જાતે જ વિન્ડોઝ કમ્પ્યુટર ફોરમેટ કરો – સરળ સ્ટેપ્સ

By | April 2, 2016

reinstall-format-windows

આપણે સહુ લેપટોપ અને કમ્પ્યુટરનો ભરપુર ઉપયોગ કરીએ છીએ. સતત વપરાશ તથા અમુક સમયે વાયરસ આવી જવાને લીધે કમ્પ્યુટર ઘણી વાર હેંગ થવા લાગતું હોય છે તથા ઘણી વખત સ્ટાર્ટ થવામાં અથવા બંધ થવામાં પણ ખુબ જ સમય લેતું હોય છે. આવા સમયે વિન્ડોઝ ફોરમેટ કરવું સૌથી સારામાં સારો ઉપાય છે. વિન્ડોઝ ફોરમેટ કરવાના સૌથી સરળ રસ્તા અમે આપણે આજે અહી સમજાવીશું.

સ્ટેપ ૧ :- બેકઅપ

કમ્પ્યુટર ફોરમેટ કરતા પહેલા જેટલી જરૂરી ફાઈલ્સ છે તેનો બેકઅપ લઇ લો જેથી જયારે તમે વિન્ડોઝનું નવું વર્ઝન ઇન્સ્ટોલ કરો ત્યારે તમે તે ફાઈલ્સ ફરી થી રીસ્ટોર કરી શકો. કમ્પ્યુટર ફોરમેટ કરવાના ૨ પ્રકાર છે તમારે તે મુજબ તેનો બેકઅપ લેવાનો હોય છે. જો તમે કમ્પ્લીટ ફોરમેટ કરવા માંગતા હોય તો સીસ્ટમ ડ્રાઈવ મોટેભાગે “C” હોય છે તેનો બેકઅપ નહિ લેવાનો અને બાકીના ડ્રાઈવસ નો બેકઅપ લઇ લો અને જો તમે ખાલી C ડ્રાઈવ અથવા તો સીસ્ટમ ડ્રાઈવ જ ફોરમેટ કરવા ઇચ્છતા હોય તો C ડ્રાઈવમાં રહેલા ડોક્યુમેન્ટ્સ નો બેકઅપ લઇ લો.

સ્ટેપ ૨ :- ફોર્મેટિંગ શરુ કરો

boot-options-hard-drive-first

કમ્પ્યુટર ફાઈલ્સનું બેકઅપ લીધા પછી હવે વિન્ડોઝ સેવનની ડીવીડી ઇન્સર્ટ કરો અને કમ્પ્યુટર રીસ્ટાર્ટ કરો. મોટે ભાગે F10 અથવા તો F12 પ્રેસ કરવાથી તમે BIOS Settings માં આવશો જ્યાંથી તમારે First Boot Priority માં CD/DVD સિલેક્ટ કરવાનું છે અને પછી F10 થી સેવ કરો એટલે કમ્પ્યુટર ફરી રીસ્ટાર્ટ થશે અને તમારા સ્ક્રીન પર તમને વિન્ડોઝ ૭ માટેનું સ્ટાર્ટઅપ દેખાશે. હવે Install Now નો વિકલ્પ પસંદ કરો અને તમને ફરી પાછા ૨ ઓપ્શન જોવા મળશે. એક ઓપ્શન માં લખ્યું હશે કે ફ્રેશ વિન્ડોઝ ઇન્સ્ટોલ કરો અને બીજા માં લખ્યું હશે કે વિન્ડોઝ રીપેઈર કરો. અહિયાં આપણે ફ્રેશ વિન્ડોઝ નક્કી કરવાનું છે.

સ્ટેપ ૩ :- ડ્રાઈવ સિલેક્ટ કરો

aid1706571-728px-Format-the-C-Drive-With-Windows-7-Step-6-Version-2

ફ્રેશ વિન્ડોઝનો ઓપ્શન નક્કી કરતા જ તમારી સ્ક્રીન પર તમારી હાર્ડ ડિસ્કના પાર્ટીશન આવી જશે. અહિયાં થી તમારે જો ખાલી C ડ્રાઈવ જ ફોરમેટ કરવી હોય તો C ડ્રાઈવ ડીલીટઅથવા ફોરમેટ કરવાની છે અને જો આખું કમ્પ્યુટર ફોરમેટ કરવું હોય તો બધા ડ્રાઈવ ડીલીટ કરી અને તમારે ફરીથી પાર્ટીશન કરવા પડશે.

સ્ટેપ ૪:- વિન્ડોઝ ઈંસ્ટોલેશન

Step9

 

ડ્રાઈવ C સિલેક્ટ કરી અને તેને ફોરમેટ કર્યા બાદ તેમાં ઈંસ્ટોલેશનની પ્રોસેસ શરુ કરો. સમગ્ર પ્રક્રિયા લગભગ ૩૦ મિનીટ જેટલો સમય લેશે. આ પ્રક્રિયા દરમ્યાન ૨-૩ વખત સ્ક્રીન બ્લીંક થશે અને તમને કીબોર્ડ તથા તારીખ તથા સમય, એડમીન યુઝરનેમ તથા પાસવર્ડ માટે પૂછશે તો તે બાબતે પુરતી કાળજી રાખવી.

સ્ટેપ ૫:- BIOS Settings

વિન્ડોઝ ઇન્સ્ટોલ થયા બાદ ફરી કમ્પ્યુટર રીસ્ટાર્ટ થાય તે સમયે F10/F12 પ્રેસ કરી અને BIOS સેટિંગ માં જવું અને ત્યાં First Boot Priority માં HDD સિલેક્ટ કરી F10 થી સેવ કરી દો અને તમારું કમ્પ્યુટર રીસ્ટાર્ટ કરો. બસ તમારું વિન્ડોઝ ૭ હવે ઇન્સ્ટોલ થઇ ચુક્યું છે. બેકઅપ લીધેલી ફાઈલ્સ તથા જરૂરી ડ્રાઇવર્સ તમે ઇન્સ્ટોલ કરી શકો છો.

અમે માત્ર ૫ સ્ટેપ દ્વારા તમને બહુ જ સરળ રીતે વિન્ડોઝ ૭ ઇન્સ્ટોલ કરતા શીખવ્યું છે તો તમે પણ તમારા મિત્રો સાથે આ પોસ્ટ શેર કરી અને તેમને સરળતા થી વિન્ડોઝ ૭ ઇન્સ્ટોલ કરતા શીખવાડો .


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *