વારંવાર હેંગ થતા મોબાઈલને કેવી રીતે બચાવશો?

By | March 6, 2016

તમે ગમ્મે તેટલો મોંઘો અને આધુનિક ટેકનોલોજી વાળો ફોન કેમ ના ખરીદો પણ દરેક સ્માર્ટફોન વપરાશકર્તા ફોન હેંગ થવાની બીમારી થી ચોક્કસ પીડાય છે. આજે અમે આપને અહિયાં અમુક એવી નાની ટીપ્સ આપશું જેના થી તમે તમારા ફોનને હેંગ થતો અટકાવી શકો છો.

mobile-hang-problem-solve-gujarati

૧) નક્કામો ડાટા તથા એપ્લીકેશન ડીલીટ કરો

જો તમે એન્ડ્રોઇડ ઓપરેટીંગ સીસ્ટમ વાળો ફોન યુઝ કરો છો તો તમારે Setting->Storage Settings અથવા Settings-> Storage-> Phone Storage-> Make More Space માં જવું પડશે  ત્યાં જઈને તમે નક્કામી ફાઈલ્સ તથા એપ્લીકેશન ડીલીટ કરી શકો છો. આ સિવાય થર્ડ પાર્ટી એપ્લીકેશન “ફાઈલ મેનેજર” નો ઉપયોગ કરીને પણ તમે આ જ વસ્તુ કરી શકો છો. તેના બેઝીક સ્ટેપ્સ આ મુજબ છે. File Manager-> Phone Storage -> હવે અહિયાં તમને અઢળક ફાઈલ્સ અને ફોલ્ડર્સ જોવા મળશે જેમાંથી તમે Cache તથા Utility Ads આ ફોલ્ડર ડીલીટ કરી શકો છો. આ સિવાય જો તમે Whatsapp તથા Hike જેવા એપ્લીકેશન યુઝ કરતા હોય તો તેના ફોલ્ડર માં જઈને ડાઉનલોડ થયેલા પ્રોફાઈલ પિક્ચર્સ તથા જરૂરી ના હોય તેવા Chat Backup પણ ડીલીટ કરી શકો છો.
Delete

૨) તમારી એપ્લીકેશનને એક્ષટર્નલ સ્ટોરેજમાં ટ્રાન્સફર કરો.

છેલ્લા ઘણા સમય થી એન્ડ્રોઇડ યુઝરની આ કમ્પ્લેઇન હતી કે તેઓ એપ્સ ટ્રાન્સફર નથી કરી શકતા જો તમે હાઈ એન્ડ અથવા તો ફ્લેગશીપ મોડેલ યુઝ કરતા હશતો તો તમે આખી એપ્લીકેશન ટ્રાન્સફર કરી શકશો અથવા તો મોટાભાગની એપ્લીકેશનનો અમુક હિસ્સો તમે એક્ષટર્નલ સ્ટોરેજમાં ટ્રાન્સફર કરી શકો છો. તેના સ્ટેપ્સ આ મુજબ છે
Settings -> Apps -> All Apps -> Select The Application -> Move To SD12790189_10209506736212092_1203114380_o

૩) ઈ-મેઈલ તથા વોટ્સએપમાં આવેલ ડાટાને SD કાર્ડમાં ટ્રાન્સફર કરો.

ઈ-મેઈલ તથા વોટ્સએપ માં આવેલ ડાટા, ફોટોગ્રાફ્સ તથા મ્યુઝીક સૌથી પહેલા તમારા ઇન્ટરનલ સ્ટોરેજ માં સેવ થશે અને તેને તમે તમારા એક્ષટર્નલ સ્ટોરેજમાં ટ્રાન્સફર કરી શકો છો. તેના માટે ના સ્ટેપ્સ આ મુજબ છે.
Settings -> Storage -> Phone Storage -> Make More Space -> Gallery -> Select Files -> Move to SD
આ સિવાય તમે Storage માં જશો ત્યારે તમને Default Storage ઓપ્શન મળશે ત્યાં થી તમે Camera, Downloads વગેરે માટે ડીફોલ્ટ ઓપ્શન સેટ કરી શકો છો.Final

૪) યુઝ ના કરી રહ્યા હોય તેવી એપ્લીકેશન બંધ કરવી

જયારે તમે ફોન વાપરવાનો શરુ કરો ત્યારે તેમાં બેકગ્રાઉન્ડમાં ઘણી એપ્લીકેશન ચાલતી હોય છે. તમે કોઈ પણ એપ્લીકેશન એક વખત ઓપન કરી અને બંધ કરો એ પછી પણ બેકગ્રાઉન્ડમાં એ એપ્લીકેશન ચાલુ જ હોય છે જેને લીધે તમારો ફોન હેંગ થાય તથા બેટરી પણ ઓટોમેટીક ડીસ્ચાર્જ થતી હોય છે. બેકગ્રાઉન્ડ એપ્લીકેશન બંધ કરવાના સ્ટેપ્સ નીચે મુજબ છે.
Settings -> Apps -> Running -> Select The Application -> Stop

10429723_10209506736132090_1430935923_o

ઉપર દર્શાવેલ ઉપાયોથી તમે ચોક્કસપણે તમારો ફોન હેંગ થતો અટકાવી શકશો તથા તમારો મલ્ટી ટાસ્કીંગ નો અનુભવ અમુલ બટર જેવો સ્મુધ બનાવી શકશો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *