વાયરલેસ સ્પીકર્સ વિષે જાણવા જેવુ

By | June 26, 2016

“આ તારા વાયરના દોરડા અહી થી હટાવ નહિતર હું સળગાવી દઈશ હવે” આપણા સહુના ઘરમાં સવાર પડે અને આ એક ડાયલોગ કોમન છે. સ્પીકર અને તેમાં થી નીકળતા વાયર સાથે આપણે મોબાઈલ ફોન/આઈપોડ અટેચ કરતા હોઈએ છીએ અથવા તો ટેલીવિઝન માં હોમ થીયેટરની ફીલિંગ આવે એટલે વધારાના સ્પીકર્સ અટેચ કરતા હોઈએ છીએ અને મમ્મીઓને આ વાયરના દોરડાઓથી ભયંકર ત્રાસ થતો હોય છે, જોકે હવે ટેકનોલોજીએ પોતાનો રસ્તો કરી લીધો છે અને મમ્મીઓની આ કાયમી સમસ્યાનો હલ પણ લાવી જ દીધો છે. આ સમસ્યાનો હલ એટલે વાયરલેસ સ્પીકર્સ. આજે અમે આપને કેટલાક વાયરલેસ સ્પીકર અને તેની ખૂબીઓ વિષે જણાવશું. સૌથી પહેલા આપણે જાણીએકે આ વાયરલેસ સ્પીકર્સ કઈ રીતે કામ કરે છે.

તમને ખ્યાલ જ હશે કે થોડા સમય પહેલા જ Jabra અને Nokia કંપનીના બ્લ્યુટુથ હેડફોન્સ આવેલા જેમાં તમે એક નાનકડું  ડીવાઈસ તમારા કાનમાં રાખી અને તેના વડે તમારા મોબાઈલ પર આવેલા ફોનનો જવાબ આપતા હતા. બસ આ વાયરલેસ સ્પીકર પણ એ જ બ્લ્યુટુથ ટેકનોલોજી પર કામ કરે છે. તમારે ફક્ત બ્લ્યુટુથ વડે તમારા ફોનને આ સ્પીકર્સ સાથે કનેક્ટ કરવાનો છે અને એ પછી તમારા મોબાઈલ માં રહેલા બધા ગીતો તમે તમારા સ્પીકર પર વગાડી શકો છો. અમુક કંપનીઓ દ્વારા ઇન-બિલ્ટ માઈક અને ઇઅરફોન્સ ની પણ સુવિધા અપાય છે જેના વડે તમે કોઈને ફોન કરો અથવા કોઈનો ફોન આવે તો વાત પણ કરી શકો છો. નીચે Creative, JBL તથા MI ના સ્પીકર્સ વિષે આપણે વાતો કરીશું.

Creative Muvo 20

MUVO201-min

વાયરલેસ સ્પીકર્સની દુનિયામાં આ સ્પીકર છોટા પેકેટ બડા ધમાકાનું કામ કરે છે. ૪૫૦૦ રૂપિયા ની અંદર અંદર તમે ઇન્ટરનેટ પર થી આ સ્પીકર ખરીદી શકો છો. આ માત્ર વાયરલેસ સ્પીકર તરીકે જ નહિ પણ તમારા મોબાઈલ ફોન પર આવતા કોલ્સ ના રીસીવર તરીકે તથા પાવર બેંક તરીકે પણ કામ કરી શકે છે તે આ સ્પીકરનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. તમે AUX કેબલનો પણ ઉપયોગ કરી અને આ સ્પીકરનો યુઝ કરી શકો છો.

JBL Flip 2

jbl-flip-ii-speaker-2-min

JBL નું નામ સ્પીકર્સની દુનિયામાં ઘણું મોટું છે અને છેલ્લા ઘણા સમયથી તેઓ પણ ૪૫૦૦ રૂપિયાની અંદર અંદર વાયરલેસ સ્પીકર આપે છે અને તે પણ ઉપર ક્રિએટીવની જેમ જ તમારા મોબાઈલ પર આવતા ફોન કોલ્સને રીસીવ કરી શકે છે. ફૂલ ચાર્જ કર્યા પછી JBL Flip 2 તમને ૫ કલાકનો બેટરી બેકઅપ આપશે.

MI Bluetooth Speaker

Xiaomi-Mi-Bluetooth-speaker-min

ભારતીય મોબાઈલ માર્કેટમાં છેલ્લા કેટલાક સમય થી ધૂમ મચાવ્યા બાદ હવે MI દ્વારા બ્લ્યુટુથ સ્પીકર પણ લોન્ચ કરી દેવાયા છે. માત્ર ૨૦૦૦ રૂપિયા ની કિંમતમાં મળતું આ સ્પીકર Creative અને JBL બંનેનું કોમ્બીનેશન કહી શકાય છે. જોકે Creative કે JBL જેવું સાઉન્ડ આઉટપુટ નહિ મળે પણ ૨૦૦૦ રૂપિયા સામે ખરેખર ખુબ જ સારી પ્રોડક્ટ કહી શકાય છે. જોકે ક્રિયેટીવની જેમ આમાં તમને પાવરબેંક ની સુવિધા નહિ મળે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે.

વાયરલેસ સ્પીકર વિષેની આ માહિતી આપના મિત્રો સાથે ચોક્કસપણે શેર કરજો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *