શું મોબાઈલ માં પણ વાઈરસ આવી શકે?

By | August 17, 2016

કમ્પ્યુટરમાં આવતા વાઇરસથી તો આપણે સહુ પરિચિત છીએ પણ જ્યારથી આ અત્યાધુનિક સ્માર્ટ ફોન્સ આવવા લાગ્યા છે ત્યારથી જ આપણે હવે એમાં પણ વાઇરસ થી પરેશાન થવા લાગ્યા છીએ. જો તમને એવું લાગતું હોય કે તમારી પાસે અત્યાધુનિક મોબાઈલ છે અને એમાં વાઇરસ નહિ આવી શકે તો જનાબ એ માત્ર એક ભ્રમ છે અને તમારો મોબાઈલ નો ભોગ વાઇરસ લઇ શકે છે.

મોબાઈલમાં વાઇરસ કઈ રીતે આવી શકે ?

જો તમે અજાણી વેબસાઇટ્સ પર થી સોન્ગ્સ ડાઉનલોડ કરતા હોય તો તેમાં થી તમારા ફોનમાં વાઇરસ આવવાની શક્યતા સૌથી વધુ રહેલી છે. આ સિવાય સ્પામ ઈ-મેઇલ્સ આવતા હોય છે તેમાં આપેલી વેબસાઇટ્સ પર થી પણ તમારા ફોનમાં વાઇરસ આવી શકે છે. જો ઝેન્ડર કે બ્લ્યુટુથથી અજાણ્યા લોકો સાથે ફાઇલ્સ ની લેવડ-દેવડ કરતા હોય તો પણ ઘણી વખત કોઈ વાઇરસ મોબાઈલમાં આવી શકે છે. અજાણી વેબસાઇટ્સ પર થી એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી પણ મોબાઈલને વાઇરસનો રોગ લાગુ પડી શકે છે.

મોબાઈલમાં વાઇરસ છે એના લક્ષણો

* ફોન અત્યંત ગરમ થઇ જવો
* બેટરી ફટાફટ ડિસ્ચાર્જ થવી
* ફોન વારંવાર જાતે જ સ્વીચ ઓફ થઇ જાય અથવા તો રિસ્ટાર્ટ થયા રાખે
* કોઈ પણ એપ્લિકેશન ગમ્મે ત્યારે ખુલી જાય
* કી-પેડ પર નમ્બર જાતે જ ડાયલ થઇ જાય
* સામાન્ય 1-2 એપ્લિકેશન ખોલતા જ ફોન હેન્ગ થવા લાગે

જો ઉપરોક્ત માં થી કોઈ પણ લક્ષણનો જવાબ હા હોય તો તમારા ફોનમાં વાઇરસ હોઈ શકે છે. મોબાઈલમાં વાઇરસ આવી ગયો હોય તો શું કરવું તને વિશેના ખુબ જ આસાન અને સરળ રસ્તા પણ અમે આપને જણાવીશું પણ એ આવતા અંકમાં.

મોબાઈલ પાણી માં પડી ગયો હોય તો કેવી રીતે બચાવશો એ જાણો ?

આ માહિતીની આપણા મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહિ


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *