એવી તો જો કે ઘણી કોમન વસ્તુ કે યુઝ છે જે આજના સ્માર્ટફોન વડે કરી શકાય છે. તેમ છતાં ૫ ખુબ જ જરૂરી અને ઘણા માટે અજાણી એવી બાબતો આપણે જોઈશું કે જે લગભગ દરેક સ્માર્ટફોન થાકી મેળવી શકાય કે એચીવ કરી શકાય છે.
૧) ગુગલ ગોગલ્સ
ગુગલ ગોગલ્સ કદાચ ગુગલ ની એક માત્ર એવી પ્રોડક્ટ છે કે જેના વિષે બહુ ઓછા લોકો જાણે છે. અત્યારે આ પ્રોડક્ટ માત્ર એન્ડ્રોઇડ યુઝર માટે જ અવેલેબલ છે. હવે આ ગુગલ ગોગલ્સ કઈ રીતે યુઝ કરવું તેના વિષે વાત કરીએ તો આ એપ્લીકેશન બહુ જ સિમ્પલ છે. તમે કોઈ અજાણી જ જગ્યા પર ઉભા છો અને તમને એમ થાય કે મારે આ વસ્તુ/આ જગ્યા વિષે કશુંક જાણવું છે તો બસ આ એપ્લીકેશન ખોલો અને એ જગ્યા અથવા વસ્તુ નો ફોટો ક્લિક કરીને અપલોડ કરી દો બસ કામ ખતમ જો ગુગલ દેવતા પાસે એ બાબતે કોઈ માહિતી હશે તો એ તમામ માહિતી તમારી સ્ક્રીન ઉપર હાજર થઇ જશે. છે ને સુપર ઇઝી અને સુપર યુઝફુલ એપ ?
૨) ટીવી-એસી-મ્યુઝીક સીસ્ટમ નું ઓલ ઇન વન રીમોટ
ઈન્ફ્રારેડ બ્લાસ્ટર એક્ચુલી બહુ જ જૂની ટેકનોલોજી છે. બ્લુટુથ ના આવિષ્કાર પહેલા નોકિયા ના સાદા ફોનમાં ઈન્ફ્રારેડ ટેકનોલોજી આવતી હતી જેના વડે તમે તમારા ફોન થી કોઈ રીંગટોન અથવા તો નાની એવી ફાઈલ બીજા ફોનમાં ટ્રાન્સફર કરી શકતા હતા. હવે સેમસંગ, સોની અને એલજી જેવી જાયન્ટ કંપનીઓએ ઈન્ફ્રારેડ બ્લાસ્ટર અથવા તો IR Blaster નામની ટેકનોલોજીનો ઉપયોગ તેમના સ્માર્ટફોન માં પણ કર્યો છે. દરેક કંપનીની પોતાની એપ્લીકેશન જ છે જે ડાઉનલોડ કરીને તમે મોટા ભાગના ટીવી-એસી-મ્યુઝીક સીસ્ટમ કંટ્રોલ કરી શકો છો.
૩) કેમસ્કેનર
આ ખુબ જ જાણીતી એપ્લીકેશન છે. એન્ડ્રોઇડ પ્લે સ્ટોર તથા એપલના એપ સ્ટોરમાં “Cam Scanner” નામ થી જ તમને એપ્લીકેશન મળી જશે. આ એપ્લીકેશન દ્વારા તમે તમારા મોબાઈલ કેમેરાને સ્કેનર બનાવી શકો છો. કોઈ પણ પેઈજ ને કેમેરા થી સ્કેન કરો અથવા તેનો ફોટો ક્લિક કરતા જ તમને પેઈજ ક્રોપ કરવાનું ઓપ્શન મળશે અને ત્યાર બાદ તમે તે પેઈજને PDF ફાઈલ તરીકે સેવ તથા ડાયરેક્ટ એપ્લીકેશન માંથી જ ઈમેઈલ પણ કરી શકો છો.
૪) હાર્ટબીટ સેન્સર
સેમસંગ તથા એપલના અત્યાધુનિક અથવા તો લેટેસ્ટ લોન્ચ થયેલા તમામ મોડેલમાં હાર્ટબીટ સેન્સર મોજુદ છે. તમે તમારા હાર્ટબીટ્સ જુદી જુદી પરિસ્થિતિઓ માં માપી શકો છો. આ સિવાય ફિટનેસ બાબતે પણ જાગૃત રહી શકો છો. તમારી ઉંચાઈ તથા તમારી ઉમર મુજબ તમારું વજન કેટલું હોવું જોઈએ તથા તમારે કયા પ્રકાર ની કસરતો કેટલી વાર સુધી કરવી જોઈએ અને તમારે કયું ડાયેટ ફોલો કરવું ત્યાં સુધીનું કામ આ ફિટનેસ સેન્સર કરી આપે છે.
૫) સ્ક્રીનશોટ
તમે તમારા ફોન પર કશું કામ કરી રહ્યા છો અને કશુંક ખાસ વસ્તુ અથવા પેઈજ પર પહોંચ્યા અને તમારે એને સ્ટોર કરવી છે અથવા તો તમે કોઈ પેઈજ પર ખાસ ફોટો જોયો અને એને સેવ કરવું છે પણ સેવ કરવાનો ઓપ્શન નથી ? તો પણ તમે તેને સ્ક્રીનશોટ દ્વારા સેવ કરી શકો છો. દરેક ઓપરેટીંગ સીસ્ટમ અથવા તો મોબાઈલ કંપનીના સ્ક્રીનશોટ માટે અલગ અલગ ઓપ્શન છે. એન્ડ્રોઇડ ઓપરેટીંગ સીસ્ટમ ધરાવતા ફોનમાં તમે પાવર બટન અને વોલ્યુમ બટન સાથે પ્રેસ કરશો તો સ્ક્રીનશોટ લઇ શકશો. એપલ આઈફોનમાં પાવર બટન અને હોમ બટન બંને સાથે પ્રેસ કરવાથી તમે સ્ક્રીનશોટ લઇ શકો છો. વિન્ડોઝ ફોનમાં પાવર બટન તથા વોલ્યુમ અપ બટન સાથે પ્રેસ કરવાથી તમે સ્ક્રીનશોટ લઇ શકો છો.
છે ને એકદમ સરળ અને smart tips for your smartphone ?