મોબાઈલના કોઈ એક ફંક્શનનો આપણે સહુ જો સૌથી વધુ ઉપયોગ કરતા હોય તો તે કેમેરા છે. દરેક ફોનના કેમેરા અલગ અલગ હોય છે અને તેની ક્ષમતાઓ પણ અલગ અલગ છે. અત્યાર સુધી એપલ આઈફોન ના કેમેરાએ મોબાઈલ કેમેરામાં શ્રેષ્ઠ ગણાતા હતા જોકે છેલ્લા ૨ વર્ષ થી જે રીતે સેમસંગે તેના મોબાઈલ કેમેરાને બદલાવ્યા છે તે જોતા એપલનું એકહત્થું શાશન હવે હચમચી ગયું છે. મોબાઈલ કેમેરામાં તેની ક્ષમતા કરતા પણ વધુ કામ કરવું હોય તેના માટે તમારે અમુક થર્ડ પાર્ટી એપ્લીકેશનનો સહારો લેવો પડતો હોય છે. આજે અમે આપણે એવી ૫ એપ્લીકેશન વિષે જણાવશું.
૧. Facetune
આ એપ તમારે પરચેઝ કરવી પડશે. એપલ/એન્ડ્રોઇડ/વિન્ડોઝ ના અલગ અલગ સ્ટોર મુજબ તેનો ભાવ થતો હોય છે. આ એપ મુખ્યત્વે તમારા સેલ્ફી પિક્ચર્સને આકર્ષક બનાવે છે. કોઈ બલર થયેલો ફોટોગ્રાફ હોય કે પછી કોઈ ફોટોગ્રાફ માં મુખ્ય ઓબ્જેક્ટ ડાર્ક સાઈડ પર હોય તો તમે આ એપ્લીકેશન દ્વારા તેને એડિટ કરી શકો છો.
૨. EyeEm
આ એપ્લીકેશન તમને એપલ/એન્ડ્રોઇડ/વિન્ડોઝ ના એપ સ્ટોર થી ફ્રી માં મળી જશે. આ એપમાં મુખ્યત્વે તમને વધારે ફિલટર્સ મળશે જેને યુઝ કરી તમે તમારા ફોટોગ્રાફને એક અલગ જ ફિલ આપી શકો છો. ફિલ્ટર સિવાય આ એપમાં ફોટોગ્રાફીનું એક અલગ જ માર્કેટ પણ મળશે જ્યાં તમે તમારા ફોટોગ્રાફ્સ વહેંચી પણ શકો છો તથા અન્ય ફોટોગ્રાફર્સ પાસે થી ફોટોગ્રાફીના અલગ અલગ સ્કીલ્સ શીખી શકો છો.
૩. Bonfire Photo Editor Pro
એન્ડ્રોઇડ યુઝર માટેની આ એપ્લીકેશન ખરેખર આશીર્વાદ રૂપ છે. તમે જે પ્રકાર નો ફોટોગ્રાફ અપલોડ કરો છો અથવા તો તમારા કેમેરા દ્વારા ક્લિક કરો છો તે જ મુજબનું ફિલ્ટર તથા મોડ તમને આ એપ્લીકેશન બાયડીફોલ્ટ સજેસ્ટ કરે છે. સ્કીન સ્મુધિંગ અથવા તો વ્હાઈટ બેલેન્સ તથા રેડ આઈ રીમુવલ જેવા બેઝીક એડીટીંગ ટુલ્સ તમને અહિયાં મળી જ જશે.
૪. AirBrush
આ એપ પણ એન્ડ્રોઇડ યુઝર્સ માટે આશીર્વાદ રૂપ છે. જો તમને પણ સેલ્ફી લેવાનો બહુ શોખ હોય તો આ એપ્લીકેશન તમારી ઘણી મદદ કરી શકે છે. રેડ આઈ રીમુવર, ટીથ વ્હાઈટનેસ તથા સ્કીન/ફેઈસ નો કોઈ હિસ્સો બ્લર થઇ ગયો હોય તો તેને પણ એડિટ કરી શકાય છે.
૫. Snapseed
ટેકનોલોજી બાબતે શિખર પર બેસતા ગુગલની ફોટોગ્રાફી માટે કોઈ એપ્લીકેશન ના હોય એ તો કઈ રીતે શક્ય છે ? થોડા સમય પહેલા જ ગુગલ દ્વારા Snapseed લોન્ચ કરવામાં આવી છે. ફોટોગ્રાફી તથા એડીટીંગ માટે આ બેસ્ટ એપ્લીકેશન કહી શકાય છે. આ એપ્લીકેશન દ્વારા તમને ફોટોગ્રાફી માટે SLR/DSLR માં મળતા તમામ સેટિંગ તમને મોબાઈલમાં જ મળી જશે.
મોબાઈલ ફોટોગ્રાફીની આ માહિતી આપના ફોટોગ્રાફર મિત્રો સાથે ચોક્કસ થી શેર કરજો.
Nice