ફેસબુક વિષેની ઘણી અજાણી વાતો – અચૂક વાંચો

By | March 12, 2016

facebook_18-664x374

ફેસબુક આપણા સહુના જીવન નો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. આપણી સાથે બનતી મોટાભાગની ઘટનાઓ આપણે ફેસબુક પર અપડેટ કરતા હોઈએ છીએ. તો આજે આપણે ફેસબુક વિષે કંઇક નવું, કંઇક અલગ જાણીએ.

ફેસબુકની સ્થાપના ૪ ફેબ્રુઆરી ૨૦૦૪ના રોજ હાર્વડ કોલેજ ને વચ્ચે થી જ ટાટા બાય બાય કરનારા માર્ક ઝકરબર્ગે કરી હતી. માર્કે શરૂઆતના દિવસોમાં ફેસમાશ નામ નો એક પ્રોગ્રામ લખ્યો હતો અને તે માત્ર તેમની કોલેજ પુરતો જ સીમિત હતો પણ તેમાં સફળતા મળતા અંતે ફેસબુક નામ ની એક વેબસાઈટ બની અને એ પછી નો ઈતિહાસ જગજાહેર છે. માર્ક આ વિશ્વના સૌથી ધનવાન યુવા બન્યા અને તેમણે ઇન્સ્ટાગ્રામ, વોટ્સેપ, ઓક્યુંલ્સ વીઆર અને પ્રાઇવેટકોરને પણ ટેક ઓવર કર્યા.

 • ફેસબુક માં તમને મોટે ભાગે બ્લ્યુ કલર દેખાય છે તેનું કારણ છે કે તેના સંસ્થાપક માર્ક ઝકરબર્ગને તે જ કલર સૌથી વધુ દેખાય છે.
 • જો ફેસબુક એક દેશ હોત તો તેના યુઝર્સની સંખ્યા આ વિશ્વના સૌથી મોટા ૫ માં દેશ જેટલી હોત.
 • ફેસબુક ઉપરનો સૌથી પહેલો ફેસ “Al Pacino” નો હતો.
 • માર્ક ઝકરબર્ગ દર મહીને માત્ર ૧ અમેરિકી ડોલર તેના પગાર તરીકે લે છે.
 • સીરિયા, ચીન, વિએતનામ અને ઈરાનએ ફેસબુક પર પ્રતિબંધ લગાડેલો છે અને ત્યાંનું યુઝર્સને પ્રોક્ષી સર્વર નો ઉપયોગ કરી ફેસબુક વાપરવું પડે છે.
 • માર્ક ઝકરબર્ગ ફેસબુક પર ફોટો શેરીંગ રાખવા જ નોહતા માગતા પણ સીન પાર્કરે તેમણે આ બાબતે રાજી કર્યા અને હવે આજે ફેસબુક દુનિયાની સૌથી લોકપ્રિય ફોટો શેરીંગ સાઈટ બની છે તથા તેમણે ઇન્સ્ટાગ્રામ ને પણ ટેકઓવર કર્યું છે
 • દર મહીને ૨.૫ અબજ જેટલા પિક્ચર્સ ફેસબુક પર અપલોડ થાય છે.
 • હેકર્સ દરરોજ ફેસબુક એકાઉન્ટસ હેક કરવાના ૬ લાખ પ્રયત્ન કરે છે.
 • એવરેજ ફેસબુક યુઝર પાસે ૧૩૦ મિત્રો છે અને દર મહીને તે ૮ લોકોને રીક્વેસ્ટ મોકલે છે.
 • અમેરિકામાં રહેતા ફેસબુક યુઝર્સ દરરોજ તેમની ૪૦ મિનીટ ફેસબુક પર ગાળે છે.
 • એવરેજ સ્માર્ટ ફોન યુઝર તેમના ફોન થી દરરોજ ૧૪ વખત ફેસબુક ચેક કરે છે.
 • ફેસબુક નો પ્રોગ્રામ એ રીતે કોડ કરાયો છે કે તમે લોગ આઉટ કરો તે પછી પણ તમે કઈ વેબસાઈટ્સ ચેક કરો છો તે ફેસબુકના સર્વર સુધી પહોંચે છે અને તમે ફરી લોગીન કરો ત્યારે તેના રીલેટેડ જાહેરાત પણ તમને દેખાય છે.
 • એક અભ્યાસ પ્રમાણે ફેસબુકનો ઉપયોગ કર્યા બાદ દર ૩ માંથી ૧ વ્યક્તિને પોતાની જિંદગી પ્રત્યે અસંતોષ થાય છે.
 • ફેસબુક પર ૩૦ મીલીયન જેટલા મરેલા લોકોના એકાઉન્ટ પણ છે.
 • તમારી પાસે હેકિંગ નું અઢળક જ્ઞાન હોય પણ તમે ફેસબુક પર માર્ક ઝકરબર્ગને બ્લોક નહિ કરી શકો.
 • દરેક અમેરિકી યુઝર પાસે થી ફેસબુક એવરેજ ૫.૮૫ અમેરિકી ડોલર કમાય છે.
 • ફેસબુક પર જે “લાઇક” બટન છે તેનું શરૂઆતી દિવસોનું નામ “ઓસમ” હતું.
 • ૮.૭ ટકા જેટલા ફેસબુક પ્રોફાઈલ ફેઇક છે.
 • દર મીનીટે ફેસબુક પર ૧.૮ મીલીયન નવા લાઈક્સ આવે છે.
 • જયારે જયારે ફેસબુકનું સર્વર ડાઉન થાય ત્યારે તેને દર મીનીટે ૨૫૦૦૦ અમેરિકી ડોલર નું નુકશાન થાય છે.
 • ૨૦૦૯માં વોટ્સેપના Co-Founder Brian Acton ને ફેસબુકમાં નોકરી માટે રીજેક્ટ કરવામાં આવ્યા હતા અને ૨૦૧૪માં ફેસબુકે ૧૯ બિલીયન અમેરિકી ડોલરમાં વોટ્સેપ જ ખરીદી લીધું.
 • કોઈ પણ યુઝર સાથે નું ચેટ બોક્સ ઓપન કરો અને તેમાં @fbchess play લખતા જ તમે જે-તે યુઝર સાથે ચેસની રમત રમી શકો છો.
 • સ્ટીવ ચેન તેમના શરૂઆતી દિવસોમાં ફેસબુકમાં કામ કરતા હતા અને પછી તેમણે બીજી એક વેબસાઈટ શરુ કરી જેનું નામ છે “યુ ટ્યુબ”
 • તાજેતરમાં જ ફેસબુકે લાઇક ની સાથે સાથે “રીએક્શન” આઇકોન્સ લોન્ચ કર્યા છે જેમાં “લવ, હાહા, વાઓવ, સેડ અને એન્ગ્રી” ના આઇકોન્સ હાજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *