મેકડોનાલ્ડના હેપ્પી ગોગલ્સ શું છે

By | March 12, 2016

virtual-reality-mcdonalds-happy-meal-goggles
મેકડોનાલ્ડ્સ સ્વીડને તેમની ૩૦ મી વર્ષગાંઠ ઉજવવા માટે હેપ્પી મિલ્સના પેકને રીડીઝાઇન કરાવડાવ્યું છે. તે પેકને ખોલી ને તેમાં આપેલી સૂચનાઓ મુજબ ગોઠવતા જ તે વર્ચ્યુઅલ રીયાલીટી ગોગલ્સ બની જશે. હેપ્પી મિલ્સ ની સાથે મળતા આ પેકને મેકડોનાલ્ડે હેપ્પી ગોગલ્સ નામ આપ્યું છે . હવે ઘણા લોકો પૂછશે કે આ વર્ચ્યુલ ગોગલ્સ એટલે શું અને તે શું કામ માં આવે. જો હમણાં તાજેતરમાં તમે સેમસંગ ગેલેક્સી S7 તથા S7 Edge ની જાહેરાતો જોઈ હોય તો તેમાં તમને વર્ચ્યુઅલ ગોગલ્સ નો ફોટો જોવા મળશે.

હવે સુચના પ્રમાણે તમારે ખાલી પેક ને વાળવાનું છે અને ગ્લાસ ની પાછળના ભાગે તમારો ફોન મુકવાનો છે અને બસ તમારું વર્ચ્યુઅલ રીયાલીટી પ્લેયર તૈયાર છે. વર્ષો પહેલા 3D માં છોટા ચેતન આવેલી ને બસ અદ્દલ તેવી જ ફીલિંગ આવશે જોકે વર્ચ્યુલ રીયાલીટી પ્લેયરની સાઈઝ થોડી મોટી છે એટલે શરૂઆતના સમયમાં તમને કદાચ કંટાળાજનક લાગી શકે છે પણ તેમાં ગેઈમીંગ અને મુવી જોવાની મજ્જા અદભૂત છે.

ગેઈમીંગ ની વાત કરીએ તો કંપનીએ સ્પેશીયલ પ્રમોશનલ ઓફર હોવા છતાં ૫ નવી ગેઈમ ડેવલોપ કરી છે. Se Upp I Backen તથા Watch out on the slopes નામ ની ગેઈમ્સ ડેવલોપ કરી છે. Watch out on the slopes ને સ્વીડીશ નેશનલ સ્કી ટીમ પણ પ્રમોટ કરે છે. આ ગેઈમ ૫ માર્ચના રોજ લોન્ચ થઇ જશે.

આ હેપ્પી ગોગલ્સ કામ કઈ રીતે કરે છે તેની યુટ્યુબ લીંક અહી આપીએ છીએ.

https://www.youtube.com/watch?v=bnYg752URcE

મેકડોનાલ્ડ્સ ના હેપ્પી ગોગલ્સ ખરેખર આપણને આપણું બાળપણ યાદ દેવડાવી દે છે. જો તમે તમારા દેશમાં આ હેપ્પી ગોગલ્સ ઇચ્છતા હોવ તો લખી નાખો મેકડોનાલ્ડ્સને ઈ-મેઈલ.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *