Monthly Archives: April 2016

આ ટીપ્સ દ્વારા કોમ્પ્યુટર પર સ્લો ઇન્ટરનેટ ને બનાવો સુપર ફાસ્ટ

increase-internet-speed

ઇન્ટરનેટ પર સૌથી કંટાળાજનક જો કોઈ વસ્તુ હોય તો તે તેની સ્પીડ છે. આપણને સહુને ફાસ્ટ ઇન્ટરનેટ ની એટલી આદત પડી ચુકી છે કે હવે જો સ્પીડ થોડીં પણ ધીમી થાય કે આપને સહુ હેરાન-પરેશાન થઇ જઈએ છીએ. સ્લો ઇન્ટરનેટ ના ઘણા બધા કારણ હોય છે તો કોઈ પણ પ્રકારની મહેનત કરતા પહેલા સૌથી પહેલા આ ત્રણ વસ્તુઓ ખાસ ચેક કરો.

૧. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને ત્યાં કોઈ તકલીફ તો નથી ને 

૨. તમારો ડાટા પેક પૂરો નથી થઇ ગયો ને

૩. માઈક્રોસોફ્ટની કોઈ અપડેટ ડાઉનલોડ તો નથી થઇ રહીને

જો ઉપરના ત્રણે સવાલો ના જવાબ ના માં હોય તો પછી હવે નીચે મુજબના સ્ટેપ્સ થી આપણે તમારા સ્લો ઇન્ટરનેટ ને ફાસ્ટ બનાવીશું.

સ્ટેપ ૧ :- બ્રાઉઝરની હિસ્ટ્રી-કુકીઝ ડીલીટ કરો

delete-browser-history

તમે કોઈ પણ બ્રાઉઝર નો ઉપયોગ કરતા હોય દરેક બ્રાઉઝર માંથી સમયસર કુકીઝ તથા હિસ્ટ્રી ડીલીટ કરવા ખુબ જરૂરી છે. જયારે આપણે સર્ફિંગ કરતા હોઈએ ત્યારે આ બંને ફોલ્ડર્સમાં ઘણી બધી ટેમ્પરરી ફાઈલ્સ ડાઉનલોડ થતી હોય છે અને આ ફાઈલ્સ તમારી ઇન્ટરનેટ સ્પીડને સ્લો કરી શકે છે. મોટે ભાગે તમામ બ્રાઉઝરમાં નીચે મુજબ ના સ્ટેપ્સ થી જ તમે હિસ્ટ્રી તથા કુકીઝ ડીલીટ કરી શકો છો.

હિસ્ટ્રી ડીલીટ કરવા માટે -> Settings->Tools/History

કુકીઝ ડીલીટ કરવા માટે -> Settings->Options->Advanced/General->Cookies

આ સિવાય તમે Cache Cleaner અથવા તો Browser Clear, Clear History, Clear Cache Memory વગેરે વગેરે જેવી થર્ડ પાર્ટી એપ્લીકેશનનો પણ ઉપયોગ કરી શકો છો.

સ્ટેપ ૨ : બિનજરૂરી પ્લગઈન્ઝ, એડ ઓન્સ અને extensions દુર કરો

આપણે સહુ ટેકનોલોજીથી એટલા ઘેરાયેલા છીએ કે આપણા બ્રાઉઝર સુદ્ધામાં આપણે કેટ-કેટલા પ્લ્ગીન્ઝ, એડ ઓન્સ અને extensions એડ કરી ને રાખ્યા હોય છે. ઘણી વખત કોઈ નક્કામું પ્લ્ગીન અથવા તો અપડેટ ના થયું હોય તેવું પ્લ્ગીન આપણા બ્રાઉઝરમાં હોય તો તેને પણ નિયમિત રીતે અપડેટ કરો તથા બિનજરૂરી પ્લ્ગીન્ઝને ડીલીટ કરી નાખો. શક્ય હોય ત્યાં સુધી બ્રાઉઝરમાં એડ ઓન્સ તથા Extensions નો ઉપયોગ ટાળો કારણકે આ બંને તમારી ઇન્ટરનેટ ની સ્પીડ ચોક્કસપણે ધીમી કરે છે.

આ દુર કરવા માટેના સ્ટેપ્સ નીચે મુજબ છે.

Firefox : Settings->Add Ons
Chrome : Settings->More Tools

સ્ટેપ ૩ : બિનજરૂરી પ્રોગ્રામ્સ અનઇન્સ્ટોલ કરો

aid454768-728px-Speed-up-a-Slow-Internet-Connection-Step-13-Version-2

આપણા કોમ્પ્યુટરમાં અઢળક પ્રોગ્રામ્સ એવા હશે કે જેને આપણે બહુ જ ભાગ્યે વાપરતા હોઈશું પણ તેની અપડેટ આવે એટલે આપણે તેને અપડેટ તરત કરી લેતા હોઈએ છીએ. પણ ઘણી વખત એવું થતું હોય છે કે તમે એવા પ્રોગ્રામ્સ અપડેટ કરી લેતા હોવ છો કે જે તમે ભાગ્યે જ વાપરતા હોય તો એવા પ્રોગ્રામ્સ અપડેટ કરી અને કોમ્પ્યુટરની મેમરી શું કામ ઓછી કરવી અને મેમરી જેટલી ફૂલ તેટલી સ્પીડમાં પણ તમારે કમી નોંધાશે માટે હંમેશા નક્કામાં તથા બિનજરૂરી તમામ પ્રોગ્રામ્સને ડીલીટ કરી દો. આપણા બ્રાઉઝરમાં પણ આપણે કેટલી બધી ટેબ્સ ખોલીને રાખી હોય છે. જેટલી જરૂરી છે તેટલી જ ટેબ્સ હંમેશા ઓપન રાખો બિન જરૂરી તમામ ટેબ્સ બંધ કરી દો.

ec979154d91e943696dbf263ca56364b

ઉપરોક્ત ટીપ્સ સિવાય સમયાંતરે કોમ્પ્યુટરની સર્વિસ કરાવતા રહો તથા સમયાંતરે તેને ફોરમેટ કરી અને નવી ઓપરેટીંગ સીસ્ટમ ઇન્સ્ટોલ કરતા રહો. જયારે જયરે કોમ્પ્યુટરનું કામ ના હોય તે સમયે તેને સ્લીપ મોડમાં રાખવાને બદલે Shut Down કરી દો. કોમ્પ્યુટરમાં યોગ્ય એન્ટી વાયરસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરો તથા સમયાંતરે વાયરસ માટે સ્કેનીંગ કરતા રહો.

ઉપરોક્ત માહિતી આપના મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહિ

PDF Printer ની મદદ થી કોઈ પણ ફાઈલ ને પી.ડી.એફ. બનાવો

save-print-file-as-pdf

આપણે સહુ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરતા થઇ ગયા છીએ. દરરોજ સવાર થી સાંજ સુધી ઓફીસમાં હોઈએ ત્યારે દરેક નાની-નાની વસ્તુઓ માટે ઈ-મેઈલ એ હવે ફરજીયાત બની ગયું છે. ઘણી વખત ટ્રાવેલિંગ માટે ડોક્યુમેન્ટ્સ પણ લઇ જવાના હોય તો એમાં પણ આપણે શક્ય હોય ત્યાં સુધી ડીજીટલ કોપી અથવા તો સોફ્ટ કોપી વધુ પસંદ કરતા હોઈએ છીએ. ઘણી વખત આપણે વર્ડ કે એક્સેલ માં ફાઈલ બનાવી હોય અને આપણે કોઈને ઈ-મેઈલ કરીએ ત્યારે ખબર પડે કે એમને તો PDF ફોરમેટમાં ફાઈલ જોઈએ છે. આજે અમે આપને PDF Printer વડે PDF ફાઈલ બનાવતા શીખવશું

સ્ટેપ ૧ : PDF Printer ડાઉનલોડ કરો

તમે ગૂગલ પર જઈ અને PDF Printer લખશો એટલે સૌથી પહેલા તમને www.bullzip.com/products/pdf/info.php આ લીંક જોવા મળશે તેને ઓપન કરતા જ તમને ડાઉનલોડ કરવાનો ઓપ્શન મળશે. આ સોફ્ટવેર ડાઉનલોડ કરો અને પછી ઇન્સ્ટોલ કરો.

સ્ટેપ ૨ : ડીફોલ્ટ પ્રિન્ટર તરીકે સેટ કરો

જો તમારી પાસે હાર્ડ કોપી માટે બીજું કોઈ પ્રિન્ટરના હોય તો તમે PDF પ્રિન્ટરને તમારા ડીફોલ્ટ પ્રિન્ટર તરીકે પણ સેટ કરી શકો છો. તેના માટે ના સ્ટેપ્સ નીચે મુજબ છે.

Start->Device and Printers->Right Click on Printer->Set as Default Printer

બસ હવે તમે જેટલા ડોક્યુમેન્ટ્સ ની પ્રિન્ટ આપશો તે બધા PDF માં જ પ્રિન્ટ થશે.

સ્ટેપ ૩ : વર્ડ/એક્સેલ ફાઈલને PDF ફાઈલ બનાવો

PDF

વર્ડ/એક્સેલ ફાઈલ બનાવ્યા પછી તેમાં તમને Print નો ઓપ્શન જોવા મળે છે ત્યાં ક્લિક કરતા જ તમારી સ્ક્રીન પર એક બીજી વિન્ડો ખુલી જશે તેમાં તમારે PDF Printer પસંદ કરવાનું છે અને બસ તમારી સામે ની વિન્ડોમાં ફાઈલનું લોકેશન તથા નામ તમને પૂછશે તે કરતા જ તમારી PDF File તૈયાર થઇ ગઈ છે.

PDF 2

PDF File તૈયાર કરવાનું કેટલું સરળ છે ને બસ તો આ માહિતી આપના મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહિ.

કોઈ પણ મોબાઈલ ખરીદતા પહેલા આ ૧૦ વસ્તુ અચૂક ચેક કરશો

things-to-check-before-buying-mobile-phones

આજકાલ દરરોજ નવા નવા મોબાઈલ લોન્ચ થઇ રહ્યા છે અને જો ધ્યાન ના રાખીએ તો મોબાઈલ લઇ લીધા પછી અફસોસ થાય અને એવું લાગે કે કાશ થોડી રાહ જોઈ હોત અથવા તો પહેલા ગુગલ કર્યું હોત તો મને પણ સારો મોબાઈલ મળી જતો પણ ફિકર નોટ આજે અમે અહી આપને એવી ૧૦ વસ્તુઓની યાદી આપશું જે તમારે કોઈ પણ મોબાઈલ ખરીદતા પહેલા ચેક કરશો તો તમારે પાછળથી અફસોસ નહિ કરવો પડે.

૧) મોબાઈલનો પ્રકાર જાણો

આપણે સહુ જાણીએ છીએ તેમ મોબાઈલ પણ અલગ અલગ પ્રકારના આવે છે. સંપૂર્ણ ટચ, ટચ અને ટાઈપ, કેન્ડી બાર, સ્લાઇડર, ફ્લીપ અને સ્લાઇડર આટલા પ્રકારના ફોન આવે છે. આમાં થી તમારે કયો ફોન લેવો છે તે નક્કી કરી લો.. આજકાલ નોટ સીરીઝ અને તેમાં પણ સંપૂર્ણ ટચ સ્ક્રીન ફોનની જ ડીમાંડ છે. જોકે વીતેલા જમાનાના તથા સીનીયર સીટીઝન આજે પણ સાવ સિમ્પલ ફોન વધારે પસંદ કરે છે.

૨) બેટરી લાઈફ

આપણને બધાને મોબાઈલ ફોન કરતા પણ વધુ ચિંતા તેની બેટરી ની થતી હોય છે. અલગ અલગ ફોનમાં અલગ અલગ Mh ની બેટરી આવતી હોય છે. જો તમે સાવ સિમ્પલ ફોન ખરીદો છો તો તમને ૮૦૦ થી 1000Mh ની બેટરી મળશે. જેમ જેમ મોંઘો ફોન લેશો તેમ તેમ તમારા ફોનની બેટરીની કેપેસીટી વધતી જશે. જોકે જેમ જેમ બેટરીની કેપેસીટી વધે છે તેમ તેમ જ ફોનના ફીચર પણ આધુનિક થતા બેટરી નો વપરાશ પણ વધતો જતો હોય છે.

૩) કેમેરા ક્વોલીટી

મોબાઈલ ફોનનું જો કોઈ એક ફીચર સૌથી વધુ વપરાતું હોય તો તે છે તેનો કેમેરા. વીજીએ હોય કે ૩ મેગાપિક્ષલ હર પલ હર ઘડી આપણે સહુ મોબાઈલ કેમેરાનો સૌથી વધુ ઉપયોગ કરતા હોઈએ છીએ. જો તમને પણ ફોટોગ્રાફી નો શોખ હોય તો બેધડક થોડું બજેટ વધારી અને ઘણી સુંદર તસ્વીરો તમે તમારા મોબિલ વડે ક્લિક કરી શકો છો. હંમેશા કેમેરા માટે જોતી વખતે ખાસ ધ્યાન રાખવું કે DUAL TONE LED FLASH છે કે પછી નોર્મલ LED FLASH છે.

૪) કનેક્ટીવીટી

હવે એ જમાનો ગયો જયારે કનેક્ટીવીટી એટલે માત્ર મોબાઈલ ના નેટવર્કની વાતો થતી હતી. હવે કનેક્ટીવીટી એટલે GPRS- મોબાઈલ ઇન્ટરનેટ, GPS- નેવિગેશન સર્વિસ તથા WiFi અને બ્લ્યુટુથ ની કનેક્ટીવીટી. GPRS માં પણ 2G તો આઉટડેટેડ ગણાય છે, ભારતમાં 3G સામાન્ય થઇ ગયું છે અને 4G પાપા પગલી ભરતું થઇ ચુક્યું છે. એટલે હંમેશા મોબાઈલ ખરીદતા પહેલા તેમાં કઈ કઈ સર્વિસીસ છે તે પણ ખાસ ચેક કરવું જોઈએ.

૫) મેમરી અથવા સ્ટોરેજ

મોટા ભાગે આપણે સહુ અહિયાં જ ભૂલ કરતા હોઈએ છીએ. દરેક ફોનમાં ૩ અલગ અલગ પ્રકારની મેમરી આવે છે. ૧) RAM મોટે ભાગે 1GB કે 2GB આવતી હોય છે. ૨) ઇન્ટરનલ સ્ટોરેજ. મોટા ભાગે આ 8GB, 16GB કે પછી 32GB ના વિકલ્પ સાથે આવે છે. આ પ્રકારની મેમેરી ફિક્સ મેમરી છે. અહિયાં તમે કશું ઉમેરી નથી શકતા. જો તમે એપલ આઈફોન યુઝ કરો છો તો તમારી ફીક્ષ મેમરી માંથી 2 GB જેટલી જગ્યા તેની ઓપરેટીંગ સીસ્ટમ માટે વપરાઈ જશે. આ જ રીતે જો તમે એન્ડ્રોઇડ ઓપરેટીંગ સીસ્ટમ વાળો ફોન યુઝ કરો છો તમારી 4GB જેટલી જગ્યા ઓપરેટીંગ સીસ્ટમ તથા ઇનબિલ્ટ એપ્સ માટે વપરાઈ જશે. ૩) એક્ષ્ટર્નલ સ્ટોરેજ ૩૨ જીબી / ૬૪ જીબી / ૧૨૮ જીબી ના આવે છે અને એ તમે જાતે જ રિપ્લેસ કરી શકો છો.

૬) ડિસ્પ્લે

હવે મોટે ભાગના ફોનમાં AMOLED અથવા to HD ડિસ્પ્લે આવતો થઇ ગયો છે. મોબાઈલ લેતી વખતે ડિસ્પ્લેમાં તમારે ખાસ ગોરિલા ગ્લાસ છે કે કેમ તથા ફોનનો ડિસ્પ્લે Waterproof / Water Resistant  છે કે કેમ તે ખાસ ચેક કરવું જોઈએ. ફોનમાં ગોરિલા ગ્લાસ તમને ડિસ્પ્લે માં એક્સ્ટ્રા પ્રોટેક્શન આપે છે.

૭) સાઉન્ડ ક્વોલીટી

સામાન્ય રીતે આ વસ્તુ એવી છે કે જેમાં મોટે ભાગે આપણે એટલું ધ્યાન આપતા નથી. હા જો તમને લાઉડ વોઈસ ગમે છે તો Made In China ફોન તમારા માટે પરફેક્ટ છે. જોકે Sony, Samsung, Apple, HTC ના ફોન્સ સાઉન્ડ ક્વોલીટી બાબતે બેસ્ટ છે.

૮) ફોનની ગેરંટી/વોરંટી

જયારે પણ ફોન ખરીદો ત્યારે તેની ગેરેંટી-વોરંટી વિષે ખાસ તકેદારી રાખવી. ફોન સાથે આવી એસેસરીઝ માટે પણ ૬ મહિના ની વોરંટી હોય છે તો તે બાબતે પણ ચોકસાઈ રાખવી જરૂરી છે. આ સિવાય જયારે પણ કોઈ પણ કંપનીનો ફોન ખરીદો ત્યારે તેના સર્વિસ સેન્ટર વિષે પુરતી માહિતી હોવી જરૂરી છે.

૯) વોટરપ્રૂફ/વોટર રેઝીસટન્ટ અને ડસ્ટ પ્રૂફ/રેઝીસટન્ટ

આપણને સહુને અહિયાં પણ ઘણી કન્ફયુઝન થતી હોય છે. વોટરપ્રૂફ એટલે તમે એને પાણીમાં પલાળો તો પણ કશું ના થાય અને વોટર રેઝીસટન્ટ એટલે અમુક ઊંડાઈ સુધી અને અમુક સમય સુધી ફોન પર પાણી રહી તો કશું ના થાય પણ જો એ વધુ સમય રહે તો ચોક્કસપણે ફોનને નુકશાન પહોંચાડી શકે છે. આવું જ ડસ્ટનું પણ છે.

૧૦) ફોન સાથે મળતી એક્સેસરીસ

ફોન સાથે તમને શું શું મળશે તેના વિષે પણ પુરતી જાણકારી હોવી ખુબ જ જરૂરી છે. માઈક્રોસોફ્ટ બધા ફોન સાથે હેન્ડ્સફ્રી અને યુએસબી કેબલ નથી આપતું તથા MI અને સેમસંગના અમુક ફોન્સ માં પણ તમને યુએસબી કેબલ નથી મળતો. જયારે જયારે પણ તમને એવું લાગે કે તમારા ફોન સાથે શું આવશે એ નથી ખબર પડી રહી તો તે સમયે તમે YouTube પર તમે Unboxing વિડીઓ જોઈ અને પુરતી maahiti medvi શકો છો.

બસ તો આ માહિતી પણ આપના મિત્રો સાથે શેર કરવાનું ચુકતા નહિ

IRCTC પર તત્કાલ ટીકીટ જાતે બુક કરતા શીખો

irctc-Train-ticket-book-easily

આપણે સહુ જાણીએ જ છીએ કે IRCTC પર તત્કાલ ટીકીટ બુક કરવી એટલે ખરેખર લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ છે. તમે ભલેને બરાબર ટાઈમ પર સાઈટ ઓપન કરી હોય પણ તમે બુકિંગ ડીટેઈલ્સ એન્ટર કરો ત્યાં સુધી તો તમારી ટ્રેઈનમાં વેઈટીંગ લીસ્ટ લાગી ગયું હોય અને તમે બસ માથું ખંજવાળતા રહી જાઓ છો..લેકિન કિન્તુ પરંતુ બસ હવે આજ પછી તમારે મોટેભાગે માથું નહિ ખંજવાળવું પડે અને તમે પણ તત્કાલ ટીકીટ આસાની થી બુક કરી શકશો તો એના માટે ના સ્ટેપ્સ આ મુજબ છે.

સ્ટેપ ૧ :- પેસેન્જર ડીટેઈલ્સ તૈયાર રાખો

પેસેન્જર્સની ડીટેઈલ્સ તત્કાલ ટીકીટ બુક કરતી વખતે સૌથી અગત્યની બાબત છે. તમે બધું તૈયાર કરીને બેઠા હોય તત્કાલ ટીકીટના ટાઈમિંગ શરુ થાય એટલે અને ફોર્મ સામે આવે અને પછી ખબર પડે કે ફલાણા ભાઈની ઉમર તો યાદ નથી અને એમના આઈડી કાર્ડની ડીટેઈલ્સ નું શું.. એટલે IRCTC ની સાઈટ પર લોગીન કરતા પહેલા જ બધી ડીટેઈલ્સ તૈયાર રાખો.

સ્ટેપ ૨ :- Magic Autofill ભરી અને તૈયાર રાખો

Step 1
હવે ગુગલ પર સર્ચ કરો Magic Autofill અને તમારી સામે એક વેબસાઈટ ઓપન થઇ જશે. ડાયરેક્ટ URL http://ctrlq.org/irctc/ આ છે. ત્યાં જઈને તમારે રીઝર્વેશન ફોર્મ પર ક્લિક કરવાનું છે. હવે તમારે પેસેન્જરની બધી જ ડીટેઈલ્સ ભરી દેવાની છે. દરેક પેસેન્જરનું નામ, ઉમર, મેલ/ફીમેલ, બર્થ ટાઈપ અને ફૂડ પ્રેફરન્સ ના કોલમ ભરી દેવાના છે. શતાબ્દી-રાજધાની ટ્રેઈનમાં ફૂડ ફ્રી આપવામાં આવે છે બાકી પેઈડ હોય છે. હવે નીચે Boarding From નો ઓપ્શન મળશે ત્યાં તમારે તે સ્ટેશનનું નામ લખવાનું છે જે સ્ટેશન થી તમે ટ્રેઈન માં બેસસો. તમારો મોબાઈલ નંબર પણ તમારે એન્ટર કરી દેવાનો છે. પેમેન્ટ મેથડ અને પેમેન્ટ ઓપ્શન પણ તમારે અહી થી જ નક્કી કરી લેવાના છે. આ બધું પૂરું થાય એટલે ફરી એકવાર ફોર્મ ચેક કરી લો અને પછી I’m Feeling Lucky  પર ક્લિક કરો એટલે તમને Magic Autofill નો ઓપ્શન મળશે અને તેના ઉપર લેફ્ટ ક્લિક કરી તમારે એને બ્રાઉઝરના બુકમાર્ક પર ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું છે.

સ્ટેપ ૩ IRCTC ઓપન કરો

Step 2
હવે તમારે IRCTC ની વેબસાઈટ ઓપન કરવાની છે. બંને સ્ટેશન તથા તારીખ નક્કી કરી અને તમારે જોઈતી ટ્રેઈન પર ક્લિક કરો. હવે તત્કાલ ઓપ્શન પર ક્લિક કરી તમારે જોઈતો ક્લાસ નક્કી કરો અને તમારી સામે રીઝર્વેશન નું ફોર્મ આવી જશે. હવે તરત જ તમારે બુકમાર્ક બારમાં Magic Autofill પર ક્લિક કરવાનું છે અને તમારું આખું ફોર્મ ભરાઈ જશે. એક વખત ઉડતી નજરે ફોર્મ ચેક કરી અને નીચે કેપ્ચા ફિલ કરી દો એટલે તરત જ તમને પેમેન્ટ વાળા પેઈજ પર આવી જશો અને અહિયાં તમારો યોગ્ય પેમેન્ટ ઓપ્શન સિલેક્ટ કરી અને તમારી ટીકીટ બુક કરી શકો છો.

બસ તો આ માહિતી આપના તત્કાલ ટીકીટ બુક કરવા માંગતા મિત્રો સાથે ચોક્કસપણે શેર કરજો

કમ્પ્યુટર થી તમારો કે તમારા પરિવારનો એન્ડ્રોઇડ ફોન એક્સેસ કરો

access-your-android-from-computer-pc

ઘણી વખત તમને એવું થાય કે તમારે કોઈ જરૂરી ફાઈલ કમ્પ્યુટર માંથી એન્ડ્રોઇડ ફોનમાં ટ્રાન્સફર કરવી છે અને છેલ્લી ઘડી પર જ કેબલ નથી મળતો તો શું કરવું.. કેબલ મળે ત્યાં સુધી રાહ જોવા ની કોઈ જ જરૂર નથી આજે અમે આપને નેટયાત્રા માં બતાવશું કે કેબલ વગર કઈ રીતે કમ્પ્યુટર પર થી તમારો એન્ડ્રોઇડ મોબાઈલ એક્સેસ કરી શકો છો.

સ્ટેપ ૧ :- Airdroid એપ્લીકેશન ડાઉનલોડ કરો

muo-android-pc-data-sharing-airdroid

સૌથી પહેલા તમારા એન્ડ્રોઇડ મોબાઈલ પર જઈ અને Airdroid એપ્લીકેશન ડાઉનલોડ કરો. આશરે ૧૮ એમબીની આ એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ હવે આપણે એપ્લીકેશનના સેટિંગ વિષે વાત કરીએ તો Sign Up/Sign In નો ઓપ્શન છે જ્યાં તમે તમારા આઈડી થી Sign Up/Sign In કરી શકો છો. નીચે Sign In Later નો ઓપ્શન પણ છે આ ઓપ્શન ટીક કરતા જ તમને સ્ક્રીન પર એક મેસેજ વંચાશે જેમાં લખ્યું છે કે તમે તમારા ફોન પર આવતા તમામ નોટીફીકેશન તમારા કમ્પ્યુટર પર એક્સેસ કરવા માંગો છો ? જો હા તો ક્લિક કરો અને નોટીફીકેશન ને પરમીશન આપી દો.

સ્ટેપ ૨ :- કમ્પ્યુટર પર Airdroid એક્સેસ કરો

Step 2

સ્ટેપ ૧ માં નોટીફીકેશન પરમીશન આપ્યા બાદ હવે તમારે તમારા કમ્પ્યુટરમાં આ URL HTTP://192,168.2.100:8888 ઓપન કરવાની છે. આ URL ઓપન કરતા જ તમારા મોબાઈલ પર Airdroid ની પરમીશન માટેનું નોટીફીકેશન આવશે. આ નોટીફીકેશન એક્સેપ્ટ કરતા જ હવે તમે તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર તમારો મોબાઈલ એક્સેસ કરી શકો છો.

સ્ટેપ ૩ :- ફાઈલ ટ્રાન્સફર કરો

airdroid-windows-mac

હવે ઉપરના ફોટોગ્રાફમાં જોયું તે મુજબ તમારા ફોનની તમામ ફાઈલ્સ/ઈમેજીસ/એપ્સ/વિડીઓસ બધું જ હવે તમે તમારા કમ્પ્યુટર પર થી એક્સેસ કરી શકો છો. હવે તમારે તમારા કમ્પ્યુટર પર થી કોઈ ફાઈલ ટ્રાન્સફર કરવી હોય તો Toolbox માં ફાઈલ્સનો ઓપ્શન છે. તમારે તમારી સ્ક્રીન પર થી ફાઈલ ડ્રેગ કરી અને આ Toolbox માં ડ્રોપ કરવાની છે અને બસ તમારી ફાઈલ ટ્રાન્સફર થઇ જશે. જો તમારે તમારા ફોન ની કોઈ ફાઈલ કમ્પ્યુટર પર જોઈતી હોય તો Airdroid વાળા પેઈજ ઉપર Files કરીને ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરતા જ તમારા મોબાઈલના તમામ ફોલ્ડર્સનું લીસ્ટ તમારી સામે હશે તેમાં થી તમારે જોઈતી ફાઈલ પર ક્લિક કરો અને તમને Right Hand Side પર ડાઉનલોડ નો એરો જોવા મળશે ત્યાં થી તમે તે ફાઈલ ડાઉનલોડ કરી શકો છો.

જોયું તમારા કમ્પ્યુટર પર થી જ તમે તમારો મોબાઈલ કેટલી સરળતા થી એક્સેસ તથા તેમાં ફાઈલ્સ ટ્રાન્સફર કરી શકો છો. આ માહિતી આપના મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહિ.

ટોરેન્ટ ફાઈલ્સ ડાઉનલોડ કરતા શીખો

how-to-download-torrents

ટોરેન્ટ ફાઈલ્સ વિષે આપણે ઘણી વખત કોઈ પાસે સાંભળતા હોઈએ છીએ કે મેં તો આ ટોરેન્ટ થી ડાઉનલોડ કર્યું અથવા તો કોઈ સોફ્ટવેરનું ફૂલ વર્ઝન ટોરેન્ટ પર આવી ગયું છે અથવા સૌથી કોમન બાબત આ મુવી ટોરેન્ટ પર આવી ગઈ છે. HD Print છે ડાઉનલોડ કરી લે એટલે ઘણી વાર એવું થાય કે આ ટોરેન્ટ વળી શું છે તો આજે અમે આપને ટોરેન્ટ વિષે જણાવશું.

ટોરેન્ટ શું છે

ટોરેન્ટ ની સાવ સરળ વ્યાખ્યા કરવી હોય તો માત્ર એટલું કહી શકાય કે ટોરેન્ટ એ ઇન્ટરનેટ ની દુનિયાનો સૌથી મોટો દરિયો છે. જેમાં અઢળક પ્રકારના રત્નો છુપાયેલા છે. તમે તમારી મનમરજી મુજબ તે રત્નો લઇ શકો છો. આ માટે તમારે કોઈ પણ જાતના પૈસા ચૂકવવાના નથી, કોઈ પણ નક્કી કરેલો સમય પણ આપવાનો નથી. ટોરેન્ટ એક એવો દરિયો છે જ્યાં હર ઘડી કંઇકને કંઇક અપલોડ થતું રહે છે અને લોકો તેને ડાઉનલોડ કરતા રહે છે. દેશ-વિદેશીની ટીવી સીરીયલ હોય કે પછી મ્યુઝીક આલ્બમ હોય, લેટેસ્ટ ગેઈમ્સ હોય કે પછી સોફ્ટવેર હોય આ બધું જ અહિયાં ટોરેન્ટના દરિયામાં ઉપલબ્ધ છે. બસ આ ફાઈલ ડાઉનલોડ કરો, ટોરેન્ટનું સોફ્ટવેર ડાઉનલોડ કરો અને દે ધનાધન તમે એ દરિયા માંથી અઢળક રત્નો લુંટી શકો છો.

નોંધ: ટોરેન્ટ થી ડાઉનલોડ કરેલ ફાઈલ નું વાઈરસ સ્કેન અચૂક કરજો

ટોરેન્ટ ફાઈલ્સ ડાઉનલોડ કરો.

હવે ટોરેન્ટ ફાઈલ્સ ડાઉનલોડ કરવા માટે અઢળક સાઈટ્સ છે પણ શક્ય હોય ત્યાં સુધી અમુક વિશ્વાસુ સાઈટ્સનો જ ઉપયોગ કરવો કેમ કે ઘણી વખત ટોરેન્ટ ફાઈલ્સની સાથે સાથે અમુક લોકો વાયરસ પર તમને ગીફ્ટ કરી દે છે અને પછી છેલ્લે કમ્પ્યુટર ફોરમેટ કરવા સિવાય કોઈ છુટકો હોતો નથી. નીચે લખેલી બંને વેબસાઈટ્સ પર થી તમને લગભગ બધી જ ટોરેન્ટ ફાઈલ્સ મળી જશે.
Step 1
૧. https://kat.cr/
૨. http://extratorrent.cc/

Step 2

બંને માંથી કોઈ પણ વેબસાઈટ પર જઈને તમે તમારી મનગમતી ફાઈલનું નામ લખી તેને સર્ચ કરી શકો છો.  હવે અહિયાં જે-તે ફાઈલ સર્ચ કર્યા બાદ જે ફાઈલમાં સૌથી વધારે Seeds અને Leechers હોય એ ફાઈલ પર તમારે ક્લિક કરવાનું છે. Seeds એટલે એટલા લોકો અત્યારે આ ફાઈલ અપલોડ કરી રહ્યા છે અને Leechers એટલે એટલા લોકો અત્યારે આ ફાઈલ ડાઉનલોડ કરી રહ્યા છે. જે તે ફાઈલ તમે સર્ચ કરી અને ઓપન કરશો એટલે તમને તે ફાઈલ વિષે ની માહિતી મળશે. જો સાથે સ્ક્રીનશોટ મુક્યા હોય તો એ પણ જોઈ લેવા જેથી તમે જે ફાઈલ ડાઉનલોડ કરો છો તે સાચી જ છે તેની તમને ખાતરી થઇ શકે. આ સિવાય કમેન્ટ્સ સેક્શનમાં ફાઈલ ડાઉનલોડ કરી ચુકેલા લોકોની કમેન્ટ્સ હશે જેના પર થી તમને જે-તે ફાઈલનું ફોરમેટ કેવું છે તેની માહિતી મળી શકશે. હવે સૌથી ઉપર ડાઉનલોડ ટોરેન્ટ નો ઓપ્શન હશે તેના ઉપર ક્લિક કરતા જ તમે ફાઈલ ડાઉનલોડ કરી શકશો.

ટોરેન્ટ સોફ્ટવેર ડાઉનલોડ કરો.

ગુગલ પર જઈને તમે Bit Torrent સર્ચ કરી શકો છો અથવા તો આ URL http://www.bittorrent.com/ ઓપન કરતા જ તમે Bit Torrent ની વેબસાઈટ પર પહોંચી જશો. અહિયાં ડાઉનલોડ Bit Torrent નો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરતા જ તમારું સોફ્ટવેર ડાઉનલોડ થઇ જશે. સોફ્ટવેર ડાઉનલોડ કર્યા બાદ હવે તેને ઇન્સ્ટોલ કરો.

ટોરેન્ટ ફાઈલ ડાઉનલોડીંગ માં મુકો

હવે તમે જે ટોરેન્ટ ફાઈલ ડાઉનલોડ કરી છે તેના ઉપર ડબલ ક્લિક કરતા જ તે ડાયરેક્ટ તમારા ટોરેન્ટ સોફ્ટવેર માં ઓપન થશે અને ફાઈલ ડાઉનલોડ થવા માંડશે. ટોરેન્ટ થી ડાઉનલોડીંગ નો સૌથી મોટો ફાયદો એ છે કે વચ્ચે જો તમારે કમ્પ્યુટર બંધ કરવું પડે તો પણ તે ફાઈલ ત્યાં અટકી જાય છે અને ફરી ઇન્ટરનેટ કનેક્શન મળતા જ ફાઈલ જ્યાં અટકી છે ત્યાં થી જ ડાઉનલોડ થાય છે એટલે તમારે ફરી થી આખી ફાઈલ ડાઉનલોડ કરવાની મગજમારી નહિ કરવી પડે. સમગ્ર ફાઈલ ડાઉનલોડ થઇ ગયા બાદ તમારે ટોરેન્ટ સોફ્ટવેરમાં જઈને ફાઈલના નામ પર Right Click કરી અને Delete Torrent પર ક્લિક કરવાનું છે એટલે તમારી તે ફાઈલ માત્ર સોફ્ટવેર માંથી ડીલીટ થઇ જશે. ભૂલે ચુકે પણ Delete Torrent + Data ક્લિક ના કરશો નહિતર ટોરેન્ટ ફાઈલની સાથે સાથે જે Data તમે ડાઉનલોડ કર્યો છે તે પણ ડીલીટ થઇ જશે અને તમારી બધી મહેનત માથે પડશે. નીચેના ઈમેજમાં તમે જોઈ શકો છો કે ફાઈલ ડાઉનલોડ થઇ રહી છે.
Step 3
તો છે ને ટોરેન્ટ પર થી ફાઈલ ડાઉનલોડ કરવાનું એકદમ સરળ…આપના મિત્રો સાથે પણ આ માહિતી શેર કરવાનું ચૂકશો નહિ.

વોટ્સએપ માં end-to-end Encryption વિષે જાણો

whatsapp-encryption

છેલ્લા બે દિવસ થી વોટ્સએપ પર આવતા end-to-end Encryption ના મેસેજ માટે ઘણા લોકો કન્ફયુઝ છે. આ end-to-end Encryption એટલે શું અને તેને કઈ રીતે ચાલુ કરવું તથા તેના ફાયદા શું છે તે બાબતે અમે આપને જણાવીશું.

end-to-end Encryption એટલે શું

whatsapp2.jpg.CROP.original-original

 

end-to-end Encryption એટલે તમારા મેસેજને એ રીતે એનક્રિપ્ટ કરવામાં આવે કે કોઈ પણ સંજોગોમાં જો તમારા એ મેસેજીઝ લીક થઇ જાય અથવા તો જાહેર થઇ જાય તો પણ મેસેજ મોકલનાર કે મેસેજ જેને મળ્યો છે તે વ્યક્તિ સિવાય કોઈ એ મેસેજ વાંચી ના શકે. વોટ્સએપ હંમેશા થી પોતાના યુઝર્સ ના ડેટા માટે ખુબ જ સચેત રહ્યું છે અને એ સાવચેતીના ભાગ રૂપે જ હવે વોટ્સએપ દ્વારા end-to-end Encryption નું ફીચર પણ એડ કરી દેવાયું છે. તમે પર્સનલ ચેટ કરતા હોય કે ગ્રુપ ચેટ બંને માં તમે મોકલાવેલા તમામ મેસેજીસ, વિડીઓ, ફોટોગ્રાફ્સ, ડોક્યુમેન્ટ્સ, વોઈસ મેસેજીસ તથા લિંક્સને સંપૂર્ણપણે એનક્રિપ્ટ કરી દેવામાં આવશે. end-to-end Encryption માટે તમારે માત્ર તમારા વોટ્સએપને અપડેટ કરવાનું છે. અપડેટ કર્યા બાદ તમારી સ્ક્રીન પર એક QR Code આવશે જે Code ને તમારે જે વ્યક્તિ સાથે end-to-end Encryption શરુ કરવું છે તેના વોટ્સએપ કેમેરાથી સ્કેન કરવાનો છે એટલે તમારા બંનેના વોટ્સએપ વચ્ચે end-to-end Encryption જાતે જ શરુ થઇ જશે. જો સામે વાળી વ્યક્તિ તમારી સાથે નાં હોય તો પણ ફિકર નોટ બાય ડીફોલ્ટ તો બધાના ફોનમાં વોટ્સએપ અપડેટ થતા જ આ ફીચર એક્ટીવેટ થઇ જશે. આ એનક્રિપ્શન એટલે તમારા મેસેજીસને એ રીતે ટ્રાન્સફર કરવામાં આવે કે જો વચ્ચે થી કોઈ તેને હેક કરવાની ટ્રાય કરે તો પણ એને એ મેસેજમાં સમજણ પડે નહિ.

whatsapp_end_to_end

end-to-end Encryption એક્ટીવેટ થયા પછી તમારા મેસેજીસ કરી રીતે ટ્રાન્સફર થાય છે તે ઉપરોક્ત ફોટોમાં દર્શાવ્યું છે.

આપણી દુનિયા આજે કુદકેને ભૂસકે ડીજીટલ થઇ રહી છે. બધી વસ્તુઓ માટે આપણે ઇન્ટરનેટ નો જ સહારો લઈએ છીએ ત્યારે આપણા મેસેજીઝમાં ઘણી વખત એવી માહિતી હોય છે જે કદાચ ખોટા હાથમાં આવી જાય તો તેને લીધે પરેશાનીનો સામનો કરવો પડે.આપણે ઘણી વખત ન્યુઝપેપર અને ન્યુઝ માં જોતા હોઈએ છીએ કે હાઈ-પ્રોફાઈલ વ્યક્તિઓના કેટકેટલા સ્કેન્ડલ્સ બહાર આવે છે તે સમયે વોટ્સએપ દ્વારા end-to-end Encryption એ ખરેખર ખુબ જ સારું અને કામનું ફીચર છે.

jKCXYP9
end-to-end Encryption પછી તમારા મેસેજીસ, વિડીઓ, ફોટોગ્રાફ્સ, ડોક્યુમેન્ટ્સ, વોઈસ મેસેજીસ તથા લિંક્સ કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લીકેશન, કોઈ પણ હેકર કે સાયબર ક્રિમીનલ કે વોટ્સએપ પોતે પણ તમારા મેસેજીસ નહિ વાંચી શકે. વોટ્સએપના સંશોધક Jan અને Brian નું માનવું છે કે આજના આ ડીજીટલ સમયમાં end-to-end Encryption એ ખુબ જ જરૂરી છે જેને લીધે આપણે સહુ ડીજીટલી સુરક્ષિત રહી શકીએ. મોટેભાગે દરેક દેશની ગવર્મેન્ટ તથા મોટી મોટી કંપનીઓએ આ માટે તેમને જરૂરી સહકાર આપ્યો છે.

તમે તમારું વોટ્સએપ અપડેટ કર્યું કે નહિ ? આ માહિતી અમારી એપ તથા વેબસાઈટ પર થી આપના મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહિ

એક આખી વેબસાઈટ કઈ રીતે કોપી થઇ શકે ?

copy-entire-website

ટેકનોક્રેટ્સ અથવા તો ગેજેટ્સ ગુરુઓ માટે આ તરીક ખુબ જ કામ લાગી શકે છે. મોટે ભાગે વેબ ડીઝાઈનર્સ અથવા તો ગ્રાફિક્સનું કામ કરતા લોકો તેમના કામ માટે આખી વેબસાઈટ કોપી કરતા હોય છે. આજે અમે અહિયાં આપને અમુક સરળ સ્ટેપ્સ દ્વારા આખી વેબસાઈટ કઈ રીતે કોપી થઇ શકે તે સમજાવશું.

સ્ટેપ ૧ HTtrack ડાઉનલોડ તથા ઇન્સ્ટોલ કરો

Step 1

કોઈ પણ વેબસાઈટ મેન્યુઅલી કોપી અથવા તો ડાઉનલોડ કરવી એ ખરેખર બહુ જ અઘરું અને થકવી દેનાર કામ છે એટલે આ કામ શક્ય હોય ત્યાં સુધી કોઈ થર્ડ પાર્ટી સોફ્ટવેર દ્વારા જ થાય તો વધુ સારું છે. ગુગલ ઉપર જઈને આ www.httrack.com લખતા જ એક વેબસાઈટ આવે છે જ્યાં થી તમે વિન્ડોઝ તથા લીનક્ષ માટેનું સોફ્ટવેર ડાઉનલોડ કરી શકો છો. આ સોફ્ટવેર થી તમને મોટાભાગની વેબસાઈટ્સ તેમજ તેના પેઈજીસ બહુ જ સરળતા થી ડાઉનલોડ કરી શકો છો.

સ્ટેપ ૨ ડાઉનલોડ પાથ આપો

Step 2

વેબસાઈટ પર થી સોફ્ટવેર ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કર્યા બાદ સોફ્ટવેર ઓપન કરતા જ પ્રોજેક્ટ નું નામ પૂછે છે ત્યાં તમે પ્રોજેક્ટ નું નામ આપી શકો છો. હવે નીચે ડેસ્ટીનેશન પાથના બોક્ષમાં એ પાથ આપો જ્યાં તમે વેબસાઈટનો ડેટા ડાઉનલોડ કરવા ઈચ્છો છો.

સ્ટેપ ૩ :- વેબપેઈજ કે વેબસાઈટ

Step 3

સ્ટેપ ૨ પર પાથ આપી અને Next ક્લિક કરતા જ હવે અહિયાં તમારે વેબ પેઈજ ડાઉનલોડ કરવા છે કે આખી વેબસાઈટ ડાઉનલોડ કરવી છે તે સિલેક્ટ કરી અને તે વેબસાઈટની URL એન્ટર કરો. જો વેબસાઈટ એક્સેસ કરવા માટે ના યુઝરનેઈમ અને પાસવર્ડ હોય તો તે પણ અહિયાં એન્ટર કરો. અને બસ Next પર ક્લિક કરતા જ વેબસાઈટ/વેબપેઈજ ડાઉનલોડ થવાનું શરુ થઇ જશે. વેબસાઈટ/વેબપેઈજ ડાઉનલોડ થવા માટે નો સમય જે-તે વેબસાઈટ તથા તમારા ઈન્ટરનેટની સ્પીડ પર નક્કી રહેલો છો. ડાઉનલોડ પૂરું થતા જ તમને નોટીફીકેશન મળશે જેમાં લખ્યું હશે Browse Mirrored Website બસ અહિયાં ક્લિક કરતા જ તમે સ્ટેપ ૨ માં આપેલા પાથ પર પહોંચી જશો અને ત્યાં તમે ડાઉનલોડ કરેલી વેબસાઈટ જોઈ શકશો.

Step 4

આ માહિતી આપના ગ્રાફિક્સ તેમ જ વેબ ડીઝાઈનીંગનું કામ કરતા મિત્રો સુધી ખાસ પહોંચાડજો.

એડમીન પરમીશન વગર ફેસબુક એક્સેસ કરવું શક્ય છે?

bypass-blocked-sites

ફેસબુક આપણા સહુના જીવનનો મહત્વનો હિસ્સો બની ગયો છે. મોટે ભાગે ઓફીસમાં જઈને પણ આપણે સૌથી પહેલા ફેસબુક એક્સેસ કરતા હોઈએ છીએ. મોટે ભાગે કામના સમયે ફેસબુક આપણો વધુ સમય લેતું હોય ઓફીસમાં ફેસબુક ઓપન નાં થાય તે રીતના સેટિંગ કરવામાં આવ્યા હોય છે. જો તમારે તમારી ઓફીસના આઈટી વાળા લોકો સાથે સારી મિત્રતા હોય તો તો તમે તેમની પાસે થી તે એક્સેસની પાછલા બારણે પરમીશન લઇ શકો છો પરંતુ જે મિત્રોને તે રીતે ના ફાવતું હોય તેમની મદદ અમે નેટયાત્રા થી કરીશું. સૌથી પહેલા તો આ રસ્તો થોડો રિસ્કી છે કેમકે અહિયાં આપણે પ્રોક્ષી વેબસાઈટ્સની મદદ થી ફેસબુક એક્સેસ કરવાનું છે એટલે કદાચ તમને ફોટોગ્રાફ્સ જોવા ના મળે અથવા તો વારંવાર એડ્સ આવી જાય તો એ સહન કરવું પડશે. પ્રોક્ષી સાઈટ્સનો ઉપયોગ કરવા માટે તમારા પાસે ઈન્ટરનેટ હોવું જરૂરી છે. નીચે લખેલ સાઈટ્સ ઓપન કરતા જ તમે પ્રોક્ષી સર્વરની મદદ થી ફેસબુક વાપરી શકો છો. આ પ્રોક્ષી સાઈટ્સ પર થી તમે તે તમામ વેબ સાઈટ્સ યુઝ કરી શકો છો જેના ઉપર તમારા નેટવર્ક એડમીન અથવા તો ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર બેન લગાવેલો છે.

૧) https://www.proxysite.com/
ProxySite
૨) https://kproxy.com/

Kproxy
૩) https://www.filterbypass.me/

Filter Bypass
૪) http://www.proxyfoxy.com/

ProxyFoxy
૫) https://www.hidemebro.com/

Hide Me Bro

આ સિવાય બીજી અઢળક વેબસાઈટ્સ પણ Under The Table તમને મદદ કરવા માટે તૈયાર જ છે. ઉપરોક્ત કોઈ પણ વેબસાઈટ પર જઈને તમારે URL વાળા ટેબમાં તમારે જે વેબસાઈટ એક્સેસ કરવી હોય તે એન્ટર કરી શકો છો અને તરત જ જે-તે વેબસાઈટ તમારી સ્ક્રીન પર હાજર થઇ જશે. આ પ્રોક્ષી વેબસાઈટ્સ નો શક્ય હોય તેટલો ઓછો ઉપયોગ કરવો કારણકે ઘણી વખત હેકર્સ આ પ્રોક્ષી વેબસાઈટ્સનો ઉપયોગ કરી યુઝર્સના સીસ્ટમ પર વાયરસ/ટ્રોજન એટેક કરી શકે છે. 

આ માહિતી આપના મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહિ.

શું મોબાઈલ પાણીમાં પડી ગયો છે? ચિંતા છોડો મોબાઈલને બચાવો

આજકાલ આપણને સહુને મોબાઈલનું એટલું ઘેલું લાગ્યું છે કે આપણે બધી જ જગ્યા મોબાઈલ લઈને જ જતા રહીએ છીએ. ઘણી વાર તો વોશરૂમમાં પણ લોકો મોબાઈલ લઈને જતા રહે છે અને પછી બહાર આવતા કલાક થાય એવામાં ભૂલે ચુકે મોબાઈલ હાથ માંથી છટકે અને સિધ્ધો પાણીની ડોલમાં જઈને પડે એટલે રીતસરના પસીના છુટી જાય ને.. ઘણી વખત કશે બહાર હોઈએ અને અચાનક જ ધોધમાર વરસાદ પડે તો ય મોબાઈલ પલળી જાય અને દિલ આપણું તૂટી જાય.. પણ દોસ્ત હવે ફિકર નોટ.. નેટયાત્રા પર અમે તમને સમજાવશું કે પાણીમાં પડેલો મોબાઈલ કઈ રીતે બચાવી શકાય.

સ્ટેપ ૧ :- મોબાઈલને તાત્કાલિક બંધ કરો

પાણીમાં પડેલા મોબાઈલને તરત જ બહાર કાઢી અને તેને સ્વીચ ઓફ કરી દો. મોબાઈલના જેટલા પણ પાર્ટ્સ રીમુવેબ્લ હોય તે તરત જ અલગ કરી દો, એટલે કે બેટરી, સીમ કાર્ડ, મેમરી કાર્ડ, બેક કવર અને જો મોબાઈલમાં સાથે ટચ પેન આવી હોય તો તે પણ અલગ કરી દો. જ્યાં સુધી મોબાઈલ સંપૂર્ણપણે કોરો નાં થઇ જાય ત્યાં સુધી તેને સ્વીચ ઓન કરવા અથવા તો ચાર્જ કરવા પ્રયત્ન કરવો નહિ.

સ્ટેપ ૨ :- મોબાઈલને કોરો કરો

ચોખ્ખા કોટનના કપડા થી મોબાઈલ, બેટરી, સીમ કાર્ડ, મેમરી કાર્ડ તથા ફોનની બોડીને સાફ કરી નાખો. મોબાઈલ ના કોઈ પણ ભાગ પર થોડું પણ પાણી રહેવું જોઈએ નહિ. થોડી વાર માટે બધા જ પાર્ટ્સને એક કોરા કપડા પર પંખા નીચે ખુલ્લા કરી દો જેથી તે કોરા થઇ જાય. જો તમારા ફોનનું બેકકવર જાતે ખુલી શકે તેમ નથી તો તમે ફોન ને હાથ વડે જ હવામાં હલાવી અને કોરો કરી શકો છો. જો કોઈ મિત્ર પાસે ફોન ખુલે તે મુજબના સ્ક્રુ ડ્રાઈવર હોય તો તમે જાતે પણ ફોનનું બેક કવર ખોલી શકો છો.

સ્ટેપ ૩ :- ચોખા સ્નાન કરાવો

હવે મોબાઈલને થોડા દિવસ માટે ચોખા ભરેલા ડબ્બામાં ચોખાની વચ્ચોવચ્ચ મૂકી દો.. ઘણા કિસ્સાઓમાં ચોખા ના મળે તો સિલિકા જેલી પણ તમે વાપરી શકો છો. સિલિકા જેલી મોટે ભાગે ઈલેક્ટ્રોનિક વસ્તુઓ સાથે આવતી હોય છે.. તમારો ફોન થોડા દિવસો માટે સંપૂર્ણ રીતે ચોખા અથવા તો સિલિકા જેલીમાં મૂકી દો.

સ્ટેપ ૪ :- ફોન ચેક કરો

આશરે ૧૫ દિવસ ચોખા અથવા સિલિકા જેલીમાં રાખ્યા બાદ હવે ફોનને ફરી ચાલુ કરવાનો પ્રયત્ન કરો.. મોટા ભાગના કિસ્સાઓમાં ફોન તરત જ ચાલુ થઇ જતો હોય છે. જો કોઈ પણ રીતે ફોન ચાલુ નાં થાય અથવા તો થયા પછી એમાં કોઈ તકલીફ આવે તો તમે કંપનીના સર્વિસ સેન્ટરનો સંપર્ક કરી શકો છો.

જોયું અમે માત્ર ૪ જ સ્ટેપમાં આપનો પાણીમાં પડેલ મોબાઈલ ચાલુ કરી આપ્યોને.. બસ તો આ માહિતી આપના મિત્રો સાથે શેર કરવાનું ચુકતા નહિ.