૧૦ મનોરંજક તથા માહિતીસભર વેબસાઈટ્સની યાદી

By | March 24, 2016

entertaining-website-list

ઘણી વખત ઓફીસ માં બેઠા હોઈએ કે પછી તહેવારના દિવસે ઘરે એકલા બોર થતા હોઈએ ત્યારે ઇન્ટરનેટ આપણો પાક્કો મિત્ર બની શકે છે અને આપને મોજ મજ્જા કરાવી શકે છે. આજે અમે આપને અહિયાં એવી ૧૦ મનોરંજક વેબસાઈટ્સ વિષે જણાવશું.

૧. http://www.ted.com/talks

૧૯૦૦ થી વધુ માહિતીસભર અને રસપ્રદ વાતોનો ખજાનો એટલે ટેડ.કોમ. ઊંટ ક્યાંથી આવે છે થી લગાવીને ખેતી કરતા કમ્પ્યુટર સુધીની વાતો નો દરિયો તમને આ વેબસાઈટ પર મળશે. સૌથી મહત્વની વાત હિન્દી અને બંગાળી આ બંને ભાષાઓમાં પણ આ વેબસાઈટ કાર્યરત છે. ગમ્મે ત્યારે કંટાળો આવતો હોય બસ આ વેબસાઈટ ખોલો અને જ્ઞાનના દરિયામાં ધુબાકા મારો.

૨. http://www.differencebetween.net/

કોઈ પણ બે વસ્તુ કે બાબતમાં શું ફરક છે તે તમે અહિયાં થી જાણી શકો છો. ઘણી વખત આપણે બહુ સામાન્ય બાબતમાં પરેશન થતા હોઈએ છે તો તે તમે અહિયાં થી જ જાણી શકો છો. ભારતીય હેલ્થ કેર અને અમેરિકી હેલ્થ કેટ વચ્ચે શું તફાવત છે થી લગાવીને તાલીબાન અને અલ-કાઈદા વચ્ચેનો ફર્ક આ વેબસાઈટ તમને સમજાવી દેશે.

૩. http://www.whizzpast.com/

જો તમને પણ મારી જેમ ભૂતકાળ વિષે ખાખાખોરા કરવામાં રસ હોય તો આ વેબસાઈટ આપણા કામની છે. પોકર ની હિસ્ટ્રી થી લગાવીને ૧૯૯૦ની ટીવી જાહેરાતો સુધી માહિતી અહિયાં હાજરાહજૂર છે. ૧૯૬૦-૧૯૭૦ના સમયગાળામાં અમેરિકાનું બીકીની કલ્ચર તથા વિક્ટોરિયન બીચ વિઅર રીતસરના ગલગલીયા કરાવે છે.

૪. https://www.khanacademy.org/

ગુજરાતીમાં કહેવત છે કે કશું પણ શીખવાની કોઈ પાક્કી ઉમર નથી હોતી. કેટલાય લોકો ચાલીસી વટાવ્યા પછી pHD સુદ્ધા કરે છે. ખાલી દિમાગ શૈતાન કા ઘર બને એ પહેલા આ વેબસાઈટ પર ડાઇવ મારો કેટલું બધું શીખવાનું છે અને એ બધું ય સાવ મફત માં અને એ પણ પ્રેક્ટીકલ ટ્યુટોરીયલ સાથે. જો તમે કશું શીખવાડી શકતા હોય તો તે રીતે પણ તમે ઘણા લોકોની મદદ કરી શકો છો.

૫. http://www.lettersofnote.com/

ઈતિહાસના કુવામાં જમ્પીગ જપાક કરવા વાળાઓ માટે વધુ એક ખજાનો અહિયાં મોજુદ છે. ઐતિહાસિક કવિતાઓ, પ્રેમ પત્રો, ઐતિહાસિક શોધખોળોના અધિકારીક પત્રો અહિયાં તેમના અસલી સ્વરૂપમાં અપલોડ થયા છે. અહિયાં તમને ઈતિહાસ આબેહુબ જોવા મળશે તેની જવાબદારી મારી.

૬. http://www.omegle.com/

કોઈ દિવસ સાવ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો છે ? સાવ એવી વ્યક્તિ કે જેના વિષે તમે કશું જ જાણતા નથી તેને ઓળખતા નથી.. જો કોઈ દિવસ ના કર્યું હોય તો આ વેબસાઈટ તમારા માટે જ છે બંધુ. બેફીકર થઈને અહિયાં ક્લિક કરો, તમારો રસ નો વિષય લખો અને વિડીયો ચેટ શરુ કરી દો… કોઈક વાત કરશે તો કોઈક ઇગ્નોર મારશે પણ એમાં આપણે શું.. મફત ની યાત્રા જ છે મોજ માણી લો.

૭. https://www.mojemoj.com

દુબઈમાં બેઠા બેઠા આપણા પોતાના ગુજરાતી ભાઈ એટલે કે ધમભાનું આ પરાક્રમ ખરેખર બિરદાવવા લાયક છે. અહિયાં તમને ખરેખર ગમ્મત સાથે જ્ઞાન મળે છે. નાની નાની વાતો પણ એવી સરળતા થી ધમભા સમજાવે કે વાત ના પૂછો. અહિયાં તમને ટેકનોલોજી હોય કે પછી રમતગમત કે પછી સરકારી તમામ ઘટનાઓનું અલગ જ સ્વરૂપ જોવા મળશે. હસી હસીને લોટ પોટ કરતા ફોર્વર્ડસ પણ હોય અને એક વખત વિચારતા કરી દે તેવી સામાજિક ઘટનાઓ પણ અહિયાં હાજર છે. મોટેરાઓએ તો અચૂક લાઇક કરવું જ જોઈએ

૮. http://www.liveplasma.com/

મારી જેમ જ રૂમમાં પ્રવેશ કરતા સૌથી પહેલા મ્યુઝીક ચાલુ થવું જોઈએ તેવો શોખ તમને પણ હોય તો ગુરુ આ વેબસાઈટ તમારા માટે જ બની છે. વેબસાઈટ પર જાઓ અને તમારા મનગમતા આર્ટીસ્ટનું નામ લખો અને તેના જેટલા પણ ગીતો હશે તે તમારી સમક્ષ હાજર થઇ જશે. પ્લે પર ક્લિક કરો અને Enjoy world’s best therapy… Music!

૯. http://hippopaint.fidsah.org/

અંગ્રેજીમાં કહેવત છે “We all have a kid in our heart!” એ નાના બાળકને છેલ્લે ખુશ થવાનો ચાન્સ ક્યારે મળેલો ?? યાદ છે પ્લે ગ્રુપ કે નર્સરી અને બહુ પહેલા બાળ મંદિર થી ઘરે આવીએ એટલે મમ્મી-પપ્પા એક ડ્રોઈંગની બુક અને અમુક કલર્સ પકડાવી દે એટલે આપણે ભલાને આપણું કાબરચીતરું ડ્રોઈંગ ભલું. આ વેબસાઈટ તમને તમારા બાળપણમાં ખેંચી જશે. અહિયાં તમને ગમતા પશુકે પક્ષીનું નામ લખો અને બસ તમારા મનગમતા રંગોમાં એને ચીતરવાનું શરુ કરી દો

૧૦. https://www.zooniverse.org/

જો તમારા બાળકને વિજ્ઞાનમાં વધુ રસ હોય તો આ વેબસાઈટ તમારા માટે બીજી સ્કુલ/કોલેજ કે યુનીવર્સીટી બની જશે. અહિયાં વિશ્વભરના લોકો અવકાશ થી લગાડીને પ્રાણીઓ પરના તેમના રીસર્ચની માહિતીનો ઢગલો કરે છે. અહિયાં થી તમને નાસાના સૌથી નાના અને સૌથી મોટા તમામ પ્રોજેક્ટ અને રીસર્ચની માહિતીનો ઢગલો મળી જશે.

ઉપર ની બધી વેબસાઈટ એક એકવાર જોઈ લેશો તો પણ આપોઆપ બીજી વખત તમે ત્યાં ખેંચશો તેની જવાબદારી અમારી… તો તમે ક્યાં પહોંચ્યા ગુરુ ??


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *