મોબાઈલ ફોનનો કેમેરા વેબકેમ તરીકે ઉપયોગ કરો

By | April 2, 2016

convert-mobile-camera-into-webcam

એક એ દિવસો પણ હતા જયારે યાહુ ચેટ અને સ્કાય્પ પર વિડીઓ કોલિંગ માટે આખું ઘર એક છતનીચે ભેગું થઇ જતું હતું. જોકે આજે હવે ટેકનોલોજીએ હરણફાળ ભરી છે અને અઢળક નવી એપ્સ આવી છે જેને લીધે વિડીયો કોલિંગ ખરેખર ખુબ જ આસન બની ગયું છે, તેમ છતાં જો તમારી પાસે જુનો ફોન હોય અને તમે તેનો વેબકેમેરા તરીકે ઉપયોગ કરવા માંગતા હોય તો તેના માટેના બિલકુલ સરળ સ્ટેપ્સ અમે તમને જણાવીશું.

સ્ટેપ ૧ : IP Webcam

Step 1

સૌથી પહેલા તમારે તમારા એન્ડ્રોઇડ મોબાઈલમાં IP Webcam કરીને એપ્લીકેશન ડાઉનલોડ કરવાની છે. આ એપ્લીકેશન માટે તમારા એન્ડ્રોઇડ નું વર્ઝન ૨.૨ કરતા આગળનું હોવું જરૂરી છે. IP Webcam Adapter કરીને એક સોફ્ટવેર આવે છે તે પણ તમારે તમારા કમ્પ્યુટર પર ડાઉનલોડ કરવાનું છે.

સ્ટેપ ૨ Settings

Step 2

મોબાઈલમાં એપ્લીકેશન તથા કમ્પ્યુટરમાં સોફ્ટવેર ડાઉનલોડ થઇ ગયા બાદ હવે તમારે મોબાઈલ એપ ઓપન કરી અને તેમાં જરૂરી સેટિંગસ કરવાના છે. અહિયાં તમે સ્ક્રીન સાઇઝ ચેન્જ કરી શકો છો, સ્ટ્રીમીંગ સ્પીડ પણ કન્ટ્રોલ કરી શકો છો. કેમેરાનું ફોકોસ ઓટો જ રાખવું છે કે મેન્યુઅલી તે પણ ચેન્જ કરી શકો છો. સૌથી મહત્વનું સ્ટેપ છે કે ફોન કેમેરા ચાલુ થયા બાદ ઓટોમેટીક સ્લીપ મોડ પર ના જતો રહે માટે તે સેટિંગ પણ અહી થી તમે કરી શકો છો. એક વખત સેટિંગ કર્યા બાદ સર્વર પર સ્ટ્રીમીંગ શરુ કરી દો.

સ્ટેપ ૩ IP Address

સેટીન્ગ્સ કર્યા બાદ સર્વર પર સ્ટ્રીમીંગ શરુ કરતા જ તમને તમારા મોબાઈલ સ્ક્રીન પર એક આઈપી એડ્રેસ જોવા મળશે. “http://172.32.15.110:8080. “ લગભગ આ રીતનું એડ્રેસ તમને તમારા ફોનની કોર્નર પર જોવા મળશે. આ એડ્રેસ તમારા કમ્પ્યુટરના  વેબ બ્રાઉઝરમાં ઓપન કરો અને  “Use browser built-in viewer” ઓપ્શન સિલેક્ટ કરી લો. શક્ય હોય ત્યાં સુધી આ માટે ગુગલ ક્રોમ વેબ બ્રાઉઝર નો જ ઉપયોગ કરવો. હવે તમને તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર મોબાઈલ કેમેરાના દ્રશ્ય જોવા મળતા હશે.

સ્ટેપ ૪ Computer સેટીન્ગ્સ

Step 4

હવે પછીના તમામ સ્ટેપ્સ તમારે તમારા કમ્પ્યુટર પર કરવાના છે. હવે કમ્પ્યુટરમાં IP Camera Adapter ઓપન કરો Camera Feed URL ની જગ્યા પર તમને તમારા ફોન માં જે આઈપી એડ્રેસ મળ્યું હતું તે આઈપી એડ્રેસ અહિયાં લખી નાખો. આઈડી પાસવર્ડમાં કશું લખવાની જરૂર નથી અને વિડીયો રીઝોલ્યુશન પણ ઓટો ડીટેક્ટ કરી અને Apply કરી અને Ok કરી દો.

સ્ટેપ ૫ Skype

Step 5

બસ હવે તમે Skype શરુ કરશો અને વિડીયો કોલિંગ શરુ કરતા જ હવે તમને સીધું તમારા મોબાઈલના કેમેરા થી આવતું દ્રશ્ય જોવા મળશે.

મજ્જા પડી ગઈ ને ? તમે છેલ્લા કેટલા સમય થી મોબાઈલ કેમેરાને વેબ કેમેરા બનવવા મથામણ કરતા હતા અમે ૫ જ સરળ શબ્દોમાં આપને આ પ્રક્રિયા સમજાવી દીધીને ? બસ તો આ ખાસ મહત્વની માહિતી આપના મિત્રો સાથે શેર કરવાનું ચુકતા નહિ.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *