વાયરસ, માલવેર્સ અને ટ્રોજન વિષે અચૂક જાણવા જેવી વાતો

By | June 20, 2016

જ્યાર થી કોમ્પ્યુટરનું મહત્વ વધ્યું છે ત્યાર થી જ તેને હેરાન કરનાર તત્વો પણ વધી ગયા છે. અમે અગાઉ જણાવેલું વાયરસ એ કોમ્પ્યુટરનો તથા તમારા ડાટાનો ખાત્મો બોલાવી શકે છે. વાયરસ વિષે ઘણી બધી ચર્ચાઓ આ પહેલા પણ થઇ ચુકી છે અને તમને ઘણી વસ્તુ ખ્યાલ પણ હશે જ પરંતુ અમારો આજનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે અમે તમને વાયરસ, માલવેર્સ અને ટ્રોજન વિષેનો ડીફરન્સ જણાવીએ તથા તેના વિષેની અમુક માહિતી તમારા સુધી પહોંચતી કરીએ.

virus-trojan

માલવેર્સ

આમ જુઓ તો માલવેર્સ નામ છુટું કરો તો મેલીસીયસ સોફ્ટવેર્સ થાય. આ નામ જ એટલું સાબિત કરવા પુરતું છે કે આ પ્રકારના વાયરસ અથવા તો આ રીતે વાયરસ ફેલાવવા માટે કેટલી ખતરનાક છે. જયારે કોઈ અજાણી વેબસાઈટમની મુલાકાત લો ત્યારે મોટે ભાગે આ રીતે તમારી સીસ્ટમમાં પ્રવેશતા હોય છે. તમારા ઈન્ટરનેટ બ્રાઉઝર ના રસ્તે આ પ્રકારના સોફ્ટવેર તમારી સીસ્ટમમાં ઇન્સ્ટોલ થતા હોય છે. ઘણી વખત તમારા બ્રાઉઝરમાં એડ ઓન્સ જાતે જ આવી જતા હોય છે જેને લીધે તમારે ઘણી વખત ગુગલ કે ફેસબુક પણ ઓપન કરો તે સાથે જ બીજી બધી વિન્ડોમાં અલગ અલગ સાઈટ્સ ઓપન થઇ જતી હોય છે. આ પ્રકારના વાયરસ હોય તો એન્ટીવાયરસ અથવા તો જે પ્રોગ્રામ/બ્રાઉઝર આ વાયરસને લીધે અફેક્ટ થયો હોય તેને અનઇન્સ્ટોલ કરી ફરી ઇન્સ્ટોલ કરવો હિતાવહ છે.

Spyware

આ પ્રકારનો વાયરસ પણ .EXE ફોરમેટમાં આવે છે અને તમારા કોમ્પ્યુટરમાં છુપા જાસુસની જેમ કામ કરે છે. તમને ખબર પણ ના હોય તે રીતે તમારા કોમ્પ્યુટરપર થઇ રહેલ તમામ કામની જાણકારી તે પોતાના માલિકને મોકલતો રહે છે. આ પ્રકારના વાયરસ તમારી બધી જ પર્સનલ માહિતી બીજા સુધી પહોંચાડે છે. આ પ્રકારના વાયરસ કોમ્પ્યુટરમાં આવ્યા બાદ તેમાં થી નીકળવાનો એક માત્ર રસ્તો એ છે કે જેટલી જલ્દી શક્ય હોય તેટલી જલ્દી કોમ્પ્યુટરને ક્લીન ફોરમેટ કરો તથા બેકઅપ લીધેલ ડાટાને પણ સ્કેન કરો.

Trojan

આ પ્રકારના વાયરસ તમારા કોમ્પ્યુટરમાં પાછલા દરવાજેથી પ્રવેશ કરતા હોય છે. આ પ્રકારના પ્રોગ્રામ તમારા નેટવર્ક સીસ્ટમ તથા તેની સાથે જોડાયેલા કોમ્પ્યુટરને નુકશાન પહોંચાડતા હોય છે. મોટે ભાગે ફાઈલ શેરીંગ, વર્લ્ડ વાઈડ વેબ તથા ઈ-મેઈલ દ્વારા આ પ્રકારના વાયરસ તમારી સીસ્ટમમાં પ્રવેશ કરતા હોય છે. આ પ્રકારના વાયરસ પ્રવેશ કરે ત્યારે તેમનો એક છુપો એજેન્ડા હોય છે અને તે તમારી સિસ્ટમની અમુક ફાઈલ્સને નુકશાન પહોંચાડી શકે છે.

કોઈ પણ પ્રકારના વાયરસની કોમ્પ્યુટરને બચાવવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખો

૧) અજાણી વેબસાઈટ્સનો ઉપયોગ હમેશા ટાળો.
૨) લલચામણી ઓફર્સ સાથેના ઈ-મેઈલના અટેચ્મેન્ટ ડાઉનલોડ કરવાનું ટાળો.
૩) સારો એન્ટી વાયરસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરો.
૪) ઓપરેટીંગ સીસ્ટમ તથા એન્ટીવાયરસ પ્રોગ્રામ અપડેટેડ રાખો.
૫) સમયાંતરે એન્ટીવાયરસની મદદથી સ્કેન કરો
૬) બિનજરૂરી પ્રોગ્રામ્સ, એડ ઓન્સ અનઇન્સ્ટોલ કરો  
૭) ટેમ્પરરી/cache ફાઈલ્સ દુર કરતા રહો.

કોમ્પ્યુટરને લગતી આ અતિ મહત્વની માહિતી આપના મિત્રો સાથે શેર કરવનું ચૂકશો નહિ.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *