ઘણી વખત એવું થાય કે તમે કંઇક Important કામ લઇને બેઠા હોય અને છેલ્લી ઘડી પર જ કમ્પ્યુટર હેંગ થઇ જાય અને તમારું કામ અટકી જાય…હવે આ જ ઘટના જયારે તમે IRCTC પર તત્કાલ ટીકીટ બુક કરતા હોય ત્યારે થાય તો કેવો ભયંકર ગુસ્સો આવે..કમ્પ્યુટર જ નહિ આપણું મગજ પણ હેંગ થઇ જાય ને… અમે મગજને હેંગ કરતા કેમ અટકાવવું એ તો નહી શીખવાડી શકીએ પણ હા કમ્પ્યુટરને અમુલ બત્ર જેટલું સ્મુધ કેમ કરવું એ ચોક્કસપણે શીખવાડી શકીશું.
સ્ટેપ ૧. અનવોન્ટેડ પ્રોગ્રામ્સ અનઇન્સ્ટોલ કરી નાખો.
ભલે તમારા કમ્પ્યુટરમાં ૧ ટીબી ની ક્ષમતા ધરાવતી હાર્ડડિસ્ક હોય તેમ છતાં જેટલું જરૂરી ના હોય તે તમામ પ્રોગ્રામ્સને તરત જ અનઇન્સ્ટોલ કરી નાખો. અનઇન્સ્ટોલ કરવા માટે નો સૌથી સરળ સ્ટેપ નીચે મુજબ છે.
Windows Menu->Control Panel->Programs and Features->Select the program & uninstall.
તમે કમ્પ્યુટરમાં કોઈ પણ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરો એટલે કમ્પ્યુટરની બેઝીક અથવા તો સીસ્ટમ ડ્રાઈવમાં તેનું એક ફોલ્ડર બની જતું હોય છે જેમાં પ્રોગ્રામની બેઝીક ફાઈલ્સ તથા Cache Files રહેતી હોય છે. પ્રોગ્રામ અનઇન્સ્ટોલ કર્યા બાદ પણ તેની અમુક ફાઈલ્સ રહી જાય છે તો તેને દુર કરવા માટેના સ્ટેપ્સ આ મુજબ છે.
My Computer->Local Drive C-> Program Files-> Select The Folder & Delete the files
(મોટે ભાગે આ ફાઈલ્સ C ડ્રાઈવ માં જ હોય છે અમે અહિયાં C ડ્રાઈવ લખ્યું છે. આ પાથ પરની કોઈ પણ ફાઈલ ડીલીટ કરતા પહેલા ખાસ જોઈ લેવું કે તમે નક્કામી ફાઈલ જ ડીલીટ કરી રહ્યા છોને. સીસ્ટમ કે સીસ્ટમ ૩૨ અને વિન્ડોઝ ના ફોલ્ડરને ભૂલ થી પણ ડીલીટ કરવું નહિ બાકી વિન્ડોઝ ફોરમેટ કરવું પડશે)
સ્ટેપ ૨. ટેમ્પરરી/રીસેન્ટ ફાઈલ્સ ડીલીટ કરો
આ બહુ જ સામાન્ય અને સરળ સ્ટેપ છે. મોટા ભાગે દરેક લોકોને આ સ્ટેપ વિષે ખબર જ હશે તેમ છતાં આ સ્ટેપ દ્વારા તમે ત્રણ અલગ અલગ ફોલ્ડરની ફાઈલ્સ ડીલીટ કરી શકો છો. આ માટેના સ્ટેપ્સ નીચે મુજબ છે.
Press Windows Key+R-> Type TEMP in run prompt-> Select all files by Control+A->Shift+Delete to delete all files permanently.
Press Windows Key+R-> Type %TEMP% in run prompt-> Select all files by Control+A->Shift+Delete to delete all files permanently.
Press Windows Key+R-> Type RECENT in run prompt-> Select all files by Control+A->Shift+Delete to delete all files permanently.
આ ટાસ્ક પરફોર્મ કરતી વખતે ઘણી વખત તમને એરર મળશે તો ડર્યા વગર શક્ય હોય તે બધી જ ફાઈલ્સ બેધડક ડીલીટ કરી નાખજો. આ ટાસ્ક પરફોર્મ કર્યા બાદ કમ્પ્યુટરને રીસ્ટાર્ટ કરી દેજો.
સ્ટેપ ૩. હિસ્ટ્રી તથા કુકીઝ ડીલીટ કરો.
તમે ઈન્ટરનેટ સર્ફિંગ માટે ઇન્ટરનેટ એક્સપ્લોરર વાપરતા હોય કે પછી મોઝીલા ફાયરફોક્ષ/ગુગલ ક્રોમ અથવા તો સફારી વાપરતા હોવ પણ જયારે જયારે તમે કશું પણ સર્ચ કરો છો ત્યારે તમારા કમ્પ્યુટરમાં એક ટેમ્પરરી ફોલ્ડર બને છે જેમાં તે બધી જ ટેમ્પરરી ફાઈલ સેવ થાય છે. મોટે ભાગે હવે બ્રાઉઝર માં હવે ફાઈલ્સ ઓટોમેટીકલી જ ડીલીટ થાય તેવી સુવિધા આવી ગઈ છે તેમ છતાં સમયાંતરે આ ફાઈલ્સને ડીલીટ કરવી ખુબ જ જરૂરી બને છે. આ માટે ના સ્ટેપ્સ નીચે મુજબ છે.
ગુગલ ક્રોમ
Menu->Settings->Show Advanced Settings->Content Settings->All cookies and site data…
મોઝીલા ફાયરફોક્ષ
Menu->Options->Privacy->Show Cookies->Remove All
સફારી(મેક અથવા એપલની સીસ્ટમમાં તમે ઓપરેટીંગ સીસ્ટમનું કયું વર્ઝન યુઝ કરો છો તેના ઉપર તેના સ્ટેપ્સ રહેલા છે તેમ છતાં જનરલ સ્ટેપ્સ આ મુજબ છે.)
Menu->General->Privacy->Select all & Delete
ઇન્ટરનેટ એક્ષપ્લોરર
Settings->Internet Options->General->Temporary Internet Files->View Files->Select with CONTROL+A & SHIFT+DELETE
તમે ઉપરોક્ત સ્ટેપ મુજબ તમારા બ્રાઉઝર માંથી ટેમ્પરરી ફાઈલ્સ તથા કુકીઝ ડીલીટ કરી શકો છો. આ કર્યા બાદ પણ તમારા કમ્પ્યુટરને રીસ્ટાર્ટ કરવું જરૂરી છે.
સ્ટેપ ૪. ઓપરેટીંગ સીસ્ટમ તથા એન્ટીવાયરસ નું વર્ઝન ચેક કરો
ઘણી વખત એવું બને કે ઉપરના બધા સ્ટેપ્સ પરફોર્મ કર્યા બાદ પણ સીસ્ટમ હેંગ થતી હોય તો તમારા વિન્ડોઝનું વર્ઝન તથા એન્ટીવાયરસનું વર્ઝન ખાસ ચેક કરી જુઓ અને શક્ય હોય ત્યાં સુધી આ બંનેને અપડેટેડ રાખો. એન્ટીવાયરસ દ્વારા સીસ્ટમને સ્કેન કરી અને એ પણ ચેક કરવું જરૂરી છે કે સીસ્ટમમાં કોઈ વાયરસ તો નહિ આવી ગયો ને.. જો કોઈ વાયરસ એલર્ટ દેખાડે તોતેને તરત જ રીમુવ કરો અને તેમ છતાં પણ જો સીસ્ટમ હેંગ થતી હોય સીસ્ટમને ફોરમેટ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.
સ્ટેપ ૫. સમયાંતરે કમ્પ્યુટરની સર્વિસ કરાવતા રહો
કમ્પ્યુટર એક મશીન છે અને સમાંતરે તેની સર્વિસ કરવી ખુબ જ જરૂરી છે. ઘણી વખત RAM પર કે RAM SLOT પર ધૂળ/ડસ્ટ જામી જવાને કારણે પણ સીસ્ટમ હેંગ થતી હોય છે તો સમયાંતરે સીસ્ટમની પ્રોપર સર્વિસ કરાવતા રહો.
ઉપરોક્ત સ્ટેપ્સ મુજબ જો તમારી સીસ્ટમ સ્મુધ ચાલતી થઇ ગઈ હોય તો આ સ્ટેપ્સ તમારા મિત્રો સાથે પણ શેર કરજો.