આજકાલ આપણને સહુને મોબાઈલનું એટલું ઘેલું લાગ્યું છે કે આપણે બધી જ જગ્યા મોબાઈલ લઈને જ જતા રહીએ છીએ. ઘણી વાર તો વોશરૂમમાં પણ લોકો મોબાઈલ લઈને જતા રહે છે અને પછી બહાર આવતા કલાક થાય એવામાં ભૂલે ચુકે મોબાઈલ હાથ માંથી છટકે અને સિધ્ધો પાણીની ડોલમાં જઈને પડે એટલે રીતસરના પસીના છુટી જાય ને.. ઘણી વખત કશે બહાર હોઈએ અને અચાનક જ ધોધમાર વરસાદ પડે તો ય મોબાઈલ પલળી જાય અને દિલ આપણું તૂટી જાય.. પણ દોસ્ત હવે ફિકર નોટ.. નેટયાત્રા પર અમે તમને સમજાવશું કે પાણીમાં પડેલો મોબાઈલ કઈ રીતે બચાવી શકાય.
સ્ટેપ ૧ :- મોબાઈલને તાત્કાલિક બંધ કરો
પાણીમાં પડેલા મોબાઈલને તરત જ બહાર કાઢી અને તેને સ્વીચ ઓફ કરી દો. મોબાઈલના જેટલા પણ પાર્ટ્સ રીમુવેબ્લ હોય તે તરત જ અલગ કરી દો, એટલે કે બેટરી, સીમ કાર્ડ, મેમરી કાર્ડ, બેક કવર અને જો મોબાઈલમાં સાથે ટચ પેન આવી હોય તો તે પણ અલગ કરી દો. જ્યાં સુધી મોબાઈલ સંપૂર્ણપણે કોરો નાં થઇ જાય ત્યાં સુધી તેને સ્વીચ ઓન કરવા અથવા તો ચાર્જ કરવા પ્રયત્ન કરવો નહિ.
સ્ટેપ ૨ :- મોબાઈલને કોરો કરો
ચોખ્ખા કોટનના કપડા થી મોબાઈલ, બેટરી, સીમ કાર્ડ, મેમરી કાર્ડ તથા ફોનની બોડીને સાફ કરી નાખો. મોબાઈલ ના કોઈ પણ ભાગ પર થોડું પણ પાણી રહેવું જોઈએ નહિ. થોડી વાર માટે બધા જ પાર્ટ્સને એક કોરા કપડા પર પંખા નીચે ખુલ્લા કરી દો જેથી તે કોરા થઇ જાય. જો તમારા ફોનનું બેકકવર જાતે ખુલી શકે તેમ નથી તો તમે ફોન ને હાથ વડે જ હવામાં હલાવી અને કોરો કરી શકો છો. જો કોઈ મિત્ર પાસે ફોન ખુલે તે મુજબના સ્ક્રુ ડ્રાઈવર હોય તો તમે જાતે પણ ફોનનું બેક કવર ખોલી શકો છો.
સ્ટેપ ૩ :- ચોખા સ્નાન કરાવો
હવે મોબાઈલને થોડા દિવસ માટે ચોખા ભરેલા ડબ્બામાં ચોખાની વચ્ચોવચ્ચ મૂકી દો.. ઘણા કિસ્સાઓમાં ચોખા ના મળે તો સિલિકા જેલી પણ તમે વાપરી શકો છો. સિલિકા જેલી મોટે ભાગે ઈલેક્ટ્રોનિક વસ્તુઓ સાથે આવતી હોય છે.. તમારો ફોન થોડા દિવસો માટે સંપૂર્ણ રીતે ચોખા અથવા તો સિલિકા જેલીમાં મૂકી દો.
સ્ટેપ ૪ :- ફોન ચેક કરો
આશરે ૧૫ દિવસ ચોખા અથવા સિલિકા જેલીમાં રાખ્યા બાદ હવે ફોનને ફરી ચાલુ કરવાનો પ્રયત્ન કરો.. મોટા ભાગના કિસ્સાઓમાં ફોન તરત જ ચાલુ થઇ જતો હોય છે. જો કોઈ પણ રીતે ફોન ચાલુ નાં થાય અથવા તો થયા પછી એમાં કોઈ તકલીફ આવે તો તમે કંપનીના સર્વિસ સેન્ટરનો સંપર્ક કરી શકો છો.
જોયું અમે માત્ર ૪ જ સ્ટેપમાં આપનો પાણીમાં પડેલ મોબાઈલ ચાલુ કરી આપ્યોને.. બસ તો આ માહિતી આપના મિત્રો સાથે શેર કરવાનું ચુકતા નહિ.
Pingback: શું મોબાઈલ માં પણ વાઈરસ આવી શકે? | Netyatra - Tips and Tricks in Gujarati