વન પ્લસ થ્રી વિષે જાણો

By | March 8, 2016

oneplus-3-concept-design-by-jermaine-smit

વન પ્લસ ડીસેમ્બર ૨૦૧૩માં સ્થપાયેલી ચાઇનીઝ કંપની છે. છેલ્લા કેટલાક સમય થી ભારતીય માર્કેટમાં વન પ્લસએ તેના પોકેટ ફ્રેન્ડલી બજેટ તથા માર્કેટિંગ ટેકનીકએ ખરેખર ધૂમ મચાવી છે. વન પ્લસ ખરીદવા માટે તમારી પાસે તેનું Official Invite હોવું જરૂરી છે જેના માટે તમારે પહેલા Registration કરાવવું પડશે અને એ પછી જો તમને Invite મળે તો જ તમે તે ફોન ખરીદી શકો છો.

વન પ્લસ થ્રી વિષે વાત કરીએ તો એપલ કે સેમસંગ ની જેમ તેઓ કોઈ ફિક્સ મહિનામાં ફોન લોન્ચ નથી કરતા પણ હા તેઓ મોબાઈલ માર્કેટ પર હંમેશા નજર રાખે છે. એપલ ની પોલીસી જગજાહેર છે કે તેઓ જુન મહિનામાં નવા મોબાઈલ Announce કરે છે. પહેલા વર્ષે એપ્રિલ અને બીજા વર્ષ જુલાઈ એન્ડમાં રજુ થયેલ વન પ્લસ નું  ત્રીજું વર્ઝન આ વર્ષ ના ત્રીજા ક્વાટર એટલે જુન-જુલાઈની આસપાસ લોન્ચ થશે.

ડીઝાઇન

કંપનીના ફાઉન્ડર કાર્લસ પેઇનું કેહવું છે કે વન પ્લસ, વન પ્લસ ૨ અને વન પ્લસ એક્ષ કરતા વન પ્લસ ૩ ની ડીઝાઇન ચોક્કસપણે અલગ હશે. વપરાશકર્તાઓને એક પ્રીમીયમ ફીલિંગ મળે તે બાબતે કંપની ચોક્કસ ધ્યાન આપશે. આ સિવાય ફોનના બેકકવર ની વાત છે તો ત્યાં કંપની ની પોલીસી લગભગ જૂની જ રહેશે અને વપરાશકર્તાને ફોન પર પૂરી ગ્રીપ મળી રહે તેનું ચોક્કસપણે ધ્યાન અપાશે. વન પ્લસ ૨ માં જ ફિંગરપ્રિન્ટ સ્કેનર તથા યુએસબી ટાઈપ C નો ઉપયોગ કરવામાં આવ્યો હતો એટલે એ બંને વસ્તુ અહિયાં પણ હાજર હશે તે લગભગ નક્કી જ છે. વન પ્લસ ૩ માટે કંપની કદાચ ફિંગરપ્રિન્ટ સ્કેનર સિવાય અન્ય ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી શકે છે.

ડિસ્પ્લે

વન પ્લસ વન અને વન પ્લસ ૨ આ બંને મોબાઈલ ૫.૫ ઇંચની સ્ક્રીન સાઈઝ તથા ૧૯૨૦x૧૦૮૦નું રીઝોલ્યુશન ધરાવતા હતા અને એ જ પરંપરા વન પ્લસ ૩ માં પણ ચાલુ રહેશે તે નક્કી છે. વન પ્લસ ૩ ના ડિસ્પ્લેમાં નવી બાબત ક્વોડ એચ ડી સ્ક્રીન આવી શકે છે.

કેમેરા

વન પ્લસ ૨ ના ૧૩ મેગાપિક્ષલ કેમેરાની સરખામણી જયારે સેમસંગ S6 સાથે થઇ ત્યારે સેમસંગને નિરાશા નો સામનો કરવો પડ્યો હતો. મોઘો તથા અત્યાધુનિક ટેકનોલોજી હોવા છતાં સેમસંગના ફોન કરતા વન પ્લસ ૨ માંથી પડેલા પિક્ચર્સ ખુબ જ સારા આવ્યા હતા તે જોતા હવે વન પ્લસ ૩ પાસે થી ઘણી અપેક્ષાઓ વધી ગઈ છે. વન પ્લસ ૩ માં રીઅર કેમેરા ૧૬ મેગાપિક્ષલ તથા ફ્રન્ટ કેમેરા અથવા સેલ્ફી કેમેરા ૮ મેગાપિક્ષલનો આવશે તેવી શક્યતાઓ છે.

હાર્ડવેર

વન પ્લસ સીરીઝનો આ હિસ્સો એવો છે કે જે કોઈ પણ વ્યક્તિ પ્રીડીકટ કરી શકે છે. વન પ્લસ વન, વન પ્લસ ૨ તથા વન પ્લસ એક્ષ આ બંને મોડેલ લેટેસ્ટ ક્વોડ્કોમ પ્રોસેસર એટલે કે સ્નેપ્ડ્રેગ્ન ૮૦૧ અને સ્નેપ્ડ્રેગ્ન ૮૧૦ સાથે જ આવ્યા છે એટલે વન પ્લસ ૩ પણ તદ્દન નવા પ્રોસેસર સ્નેપ્ડ્રેગ્ન ૮૨૦ સાથે આવશે તે નક્કી છે. વન પ્લસ વન અને વન પ્લસ ૨ માં માઈક્રો એસડી કાર્ડ સ્લોટ હાજર નથી પણ વન પ્લસ એક્ષમાં કંપનીએ સરપ્રાઈઝ આપતા આ સ્લોટ હાજર કર્યો હતો જેટી વન પ્લસ ૩ માં પણ માઈક્રો એસડી સ્લોટ હાજર હોઈ શકે છે. ઇન્ટરનલ સ્ટોરેજની વાત કરીએ તો ૩૨ જીબી તથા ૬૪ જીબીના ઓપ્શન મળશે અને જો માઈક્રો એસડી સ્લોટ નહિ હોય તો કદાચ ૧૨૮ જીબી નો વિકલ્પ તમને મળી શકે છે. રેમ વિષે વાત કરીએ તો આધુનિક પ્રોસેસર તથા ચીપસેટને સંપૂર્ણ રીતે સપોર્ટ કરવા ૪ જીબી રેમ તમને વન પ્લસ ૩ માં મળશે.

સોફ્ટવેર

વન પ્લસ ૩ માં તમને કંપનીની પોતાની ઓક્ષિજ્ન ઓપરેટીંગ સીસ્ટમ તથા એન્ડ્રોઇડ નું કોમ્બીનેશન મળશે. વન પ્લસની ઓપરેટીંગ સીસ્ટમ સાયનોજીન મોડ તરીકે પણ ઓળખાય છે એને તેની સૌથી મોટી ખૂબી એ છે કે તમે કી-પેડ થી લગાડીને ફોનના વોલપેપર સુધી તમામ વસ્તુઓ એ પોતાની રીતે ખુબ જ આસાની થી મોડીફાય કરી શકો છો.

કિંમત

હવે આમ જુઓ તો આ મુદ્દો સૌથી ઉપર હોવો જોઈએ અને આપણે સૌથી નીચે એને રાખ્યો છે. વન પ્લસ ૩ ની કિંમત વિષે વાત કરું તો અત્યારે તેની અંદાજીત કિંમત ૨૬૦૦૦ રૂપિયા જેવી રાખવામાં આવી છે.

જો તમારે ૩૦૦૦૦ સુધીના બજેટમાં આધુનિક ટેકનોલોજી વાળો તદ્દન લેટેસ્ટ ફોન લેવો હોય તો વન પ્લસ ૩ માટે થોડી રાહ જોઈ જાઓ. इंतज़ार का फल मीठा रहेगा


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *