ટોરેન્ટ ફાઈલ્સ ડાઉનલોડ કરતા શીખો

By | April 7, 2016

how-to-download-torrents

ટોરેન્ટ ફાઈલ્સ વિષે આપણે ઘણી વખત કોઈ પાસે સાંભળતા હોઈએ છીએ કે મેં તો આ ટોરેન્ટ થી ડાઉનલોડ કર્યું અથવા તો કોઈ સોફ્ટવેરનું ફૂલ વર્ઝન ટોરેન્ટ પર આવી ગયું છે અથવા સૌથી કોમન બાબત આ મુવી ટોરેન્ટ પર આવી ગઈ છે. HD Print છે ડાઉનલોડ કરી લે એટલે ઘણી વાર એવું થાય કે આ ટોરેન્ટ વળી શું છે તો આજે અમે આપને ટોરેન્ટ વિષે જણાવશું.

ટોરેન્ટ શું છે

ટોરેન્ટ ની સાવ સરળ વ્યાખ્યા કરવી હોય તો માત્ર એટલું કહી શકાય કે ટોરેન્ટ એ ઇન્ટરનેટ ની દુનિયાનો સૌથી મોટો દરિયો છે. જેમાં અઢળક પ્રકારના રત્નો છુપાયેલા છે. તમે તમારી મનમરજી મુજબ તે રત્નો લઇ શકો છો. આ માટે તમારે કોઈ પણ જાતના પૈસા ચૂકવવાના નથી, કોઈ પણ નક્કી કરેલો સમય પણ આપવાનો નથી. ટોરેન્ટ એક એવો દરિયો છે જ્યાં હર ઘડી કંઇકને કંઇક અપલોડ થતું રહે છે અને લોકો તેને ડાઉનલોડ કરતા રહે છે. દેશ-વિદેશીની ટીવી સીરીયલ હોય કે પછી મ્યુઝીક આલ્બમ હોય, લેટેસ્ટ ગેઈમ્સ હોય કે પછી સોફ્ટવેર હોય આ બધું જ અહિયાં ટોરેન્ટના દરિયામાં ઉપલબ્ધ છે. બસ આ ફાઈલ ડાઉનલોડ કરો, ટોરેન્ટનું સોફ્ટવેર ડાઉનલોડ કરો અને દે ધનાધન તમે એ દરિયા માંથી અઢળક રત્નો લુંટી શકો છો.

નોંધ: ટોરેન્ટ થી ડાઉનલોડ કરેલ ફાઈલ નું વાઈરસ સ્કેન અચૂક કરજો

ટોરેન્ટ ફાઈલ્સ ડાઉનલોડ કરો.

હવે ટોરેન્ટ ફાઈલ્સ ડાઉનલોડ કરવા માટે અઢળક સાઈટ્સ છે પણ શક્ય હોય ત્યાં સુધી અમુક વિશ્વાસુ સાઈટ્સનો જ ઉપયોગ કરવો કેમ કે ઘણી વખત ટોરેન્ટ ફાઈલ્સની સાથે સાથે અમુક લોકો વાયરસ પર તમને ગીફ્ટ કરી દે છે અને પછી છેલ્લે કમ્પ્યુટર ફોરમેટ કરવા સિવાય કોઈ છુટકો હોતો નથી. નીચે લખેલી બંને વેબસાઈટ્સ પર થી તમને લગભગ બધી જ ટોરેન્ટ ફાઈલ્સ મળી જશે.
Step 1
૧. https://kat.cr/
૨. http://extratorrent.cc/

Step 2

બંને માંથી કોઈ પણ વેબસાઈટ પર જઈને તમે તમારી મનગમતી ફાઈલનું નામ લખી તેને સર્ચ કરી શકો છો.  હવે અહિયાં જે-તે ફાઈલ સર્ચ કર્યા બાદ જે ફાઈલમાં સૌથી વધારે Seeds અને Leechers હોય એ ફાઈલ પર તમારે ક્લિક કરવાનું છે. Seeds એટલે એટલા લોકો અત્યારે આ ફાઈલ અપલોડ કરી રહ્યા છે અને Leechers એટલે એટલા લોકો અત્યારે આ ફાઈલ ડાઉનલોડ કરી રહ્યા છે. જે તે ફાઈલ તમે સર્ચ કરી અને ઓપન કરશો એટલે તમને તે ફાઈલ વિષે ની માહિતી મળશે. જો સાથે સ્ક્રીનશોટ મુક્યા હોય તો એ પણ જોઈ લેવા જેથી તમે જે ફાઈલ ડાઉનલોડ કરો છો તે સાચી જ છે તેની તમને ખાતરી થઇ શકે. આ સિવાય કમેન્ટ્સ સેક્શનમાં ફાઈલ ડાઉનલોડ કરી ચુકેલા લોકોની કમેન્ટ્સ હશે જેના પર થી તમને જે-તે ફાઈલનું ફોરમેટ કેવું છે તેની માહિતી મળી શકશે. હવે સૌથી ઉપર ડાઉનલોડ ટોરેન્ટ નો ઓપ્શન હશે તેના ઉપર ક્લિક કરતા જ તમે ફાઈલ ડાઉનલોડ કરી શકશો.

ટોરેન્ટ સોફ્ટવેર ડાઉનલોડ કરો.

ગુગલ પર જઈને તમે Bit Torrent સર્ચ કરી શકો છો અથવા તો આ URL http://www.bittorrent.com/ ઓપન કરતા જ તમે Bit Torrent ની વેબસાઈટ પર પહોંચી જશો. અહિયાં ડાઉનલોડ Bit Torrent નો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરતા જ તમારું સોફ્ટવેર ડાઉનલોડ થઇ જશે. સોફ્ટવેર ડાઉનલોડ કર્યા બાદ હવે તેને ઇન્સ્ટોલ કરો.

ટોરેન્ટ ફાઈલ ડાઉનલોડીંગ માં મુકો

હવે તમે જે ટોરેન્ટ ફાઈલ ડાઉનલોડ કરી છે તેના ઉપર ડબલ ક્લિક કરતા જ તે ડાયરેક્ટ તમારા ટોરેન્ટ સોફ્ટવેર માં ઓપન થશે અને ફાઈલ ડાઉનલોડ થવા માંડશે. ટોરેન્ટ થી ડાઉનલોડીંગ નો સૌથી મોટો ફાયદો એ છે કે વચ્ચે જો તમારે કમ્પ્યુટર બંધ કરવું પડે તો પણ તે ફાઈલ ત્યાં અટકી જાય છે અને ફરી ઇન્ટરનેટ કનેક્શન મળતા જ ફાઈલ જ્યાં અટકી છે ત્યાં થી જ ડાઉનલોડ થાય છે એટલે તમારે ફરી થી આખી ફાઈલ ડાઉનલોડ કરવાની મગજમારી નહિ કરવી પડે. સમગ્ર ફાઈલ ડાઉનલોડ થઇ ગયા બાદ તમારે ટોરેન્ટ સોફ્ટવેરમાં જઈને ફાઈલના નામ પર Right Click કરી અને Delete Torrent પર ક્લિક કરવાનું છે એટલે તમારી તે ફાઈલ માત્ર સોફ્ટવેર માંથી ડીલીટ થઇ જશે. ભૂલે ચુકે પણ Delete Torrent + Data ક્લિક ના કરશો નહિતર ટોરેન્ટ ફાઈલની સાથે સાથે જે Data તમે ડાઉનલોડ કર્યો છે તે પણ ડીલીટ થઇ જશે અને તમારી બધી મહેનત માથે પડશે. નીચેના ઈમેજમાં તમે જોઈ શકો છો કે ફાઈલ ડાઉનલોડ થઇ રહી છે.
Step 3
તો છે ને ટોરેન્ટ પર થી ફાઈલ ડાઉનલોડ કરવાનું એકદમ સરળ…આપના મિત્રો સાથે પણ આ માહિતી શેર કરવાનું ચૂકશો નહિ.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *