સેમસંગ ગેલેક્સી S7 નો ટૂંકો પરિચય

By | March 17, 2016

galaxy-s7

સેમસંગ ગેલેક્સીની S સીરીઝ એ પ્રીમીયમ અને ફ્લેગશીપ સીરીઝ કહેવાય છે. દરવર્ષે સેમસંગ દ્વારા આ સીરીઝમાં એક અત્યાધુનિક ટેકનોલોજી વાળો ફોન લોન્ચ કરવામાં આવે છે. ગતવર્ષે અને આ વર્ષે સેમસંગ પણ જાણે એપલને ફોલો કરતુ હોય તેમ એક સાથે ૨ ફ્લેગશીપ મોડેલ લોન્ચ કરે છે. જોકે છેલ્લા કેટલાય સમય થી સેમસંગ પ્રત્યે જો કોઈ વસ્તુ મને નાં ગમતી હોય તો એ માત્ર એટલું છે કે ફ્લેગશીપ મોડેલ લોન્ચ કર્યાના ૨ મહિનામાં તેના ભાવ પણ ઘટે છે અને એ સિવાય એ ફ્લેગશીપ મોડેલ માં થોડા ચેન્જીસ કરી અને તેનું મીની વર્ઝન લોન્ચ કરી દેવાય છે. આ હકીકતે કંપનીની ફ્લેગશીપ મોડેલને જાતે જ નીચું ઉતારવાની સ્કીમ જણાય છે. આ વર્ષ વર્લ્ડ મોબાઈલ કોંગ્રેસમાં સેમસંગ દ્વારા સેમસંગ ગેલેક્સી S7 અને S7 Edge લોન્ચ કરાયા છે.

આ બંને મોડેલ હમણાં ૩૨ જીબી ના સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે. સેમસંગ ગેલેક્સી S7 ની કિંમત ૪૮૯૦૦ રૂપિયા તથા S7 Edge ની કિંમત ૫૬૯૦૦ રીપિયા નક્કી કરવામાં આવી છે. હમણાં પ્રી-બુકિંગ પર સેમસંગ દ્વારા બંને મોડેલ સાથે ૮૨૦૦ રૂપિયા ની કિંમત ધરાવતું સેમસંગ VR Gear ફ્રી આપવામાં આવશે.

ડિસ્પ્લે

સેમસંગ ગેલેક્સી S7 ૫.૧ ઇંચની સ્ક્રીન સાથે આવશે જયારે સેમસંગ ગેલેક્સી S7 Edge ૫.૫ ઇંચની સ્ક્રીન સાથે આવશે. બંને ફોનમાં તમને 2560 x 1440 ના રીઝોલ્યુશન સાથે સુપર એમોલેડ વિથ ક્વોડ એચડી સ્ક્રીન મળશે. બંને ફોનના ડિસ્પ્લેને પ્રોટેક્ટ કરવા ગોરિલા ગ્લાસ પ્રોટેક્શન ૪ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

હાર્ડવેર

સેમસંગ સાથે બીજો એક સૌથી મોટો પ્રોબ્લેમ ત્યાં છે કે તેઓ અલગ અલગ દેશ માટે અલગ અલગ હાર્ડવેર-પ્રોસેસરનો ઉપયોગ કરે છે અને એક ગ્રાહક તરીકે તે ખરેખર ચિંતા કરવા જેવી બાબત છે. સેમસંગ ગેલેક્સી S7 કે S7 એદ્ગે તમે યુરોપ થી ખરીદો તો તમને તેનું લેટેસ્ટ પ્રોસેસર એક્સાય્નોસ 8 ઓક્ટાકોર વિથ ૬૪ બીટ મળશે, જે તમને સુપર ફાસ્ટ LTE સ્પીડ આપશે.જયારે આ જ ફોન તમે અમેરિકા અથવા વિશ્વના બીજા કોઈ દેશમાંથી ખરીદ્સો તો તમને ક્વોલ્કોમ સ્નેપડ્રેગોન ૮૨૦ પ્રોસેસર મળશે જે ૬૪બીટ ક્વોડકોર પર કામ કરશે.

સ્ટોરેજ અને બેટરી

સેમસંગ ગેલેક્સી S7 અને S7 Edge બંને મોડેલ ૩૨ જીબી તથા ૬૪ જીબી ઓપ્શનમાં આવશે. (અત્યારે પ્રી-બુકિંગ માં માત્ર ૩૨ જીબી ઓપ્શન હાજર છે). માઈક્રો એસડી કાર્ડ ની કેપેસીટી વધારીને હવે ૨૦૦ જીબી સુધીની કરી દેવાઈ છે. આ વખતે સેમસંગ દ્વારા બંને મોડેલમાં હાયબ્રિડ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે એટલે કે એક જ ટ્રે ને એવી રીતે ડીઝાઇન કરવામાં આવી છે કે તેમાં એક સ્લોટમાં નેનો સીમ કાર્ડ અને બીજા સ્લોટમાં નેનો સીમ અથવા તો માઈક્રો એસડી કાર્ડનો ઉપયોગ તમે કરી શકશો. સેમસંગ ગેલેક્સી S7 માં 3000Mhz ની બેટરી મળશે જયારે સેમસંગ ગેલેક્સી S7 Edge માં 3600Mhz ની બેટરી મળશે. બેટરી કેપેસીટી વધારવાનું મુખ્ય કારણ આ વખતે સેમસંગની તદ્દન નવી અને લેટેસ્ટ ટેકનોલોજી છે. આ બંને મોડેલમાં હવે તમને ડિસ્પ્લે always on જોવા મળશે. જ્યાં તમને નોટીફીકેશનસ, ટાઇમ, તારીખ અને કોઈ સ્પેસિફિક મેસેજ સેટ કર્યો હશે તો તે પણ જોવા મળશે. અત્યાર સુધી આ ટેકનોલોજીનો ઉપયોગ માત્ર માઈક્રોસોફ્ટ કરતુ આવ્યું છે.

કેમેરા અને ઓપરેટીંગ સીસ્ટમ

બંને મોડેલમાં તમને રીઅર કેમેરા ૧૨ મેગાપિક્ષલનો મળશે જયારે ફ્રન્ટ કેમેરા ૫ મેગાપિક્ષલનો મળશે. બંને મોડેલ બાય ડીફોલ્ટ એન્ડ્રોઇડ માર્શ્મેલોવ ઓપરેટીંગ સીસ્ટમ સાથે આવશે અને ટૂંક સમયમાં એન્ડ્રોઇડ N માટે તૈયાર થઇ જશે.

આ વર્ષની ધમાકેદાર શરૂઆત સેમસંગ દ્વારા તો કરી દેવાઈ છે. હવે જોઈએ આવનારા દિવસોમાં એપલ, એચટીસી અને સોની આનો જવાબ કેમ આપે છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *