ફક્ત રૂ. ૧૦૦૦૦ માં કયા સ્માર્ટ ફોન લેવાય?

By | March 12, 2016

top-5-phones

આજકાલ મોબાઈલ માર્કેટની હાલત એવી છે કે અહિયાં ૧૦૦૦૦ હોય કે ૫૦૦૦૦ હોય તમને અઢળક ઓપ્શન મળે અને તમે જે-તે મોબાઈલ ખરીદો એના એક અઠવાડિયા માં જ એના થી ચડિયાતો મોબાઈલ લોન્ચ થાય. આજે અમે આપને અહિયાં ૧૦૦૦૦ રૂપિયા અથવા તો પોકેટ ફ્રેન્ડલી બજેટ માં આવતા શ્રેષ્ઠ ૫ મોબાઈલ વિષે ટૂંકી જાણકારી આપશું.

1. Xiaomi Redmi Note 3 (16GB) – 9999 /- Rs

Xiaomi-Redmi-Note-32
છેલ્લા કેટલાક સમય થી MI Xiaomi એ પોકેટ ફ્રેન્ડલી બજેટ રેંજમાં ખાસ્સી એવી પકડ જમાવી છે. આજકાલના યુથમાં આ ફોન ખુબ જ પોપ્યુલર બની રહ્યો છે. પોકેટ ફ્રેન્ડલી બજેટ અને સાથે સાથે લેટેસ્ટ કહી શકાય તેવા હાર્ડવેર અને સોફ્ટવેર સાથે આવતા હોય લોકોની પહેલી પસંદ બની રહ્યો છે. Xiomi Redmi Note 3 ને મુખ્યત્વે તેનું પ્રોસેસર આકર્ષક બનાવે છે. આ વિશ્વનો સૌ પ્રથમ સ્માર્ટફોન છે જે ક્વોલ્કોમ સ્નેપડ્રેગ્ન ૬૫૦ પ્રોસેસર ધરાવે છે. આ સિવાય ૧૬ જીબી ઇન્ટરનલ સ્ટોરેજ તથા ૨ જીબી રેમ મળશે. ૫.૫ ઇંચની ફૂલ એચડી સ્ક્રીનને પ્રોટેક્ટ કરવા માટે કોર્નીંગ ગોરિલા ગ્લાસનો પણ ઉપયોગ કરાયો છે. ૧૬ મેગાપિક્ષલ નો રીઅર કેમેરા તથા ફિંગર પ્રિન્ટ સ્કેનર તેની ખાસિયતોમાં ચારચાંદ લગાવે છે. એટલે જો ૧૦૦૦૦ થી નીચે નું બજેટ હોય તો ચોક્કસપણે આ ફોન આંખ બંધ કરીને પણ લઇ શકાય.

2. Moto G (3rd Gen) 10999 /- Rs

Motorola-Moto-G-3rd-Gen-Photo

બજેટ કરતા સેહજ ઉપર જાય છે પણ વીતેલા વર્ષમાં મોટોરોલાએ મોબાઈલ ક્ષેત્રે ખરેખર ઘર વાપસી કરી છે અને કંપનીના અચ્છે દિન નો એહસાસ ચાલુ જ છે. લાંબા સમય સુધી મોબાઈલ માર્કેટ થી બહાર રહ્યા બાદ હવે મોટોરોલાએ વાપસી કરી છે અને હવે તેમને ગણતરીઓ બદલાઈ ચુકી છે. કંપની પોકેટ ફ્રેન્ડલી બજેટ તરફ વધુ ધ્યાન આપી રહી છે તથા હવે માત્ર ઇન્ટરનેટ ઉપર જ તમે મોટોરોલાના મોબાઈલ ખરીદી શકો તે વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. મોટો જી 3rd જનરેશન વિષે વાત કરીએ તો એકદમ સિમ્પલ ડીઝાઇન અને બહુ જ સરળ યુઝર ઇન્ટરફેસ ધરાવતો આ મોબાઈલ તમને ફ્લીપ્કાર્ટ તથા અમેઝોનની વેબસાઈટ પર થી મળી જશે. ૧.૫ ગીગા હર્ટઝ ની ક્ષમતા ધરાવતું સ્નેપ્ડ્રેગ્ન ૪૧૦ પ્રોસેસર થોડું ધીમું પડે છે. ૩ જીબી રેમ તથા ૧૬ જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ધરાવતો આ ફોન તમને મલ્ટી ટાસ્કીંગ વખતે હેરાન કરશે તે વાત લગભગ નક્કી છે. જોકે મોટો જી અને મોટો જી 2nd જનરેશનમાં કેમેરાએ લોકોને ખુબ જ પરેશાન કર્યા હતા અને તે બાબતે કંપની હવે સતર્ક બની છે તથા આ મોડેલમાં ૧૩ મેગાપિક્ષલના કેમેરાનું પરફોર્મન્સ ખરેખર અદભૂત છે. આ ફોનની વધુ એક ખાસિયત છે કે તે વોટર રેઝીઝટન્ટ છે અને ૩૦ મિનીટ સુધી તેને કઈ પણ અસર નહિ થાય.

3. Lenovo K3 Note 8999 /- Rs

1436519671-2381

આ મોબાઈલ લોન્ચ થયો ત્યારે તેની કિંમત ૧૧૦૦૦ રૂપિયા જેટલી રાખવામાં આવી હતી અને શરૂઆતના દિવસોમાં લોકો વચ્ચે ખુબ જ પોપ્યુલર પણ થયો હતો. જોકે નબળા પ્લાસ્ટિક બોડીને કારણે કંપનીને ઘણું સહન કરવું પડ્યું છે. આ લીસ્ટમાં આ ફોન માત્ર તેના સ્પેસીફીકેશનને કારણે જ જગ્યા બનાવી શક્યો છે. ૧.૭ ગીગા હર્ટઝનું ૬૪ બીટ ઓકટકોર ધરાવતું મીડિયાટેક MT6752 પ્રોસેસર આ ફોનનું સૌથી મોટી ખાસિયત છે. ૨ જીબી રેમ તથા ૧૬ જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. ૫.૫. ઇંચની સ્ક્રીન ને કોર્નીંગ ગોરિલા ગ્લાસ થી પ્રોટેક્ટ નથી કરવામાં આવી એટલે જો ફોન હાથ માંથી પડ્યો તો બોડીની સાથે સાથે ફોનની સ્ક્રીનને પણ નુકશાન થવાના ચાન્સ વધારે છે. ડ્યુઅલ એલીડી સાથે ૧૩ મેગાપિક્ષલ નો કેમેરા હાજર છે પણ પિક્ચર્સની ક્વોલીટી ખરેખર નિરાશાજનક છે. આ ફોન લેવા માટે તેના પ્રોસેસર સિવાય બીજું કોઈ ખાસ કારણ નથી.

4. LeEco (Letv) Le 1s 10,999 /- Rs

LeEco

આપણા લીસ્ટમાં આ LeEco એ સાવ નવો ચીલો ચાતર્યો છે. લીમીટેડ ક્વોન્ટીટી પણ અદભૂત ક્વોલીટી અને ખાસ તો પોકેટ ફ્રેન્ડલી બજેટમાં પણ લગભગ બધું જ અત્યાધુનિક ટેકનોલોજી સાથે આ કંપની આપી રહી છે And believe me It is just wonderful. આપણા બજેટ કરતા ૧૦૦૦ રૂપિયા વધારે આપતા જ તમને ૨.૨ ગીગાહર્ટઝનું મીડિયાટેક હેલીઓ X10 ટર્બો 6795T ઓક્ટાકોર પ્રોસેસર મળશે.આ સિવાય ૩ જીબી રેમ અને ૩૨ જીબીની ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. ૫.૫ ઇંચની ફૂલ એચડી સ્ક્રીનને પ્રોટેક્ટ કરવા માટે કોર્નીંગ ગોરિલા ગ્લાસ ૩ નો પણ ઉપયોગ કરાયો છે. આ સિવાય 4G તથા ફાસ્ટ ચાર્જીંગ નો ઓપ્શન પણ હાજર છે. ૧૩ મેગાપિક્ષલના કેમેરા થી આવતા પિક્ચર્સ ખરેખર ખુબ જ અદભૂત છે. આ ફોનનો એક માત્ર ડ્રો બેક એ છે કે આ ફોનમાં તમને એક્ષપાન્ડેબલ સ્ટોરેજ નહિ મળે.

૫) Coolpad Note 3 8999/- Rs

109201512321PM_635_coolpad_note_3

LeEco (Letv) Le 1s ને જો કોઈ ખરેખર ટક્કર આપતું હોય તો તે કુલપેડ નોટ ૩ છે. માત્ર ૯૦૦૦ રૂપિયાના બજેટમાં કંપની ૧.૩ ગીગા હર્ટઝનું ૬૪ બીટ ધરાવતું મીડિયાટેક MT6753 ઓક્ટાકોર પ્રોસેસર આપે છે.આ સિવાય ૧૬ જીબી ઇન્ટરનલ સ્ટોરેજ તથા ૩ જીબી રેમ પણ આપે છે. ડ્યુઅલ સીમ 4G સપોર્ટ કરે છે. ૫.૫. ઇંચની ટીએફટી સ્ક્રીન તમારા વિડીયો વ્યુઇન્ગ તથા ગેઈમીંગ ને ખરેખર આનંદદાયક બનાવશે. ફિંગરપ્રિન્ટ સ્કેનર  તમારા ફોનને સુરક્ષાનું  વધુ એક લેયર આપશે. કેમેરાની વાત કરીએ તો રીઅર કેમેરા ૧૩ મેગાપિક્ષલ નો છે જયારે સેલ્ફી કેમેરા માત્ર ૫ મેગાપિક્ષલ નો છે.

બસ તો આ હતા ૧૦૦૦૦ સુધીના બજેટના ટોપ ૫ મોડેલ્સ અમને આશા છે કે અમે તમારી કન્ફયુઝનને દુર કરી હશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *