પિઝ્ઝા ડીલેવરી રોબોટ અને જાતે જ દોરી બાંધતા બુટ વિષે જાણો

By | March 29, 2016

pizza-delivery-rbot

ટેકનોલોજી જે ઝડપે હરણફાળ ભરી રહી છે એ દિવસો હવે દુર નથી કે જયારે આપણે સંપૂર્ણપણે ટેકનોલોજી ને સમર્પિત થઇ જઈશું. થોડા સમય પહેલા યુ ટ્યુબ પરનો પિઝ્ઝા ડીલેવરી બાય ડ્રોનનો વિડીયો વાયરલ થયેલો જોકે એ છેલ્લે ટાઢાં પહોરનું ગપ્પું જ નીકળેલું પણ વિશ્વ વિખ્યાત ડોમીનોઝે એ ગપ્પાને હકીકતમાં બદલવાના પ્રયાસો શરુ કરી દીધા છે અને તેમાં તેમને શરૂઆતી સફળતા પણ મળી ગઈ છે.

પિઝ્ઝા ડીલેવરી રોબોટ

DRU-dominos-pizza-robot-640x360

જાન્યુઆરી ૨૦૧૫ થી ઓસ્ટ્રેલીયામાં ડોમીનોઝે પિઝ્ઝા ડીલેવરી રોબોટ પર કામ કરવાનું ચાલુ કર્યું હતું અને અંતે ૮ માર્ચ ૨૦૧૬ ના રોજ પિઝ્ઝા ડીલેવરી રોબોટે તેનો પ્રથમ ઓર્ડર સફળતાપુર્વક ડીલીવર કર્યો હતો. આ રોબોટમાં અત્યંત એકયુરેટ જીપીએસ-નેવિગેશન સીસ્ટમ મુકવામાં આવી છે જેના લીધે માત્ર એક જ વાર એડ્રેસ ફીડ કરતા રોબોટ ત્યાં સુધી પિઝ્ઝા ડીલીવર કરી આવે છે. જોકે ગયા વર્ષે પહેલી એપ્રિલના રોજ પણ ડોમીનોઝે આવો જ રોબોટ મુક્ત લોકોને અચંબિત કર્યા હતા અને અંતે તેમણે સ્વીકાર્યું હતું કે તે માત્ર એપ્રિલ ફૂલ પ્રેંક હતો. આ વર્ષે ડોમિનોઝ આ મામલે ખુબ જ ધ્યાન આપે છે અને અત્યારે આ રોબોટનું ટેસ્ટીંગ ન્યુ ઝીલેન્ડમાં ચાલુ છે. જો બધું સમુસુતરું પાર પડ્યું તો વર્ષ ૨૦૧૭ માં ડોમિનોઝ ઇંગ્લેન્ડથી આ સર્વિસ ઓફિશિયલી શરુ કરી દેશે.

સેલ્ફ ટાયિંગ શુઝ

Nike

યાદ છે આપણે જયારે નાના હતા ત્યારે મમ્મી-પપ્પા આપણા બુટની દોરી બાંધી આપતા હતા અને તેમણે હેરાન કરવા આપણે ગમ્મે તે રીતે દોરી ફરી ખોલી કાઢતા હતા. એક સમયે તો બાળક મોટું છે કે નાનું તેનો માપદંડ સુદ્ધા તે જાતે બુટની દોરી બાંધી શકે છે કે નહિ તે હતો. આજે પણ અમુક સ્થૂળ કાયા ધરાવતા લોકો માટે બુટની દોરી જાતે બાંધવી એટલે હિમાલય ચડવા જેટલું કપરું કામ છે. જોકે નાઈકી એ Back to the Future સીરીઝ માં Self Tying Shoe લોન્ચ કર્યા છે. આમ તો આને Smart Shoe પણ કેહવું હોય તો કહી શકાય. માઈકલ જે ફોક્ષને કંપની પોતાના સૌપ્રથમ સેલ્ફ ટાયિંગ શુઝ આપશે. આ શુઝની જાહેર નીલામી જ કરવામાં આવશે અને તેના દ્વારા મળેલા પૈસા થી એક ચોક્કસ ટ્રસ્ટની પણ મદદ કરવામાં આવશે. આ શુઝને ખાસ કરીને એથ્લીટ્સ માટે જ બનાવવામાં આવ્યા છે. આ શુઝને પહેરતા જ તમારા પગની સાઈઝ મુજબ તેની દોરી જાતે જ બંધાઈ જાય છે. નાઈકી દ્વારા આ પહેલા પણ એપલ આઈપોડ માટે એક  સ્માર્ટ ગેજેટ નું નિર્માણ કરવામાં આવ્યું હતું જેના થી આઈપોડ પર તમે ફિટનેસ રીલેટેડ માહિતી મેળવી શકો. હવે આવનારા દિવસોમાં રીસર્ચ કરી અને આ શુઝમાં પણ આવા જ કોઈ ગેજેટનો ઉપયોગ કરવામાં આવશે. નીચેના યુ ટ્યુબ લીંક પર તમે મશહુર ફૂટબોલ પ્લેયર ક્રીસ્ટીયાનો રોનાલ્ડોને આ શુઝ પહેરતા જોઈ શકો છો.

https://www.youtube.com/watch?v=hl7-McEZ5n0
આજે તમે કંઇક નવું શીખ્યા છો અને ગુજરાતી કહેવત છે ને કે જ્ઞાન વહેંચવા થી વધે છે તો આ માહિતી આપના મિત્રો સાથે પણ શેર કરજો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *