એન્ડ્રોઇડ વર્ઝન ૭.૦ વિષે જાણવા જેવુ

By | March 12, 2016

hw5uj62xo93duxzlqmf3

હજુ આપણે થોડા સમય પહેલા જ એન્ડ્રોઇડ વર્ઝન ૬ એટલે કે માર્શ્મેલોવ વિષે ચર્ચાઓ કરી અને આજે આપણે અહી એન્ડ્રોઇડ વર્ઝન ૭.૦ વિષે વાતો કરવાના છીએ. ટેકનોલોજીની દુનિયા કેટલી ઝડપ થી આગળ વધી રહી છે તેનું આ જીવતું ઉદાહરણ છે. હજુ ઘણા ફોનમાં લોલીપોપ ની અપડેટ નથી આવી ત્યાં ગુગલે એન્ડ્રોઇડ વર્ઝન ૭.૦ લોન્ચ કરી દીધું છે. આ વર્ઝન નું નામ એન્ડ્રોઇડ એન (Android N) રાખવામાં આવ્યું છે. તેનો ફોટોગ્રાફ જોતા તેનું નામ પ્રખ્યાત ચોકલેટ સ્પ્રેડ “ન્યુટેલા” હોય તેવું લાગી રહ્યું છે. જોકે અત્યારે તો તે એન્ડ્રોઇડ એન તરીકે જ ઓળખાશે. અત્યારે નેક્સસ ડીવાઈસ પર એન્ડ્રોઇડ એન નું ડેવલોપર વર્ઝન હાજર છે. આપણે અહી એન્ડ્રોઇડ એન ની ખાસ ખૂબીઓ વિષે ચર્ચા કરીશું.

મલ્ટી વિન્ડો

છેલ્લા ઘણા સમય થી સેમસંગ ટેબ અને નોટ સીરીઝમાં મલ્ટી વિન્ડો નો વિકલ્પ આપે છે અને ખરેખર વ્યવસાયિક રૂપે તેનો ખુબ જ સારો ઉપયોગ થાય છે તે જોતા જ હવે ગુગલ પણ એન્ડ્રોઇડ એન માં તમને બાય ડીફોલ્ટ મલ્ટી વિન્ડોનો ઓપ્શન આપશે. તમે મલ્ટી વિન્ડોની સાઈઝને તમારી રીતે ચેન્જ પણ કરી શકશો.

નોટીફીકેશન સ્ક્રીન ઉપર થી જ રીપ્લાય આપો

એન્ડ્રોઇડ વિઅર અથવા તો એન્ડ્રોઇડ સ્માર્ટવોચ માટે વપરાતી ટેકનોલોજી હવે એન્ડ્રોઇડ એન માં પણ વપરાશે અને મેઈન સ્ક્રીન ઉપર આવેલા નોટીફીકેશન નો રીપ્લાય તમે ત્યાં થી જ આપી શકશો. હકીકતે આ ખુબ જ મહત્વની બાબત છે. એક તો તમારે જે રીપ્લાય આપવાનો છે એ તરત અપાઈ જાય તથા તેના માટે બેકગ્રાઉન્ડમાં એપ્લીકેશન ખુલી પણ ના રહે અને બેટરી તથા ઇન્ટરનલ સ્ટોરેજ /રેમ આ બધામાં પણ ઓછી જગ્યા રોકાય.

બેટરી એફીસ્યન્સી

એન્ડ્રોઇડ માર્શ્મેલોવમાં ડોઝ નામની ટેકનોલોજીનો ઉઓયોગ કરી બેટરીની ક્ષમતા વધારવામાં આવી હતી. હવે આ ટેકનોલોજીને આગળ વધારતા એન્ડ્રોઇડ એન માં એવી રીતે ગોઠવવામાં આવી છે કે જયારે ફોનની સ્ક્રીન ઓફ થાય તે સાથે જ તે બેટરી સેવર તરીકે કામ કરવાનું ચાલુ કરી દે. આ સિવાય તમે તેને તમારી જરૂરિયાતની એપ્લીકેશન મુજબ પણ ગોઠવી શકો છો.

ઇઝી મલ્ટી ટાસ્કીંગ

એન્ડ્રોઇડ એનમાં મલ્ટી ટાસ્કીંગને ખુબ જ સરળ તેમજ સુપર ફાસ્ટ બનાવાયું છે. રીસેન્ટ એપ્સ અથવા તો ઓપન એપ્સના બટન પર ડબલ ટેપ કરતા જ તમે એક્સેસ કરેલી લાસ્ટ એપ્લીકેશન ખુલી જશે. આ જ રીતે એક વખત ટેપ કરશો એટલે જે-તે સમયે ચાલી રહેલી એપ્લીકેશનનું લીસ્ટ થમબ્નીલ સાથે તમને જોવા મળશે. આ જો તમારે ખરેખર કમ્પ્યુટરમાં અલ્ટર+ટેબની ફીલિંગ જ જોઈતી હોય તો તમે રીસેન્ટ વાળા બટન પર વારંવાર પ્રેસ કરી અને એક પછી એક ચાલી રહેલી એપ્લીકેશન જોઈ શકો છો.

બિલ્ટઇન ફાઈલ મેનેજર

એન્ડ્રોઇડ માર્શ્મેલોવ વખતે બિલ્ટ ઇન ફાઈલ મેનેજરની શરૂઆત કરી હતી અને હવે એન્ડ્રોઇડ એનમાં તે ખરેખર ખુબ જ શક્તિશાળી બન્યું છે. તમને અહિયાં જ દરેક ફાઈલ અને ફોલ્ડર મળી જશે. ઇનબિલ્ટ મેમરી માં રહેલી ફાઈલને તમે તરત જ માઈક્રો એસડી કાર્ડમાં ટ્રાન્સફર કરી શકો છો. નવા ફોલ્ડર બનાવવા અથવા તો તેના નામ બદલવા સહીત બધું જ તમે અહિયાં થી જ કરી શકો છો અને તેના માટે તમારે કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લીકેશન ની જરૂર નહિ પડે.

કોલ બ્લોકીંગ તથા ડુ નોટ ડીસ્ટર્બ મોડ

અનવોન્ટેડ અથવા તો સ્પેમ કોલ્સ થી આપણે સહુ ખુબ જ પરેશાન રહીએ છીએ. આપણે આ પ્રકારના કોલ્સ ને બ્લોક કરવા માટે થર્ડ પાર્ટી એપ્લીકેશન નો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે એન્ડ્રોઇડ એનમાં તમે ડાયરેક્ટ સીસ્ટમ થી જ કોલ્સ બ્લોક કરી શકો છો. હવે એન્ડ્રોઇડ એનમાં પણ ડુ નોટ ડીસ્ટર્બ મોડ હાજર છે એટલે તમે તેને તમારા ટાઇમ મુજબ એડજેસ્ટ કરી શકો છો. જેમ કે તમને રાતે ૧૧ વાગ્યે સુઈ જવાની ટેવ છે તો રાતે ૧૧ થી સવારના ૭ વાગ્યા સુધીનો ટાઇમ સેટ કરતા જ ફોન દરરોજ રાતે ૧૧ વાગ્યે ડુ નોટ ડીસ્ટર્બ મોડ માં આવી જશે અને લગભગ કોઈ પણ નોટીફીકેશન તમને હેરાન નહિ કરે. અહિયાં લગભગ એટલા માટે કેમ કે નોટીફીકેશન તમે પર્સનલી સેટ કરી શકો છો. તમે જે-તે કોન્ટેક્ટ માટે નોટીફીકેશન ઓન રાખશો તો તે વ્યક્તિના તમામ નોટીફીકેશન ની એલર્ટ તમને મળતી રેહશે. આ સિવાય નાઈટ મોડ ની પણ ઘર વાપસી થઇ છે એટલે રાત પડતા જ ફોન ની થીમ ઓટોમેટીકલી ડાર્ક થઇ જશે અને તમારી બેટરીનો તમે વધુ ઉપયોગ કરી શકશો.

નો મોર ઓપ્ટીમાઈઝીંગ એપ્સ

અત્યાર સુધી જયારે જયારે એન્ડ્રોઇડ ઓપરેટીંગ સીસ્ટમ ની અપડેટ આવી છે ત્યારે અપડેટ ઇન્સ્ટોલ થયા બાદ લગભગ ૧ કલાક સુધી ઓપ્ટીમાઈઝીંગ એપ્સ ની પ્રોસેસ ચાલતી હતી જેમાં થી હવે ફાયનલી છુટકારો મળશે.

એન્ડ્રોઇડ વર્ઝન ૭.૦ વિષે ની ખાસ અને મુખ્ય જાણકારીઓ અમે તમને આપી, ટૂંક સમયમાં જ ફૂલ ફલેજ વર્ઝન લોન્ચ થતા તેના વિષે વિગતે વાતો પણ જણાવીશું.


One thought on “એન્ડ્રોઇડ વર્ઝન ૭.૦ વિષે જાણવા જેવુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *