ફેસબુકની સામાન્ય સિક્યોરીટી સેટ કરો ૫ મીનીટમાં

By | March 10, 2016

Facebook_3474124b
ફેસબુક આજે આપણા સહુના જીવન નો મહત્વનો ભાગ બની ગયું છે. એક સમય હતો જયારે ઓફીસ જતા જ આપણે સહુ કામ પર વળગી જતા હતા અને હવે ઓફીસ જઈને સૌથી પહેલું કામ એક ટેબમાં ફેસબુક ખોલવાનું કરીએ છીએ. જોકે મોટા ભાગની ઓફિસોમાં ફેસબુક બ્લોક રખાયું છે (ટેન્સન નક્કો અમે તમને ભવિષ્યમાં એનો એક્સેસ કેમ કરવો એ પણ બતાવીશું *wink*) હવે આપણે મૂળ મુદ્દા પર આવીએ. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કોઈ ઓનલાઈન શોપિંગ ની સાઈટ ઉપર આપણે ખરીદી કરતા હોઈએ ત્યારે અથવા તો કોઈ ઓનલાઈન ગેઈમ રમતા હોઈએ ત્યારે તેમાંથી મળતા પોઈન્ટ્સ ને સેવ કરવા આપણે ફેસબુક સાથે તેને સીન્કરોનાઈઝ કરો છો. ઘણી વખત તમને એવો ઈમેલ આવતો હશે કે ફલાણા ફલાણા લોકેશન અને આઈપી પર થી તમારું ફેસબુક એકેસેસ કરવાની કોશિશ થઇ છે. જો એ તમે નાં કર્યું હોય તો તમારો પાસવર્ડ બદલી નાખવા વિનંતી છે. હવે તમે પાસવર્ડ તો બદલાવી દીધો પણ વધારાની સિક્યોરીટી માટે શું કરવું તો એના સ્ટેપ્સ આ રહ્યા

Facebbok

  • ઉપરના સ્ક્રીનશોટ મુજબ Settings અને ત્યાં થી Security માં આવ્યા બાદ તમને Login Alert નો ઓપ્શન દેખાશે તેના ઉપર ક્લિક કરતા જ Get Notification તથા Email Alert એક્ટીવેટ કરી દો એટલે તરત જ દરેક વખતે તમને લોગીન નું નોટીફીકેશન મળી જશે.
  • હવે તમને નીચે Your Browsers and Apps નો ઓપ્શન મળશે. આ ઓપ્શન એક્ટીવેટ કરતા જ શરૂઆતમાં જયારે તમે કોઈ નવા નેટવર્ક કે મોબાઈલ પર થી ફેસબુક એક્સેસ કરશો ત્યારે તમને જે તે નેટવર્ક અથવા ડીવાઈસ તમારું Trusted છે કે નહિ તે પૂછશે અને તે સેવ કરતા જ બીજી વખત એ જ નેટવર્ક અથવા ડીવાઈસ પર લોગીન કરતી વખતે તમને ડાયરેક્ટ જ એક્સેસ મળી જશે.
  • ઉપર આપણે જે સ્ટેપ્સ જોયા તે ફેસબુક એકાઉન્ટ માટે ના સ્ટેપ્સ જોયા પણ હવે બીજી એક અતિ મહત્વની વાત ઘણી વખત આપણા મેસેજ બોક્ષમાં એકદમ લલચાવી નાખનાર વિડીઓ મેસેજ જેમ કે Click Here to watch …. અથવા તો Send This to 30 people and get 3 GB 3G Mobile Data આવતા હોય છે. આ તમામ મેસેજ માત્ર અને માત્ર સ્પામ એટલે કે એક જાત ના વાયરસ જ હોય છે અને તેના થી માત્ર તમારા ફેસબુક જ નહિ અમુક ખુબ જ પર્સનલ તથા કોન્ફીડેન્શીયલ માહિતી પણ ચોરાઈ શકે છે. આ સિવાય તમારી પોસ્ટ્સ પણ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી Friends પુરતી જ શેર કરો તમે જયારે કોઈ સ્ટેટ્સ અથવા તો ફોટોગ્રાફ્સ અપલોડ કરો છો ત્યારે તમને Share With નો ઓપ્શન મળશે તેમાં માત્ર Friends ને જ રાખો જેથી કરીને આપની માહિતી અને આપણા ફોટોગ્રાફ્સ કોઈ ખોટા વ્યક્તિના હાથમાં જાય નહિ.

બસ તો થઇ જાઓ નિશ્ચિંત.. હવે તમારું ફેસબુક સુરક્ષિત છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *