એ ફીચર કે ઓપ્શન ની જરૂર હશે અને જયારે ટે યુઝ થશે ત્યારે જ તમને પરમીશન માટે નું પોપઅપ મળે તેવી સીસ્ટમ પણ મૂકી દેવામાં આવી છે.

એન્ડ્રોઇડ માર્શ્મેલોવ અપડેટ નેક્સસ, સોની, સેમસંગ, એચટીસી અને એલજીના ફ્લેગશીપ મોડેલ્સ પર લગભગ આવી ચુક્યું છે. તેમ છતાં તમે ગુગલ ઉપર થી તમારા પર્ટીકયુલર મોડેલ પર એન્ડ્રોઇડ માર્શ્મેલોવની અપડેટ ક્યારે આવશે તે જોઈ શકો છો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *