Save yourself From Spam Emails
ઇન્ટરનેટ અને ટેક્નોલોજી દરરોજ નવી ઊંચાઈને આંબી રહ્યા છે ત્યારે તેમાં સારી બાબતો સાથે નરસી બાબતોનો પ્રભાવ પણ વધતો જાય છે. ઘણી વખત તમને Coca Cola કે પછી Microsoft કે પછી RBI ના નામે ઈ-મેઈલ મળતા હોય છે અથવા તો ઘણી વખત પર્સનલ આઈડી પર થી પણ તમને એવા મેઈલ મળે કે જેમાં લખ્યું હોય છે કે તમે $100,00,000 ની લોટરી જીત્યા છો અથવા તો અમે અમારી અમુક પ્રોપર્ટી વહેંચી અને તેમાં થી જે-તે રકમ આવશે એ આપના નામે કરવા ઇચ્છીયે છીએ તો આપણી પૂરતી ડિટેઈલ્સ મોકલી આપો.
આ તમામ પ્રકારના મેઈલ માત્ર અને માત્ર લોકો ને ઉલ્લુ બનાવવા માટે જ થતા હોય છે. તમે જેવો આ મેસેજ નો રીપ્લાય આપો તે સાથે જ તમને ફરી એક ઈ-મેઈલ મોકલવામાં આવે જેમાં તમારે તમારું નામ, સરનામું, કોન્ટેક્ટ નંબર, ઈ-મેઈલ તથા બેન્ક ડિટેઈલ્સ મોકલવાની રહે છે. આ પછી તમને તેઓ સિક્યોરિટી અને વેરિફિકેશન માટે તેમના કોઈ બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા કરાવવાનું કહેશે.
તમે તેમના એકાઉન્ટમાં પૈસા જમા કરાવશો તે સાથે જ તમે મેસેજ મળશે કે તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાની પ્રોસેસ શરૂ કરી દેવાઈ છે વગેરે વગેરે. આ રીતે હવે ધીમે ધીમે આ લોકો તમને ઇગ્નોર કરવાનું શરૂ કરશે. જ્યાં સુધી તમે સમજો કે તમારી સાથે છેતરપિંડી થઈ છે ત્યાં સુધી તેઓ તેમના તરફ થી તમારી સાથેના બધા સંપર્ક બંધ કરી દેશે.
મોટે ભાગે આ ગેંગના લોકો નાઈજીરિયા જેવા દેશોમાંથી તેમનું કામ કરતા હોય છે. આ લોકોનો મુખ્ય ઉદેશ્ય લોકોને ઉલ્લુ બનાવી તેમની સાથે ચીટિંગ કરી અને શક્ય હોય તેટલા વધુ પૈસા પડાવવાનો હોય છે.
આવી જ રીતે ઘણી વખત તમને મારુતિ સુઝકી અથવા તો બીજી કોઈ કંપનીના નામ પર જોબ ઓફર પણ કરવામાં આવે છે જેમાં તમારી પાસે ઇન્ટરવ્યુ ફી અથવા તો ફોરેન કન્ટ્રી હોય તો વિઝા ફીના નામે પૈસા ઉઘરાવવામાં આવતા હોય છે. કોઈ પણ કોર્પોરેટ કંપની ઇન્ટરવ્યૂ ફી કે વિઝા ફી ના નામે પૈસા માંગતી નથી માટે આવા કોઈ મેઈલ આવે તો તે બાબતે પણ તમારી સાવચેતી તમારી મદદ કરી શકે છે.
જો ઉપરોક્ત કોઈ પણ ઘટનામાં તમારા પૈસા ફંસાયા હોય તો તમારે તરત જ તમારા શહેરના સાયબર ક્રાઇમ ઓફિસમાં જઈ આ બાબતની ફરિયાદ નોંધાવી જોઈએ.
આજનો આ અતિ મહત્વપૂર્ણ આર્ટિકલ આપના મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો.