જ્યારથી મોબાઈલમાં કેમેરા આવ્યો છે ત્યાર થી સમગ્ર માનવજાતને એક ઘેલું લાગ્યું છે. જ્યાં પણ જાય ત્યાં ફોટોગ્રાફ લઇ જ લેવાના અને એમાં પણ જ્યારથી ફ્રન્ટ કેમેરા આવ્યો છે ત્યાર થી તો લોકોને રીતસરનું સેલ્ફીનું ઘેલું ઉપડ્યું છે, અને એવું ઘેલું કે અમુક અમુક જગ્યાને તો No Selfie Zone જાહેર કરવા પડ્યા બોલો…. જોકે સેલ્ફી વિષે વધુ વાતો આપણે ફરી કોઈ વાર કરશું. આજે અમે આપણે મોબાઈલ કેમેરા થી ફોટોગ્રાફી માટે ની ૫ સરળ તેમજ મહત્વ ની ટીપ્સ આપશું.
સ્ટેપ ૧. સારા પ્રકાશમાં ફોટોગ્રાફી કરો
કોઈપણ ફોટોગ્રાફની ખરી મજ્જા એની નેચરલ લાઈટ જ છે માટે શક્ય હોય તેટલો પ્રયાસ કરો કે તમે જે ફોટો ક્લિક કરો તેની નેચરલ લાઈટ કેપ્ચર કરી શકો. જો તડકામાં ફોટોગ્રાફી કરવી પડે તો ઓબ્જેક્ટ (જેની ફોટોગ્રાફી કરી રહ્યા છો)ને કોઈ શેડ/છાપરા નીચે એકદમ એઈજ પર ગોઠવો જેથી નેચરલ લાઈટનો તમે વધુમાંવધુ ઉપયોગ કરી શકો.
સ્ટેપ ૨. પ્રોપર બેલેન્સનો ઉપયોગ કરો
શક્ય હોય ત્યાં સુધી ફોટોગ્રાફમાં બેલેન્સનો પૂરો ઉપયોગ કરો. ફોટો પૂરો લેન્ડસ્કેપ લો અથવા તો પૂરો પોર્ટરેઈટ લો જેથી ફોટોગ્રાફ પ્રોપર આવે. આ સિવાય શક્ય હોય ત્યાં સુધી ફોનને પ્રોપર રીતે પકડો અને કેમેરાના ઓપ્શનમાં GRID VIEW અનેબલ કરી દો જેથી તમે પ્રોપર અને ક્લીયર બેલેન્સ સાથે ફોટોગ્રાફ લઇ શકો.
સ્ટેપ ૩. તમારો એન્ગલ ચેન્જ કરો
ફોટોગ્રાફી માટે એવો કોઈ નિયમ નથી કે કોઈ વસ્તુ સામે રાખી દો અને એના પિક્ચર્સ લઇ લો એટલે ફોટોગ્રાફી થઇ ગઈ… કોઈ વખત સાવ નીચે એટલે ગ્રાઉન્ડ લેવલ થી ફોટો ક્લિક કરો અથવા તો ઓબ્જેક્ટ ના સાવ ઉપર થી ફોટો ક્લિક કરો તો તેને ફોટો ખરેખર ખુબ જ અલગ આવશે. તમારે કયો એન્ગલ યુઝ કરવો તે તમારા ઓબ્જેક્ટ અને તેની નેચરલ લાઈટ પર નક્કી કરે છે તે બાબત ખાસ ધ્યાનમાં રાખવી.
સ્ટેપ ૪. ફોટોગ્રાફી એટલે વાર્તા કહેવાની એક કળા
ફોટોગ્રાફી ની સૌથી સરળ સરળ વ્યાખ્યા એટલે વાર્તા કહેવાની એક કળા… તમે કોઈ પણ ફોટોગ્રાફ ધ્યાન થી જુઓ તો તમને એની વાર્તા ખબર પડી જાય એમાં કોઈ જાતનું રોકેટ સાયન્સ નથી હોતું. તમે જે ફોટોગ્રાફ ક્લિક કરો એમાં પણ મેઈન ઓબ્જેક્ટની સાથે સાથે તેને લાગતી વાતો ને પણ પ્રોપર રીતે કેપ્ચર કરી લો.
સ્ટેપ ૫. બને તેટલું ઓછુ ઝૂમ કરો.
કોઈ ફોટોગ્રાફ ક્લિક કરતા પહેલા ઓબ્જેક્ટને શક્ય હોય તેટલું નજીક રાખો. ઓબ્જેક્ટને જેટલો ઝૂમ કરશો તેટલો ફોટો ફાટશે અને એની મજ્જા બગડી જશે. આ સિવાય શક્ય હોય ત્યાં સુધી ફ્લેશનો ઉપયોગ ઓછો કરો. Practice Makes Men Perfect. આ કહેવત આમ જ નથી બની. દરરોજ ફોટોગ્રાફી કરી અને તમે તમારી સ્કીલ્સને ચોક્કસપણે બદલાવી શકો છો.
આ ટીપ્સ આપના મિત્રો સાથે પણ શેર કરવાનું ચૂકશો નહિ.