વોટ્સએપ ની ૫ છુપાયેલી ટ્રીક્સ

By | March 24, 2016

Whatsapp-tricks-and-tips

વોટ્સએપ આપણા સહુના જીવનનો એક અમુલ્ય હિસ્સો બની ગયું છે. એક સમય હતો જયારે આપણે રાત્રે સુવા જતા પહેલા તથા સવારે ઉઠીને સૌથી પહેલા ભગવાનના દર્શન કરતા હતા અને આજે એ સ્થાન વોટ્સએપે લઇ લીધું છે. જોકે હવે ભગવાનની ભક્તિ હોય કે તહેવારોનું સેલિબ્રેશન, ઓફીસ મીટીંગ હોય કે કોઈની સાથેનો મીઠો ઝગડો બધું જ વોટ્સએપ પર થવા લાગ્યું છે. આજે મારે અહિયાં વોટ્સએપના ફાયદા અને ગેરફાયદા નથી કહેવા પણ તમને ૫ સિક્રેટ ટીપ્સ આપવી છે.

૧) કમ્પ્યુટર પર વોટ્સએપ ચલાવો

લેપટોપ કે ડેસ્કટોપ પર કામ કરી રહ્યા છો અને બાજુમાં વોટ્સએપ હેરાન કરે છે અને તેને જોવાનો ટાઇમ નથી અથવા તો ફોન દુર પડ્યો છે અને વોટ્સએપ મેસેજ કમ્પ્યુટર પર જ વાંચવો છે ?? બસ આ રહ્યા સ્ટેપ્સ
https://web.whatsapp.com/ -> Scan the QR Code by Whatsapp Web Option in your mobile અને બસ તમારા મોબાઈલનું વોટ્સએપ તમારા લેપટોપ પર ચાલુ…અહિયાં થી તમે તમારા મિત્રોને મેસેજ મોકલી પણ શકશો અને તેમના મેસેજનો જવાબ આપી પણ શકશો.

૨) ડીલીટ થયેલા વોટ્સએપ મેસેજ ફરી વાંચો

recover-whatsapp-messages-manually

ઘણી વખત ઉતાવળમાં કોઈ મેસેજ ડીલીટ થઇ ગયો હોય કે ફોન ફોરમેટ કરવો પડ્યો હોય ત્યારે વોટ્સએપ મેસેજની કિંમત સમજાય છે.અતિ મહત્વના મેસેજીસ અથવા અમુક ડીટેઈલ્સ વોટ્સએપ મેસેજમાં હોય અને મેસેજ ડીલીટ થઇ જાય તો તેને રીકવર કરવાના સ્ટેપ્સ આ મુજબ છે
* વોટ્સએપ તમારા બધા મેસેજનો બેકઅપ રાખે જ છે.
* Go to mobile SD Card->Whatsapp->Database અને અહિયાં તમને તારીખ મુજબનો ડેટા બેઝ મળશે. બસ આ ફાઈલ ને નોટપેડ માં ઓપન કરો અને બધી ચેટ અહિયાં વાંચી શકો છો.

૩) મિત્રનું વોટ્સએપ હેક કરો

ક્યારેય કોઈ મિત્રને હેરાન કરવા કે ખુફિયાપંતી કરવા કોઈ ને હેરાન કરવા છે?? એમનું વોટ્સએપ હેક કરવાની એક અદભૂત ટ્રીક અમે આપને આપીએ છીએ(આ ટ્રીક વાપર્યા પછી કઈ પણ થાય તો તેની જવાબદારી તમારી પોતાની રહશે)
મિત્રના માઈક્રો એસડી કાર્ડ ને કમ્પ્યુટરમાં લગાવો અને બસ આ સ્ટેપ્સ ફોલો કરો
Go To Micro SD Card->Whatsapp->Database બસ અહિયાં રહેલી ફાઈલ્સને કોપી કરો અને તમારી પેન ડ્રાઈવમાં પેસ્ટ કરો. હવે ઇન્ટરનેટ પર જઈને Recover Messages નામની વેબસાઈટ પર જાઓ અને તમે કોપી કરેલા ડેટાબેઇઝ ને ત્યાં અપલોડ કરો અને બસ મિત્રના બેકઅપ થયેલા મેસેજીઝની મજ્જા માણો.

૪) વોટ્સએપમાં આવેલા પિક્ચર્સને ગેલેરીમાં આવતા અટકાવો (Android Only)

એન્ડ્રોઇડ યુઝર્સ માટે આ હકીકતે એક બહુ મોટી સમસ્યા છે. વોટ્સએપમાં આવેલ ફોટો ડાઉનલોડ કરો એટલે એ તમારી ગેલેરીમાં સ્ટોર થઇ જ જાય છે અને પછી તમે જયારે ગેલેરી ખોલો ત્યારે તે ફોટો ત્યાં પણ તમને હેરાન કરે છે. હવે આ મુસીબત થી છુટવાનો રસ્તો અમે આપને આપીએ છીએ.
* મોટે ભાગે હવે બધાના ફોનમાં એન્ડ્રોઇડ લોલીપોપ/માર્શ્મેલોવ હશે જ જો નાં હોય તો તમે ES File Explorer નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી શકો છો. લોલીપોપ અને માર્શ્મેલોવમાં ડીફોલ્ટ File Explorer આવે જ છે.
* Go to Micro SD Card-> Whatsapp->Media->Whatsapp Images હવે અહિયાં તમારા ફોનમાં નીચે રહેલા “Plus” બટનને દબાવો અને ફોલ્ડર નું નામ રાખો “.nomedia”  બસ તમારું કામ થઇ ગયું. હવે તમને ક્યારેય પણ કોઈ પણ વોટ્સએપ ઈમેજ તમારી ગેલેરીમાં જોવા નહિ મળે.

૫) BCC Mail ની જેમ વોટ્સએપ કરો

આપણે ઓફીસમાં મોટે ભાગે BCC Mail નો ઉપયોગ કરતા હોઈએ છીએ જેથી કોઈને એ ખબર ના પડે કે તમે એ ઈ-મેઈલ એમના સિવાય કેટલા લોકોને મોકલ્યો છે. આ જ વસ્તુ હવે તમે વોટ્સએપ પર પણ કરી શકો છો અને એ પણ ગ્રુપ બનાવ્યા વગર 😉
Options-> New Broadcast -> Add Contacts -> Send Message
અહિયાં તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તમે બ્રોડકાસ્ટ કરેલો મેસેજ એ દરેક વ્યક્તિને મળશે જેમને તમારો નમ્બર તેમના ફોનમાં સેવ કર્યો હશે.

વોટ્સએપ વાપરવાનું આસન થયું ને ?? કેટલી નવી ટ્રીક્સ તમને આજે જાણવા મળી ??


4 thoughts on “વોટ્સએપ ની ૫ છુપાયેલી ટ્રીક્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *