Monthly Archives: June 2016

કમ્પ્યુટરને વાયરસ મુક્ત રાખવા ની પાંચ ઉપયોગી ટીપ્સ

વાયરસ એટલે કમ્પ્યુટરનો એક માત્ર જીવલેણ દુશ્મન. ઘણી વખત આપણી નાનકડી એવી બેદરકારી કમ્પ્યુટરને તથા આપણા ખુબ જ મહત્વના ડાટાને નુકશાન પહોંચાડી શકે છે. અમે આજે આપણે અમુક એવી ટીપ્સ આપશું કે જેના દ્વારા તમે તમારા કમ્પ્યુટરને વાયરસ મુક્ત કરી શકશો.

save-computer-from-virus

૧) એન્ટીવાયરસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરો

કમ્પ્યુટરને વાયરસ મુક્ત રાખવાનો સૌથી સારો રસ્તો છે કે તમે કમ્પ્યુટરમાં એન્ટીવાયરસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરો. માત્ર એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરવાથી કામ નહિ બને પણ તમારે તેને સમયાંતરે અપડેટ કરતા રહેવું પડશે. દરેક એન્ટીવાયરસ અલગ અલગ રીતે કામ કરતા હોય છે. QuickHeal માં તમને Boot Scan નો ઓપ્શન પણ મળે છે એટલે તમારું કમ્પ્યુટરની બુટીંગ પ્રોસેસ ચાલુ થતા જ એન્ટીવાયરસ પ્રોગ્રામ ચાલુ થઇ જાય જયારે બીજા બધા એન્ટીવાયરસ સીસ્ટમ સંપૂર્ણપણે ચાલુ થયા બાદ જ એક્ટીવ થતા હોય છે. એન્ટીવાયરસ ઇન્સ્ટોલ તથા અપડેટ કર્યા બાદ સમયાંતરે સીસ્ટમને સ્કેન કરવી પણ જરૂરી છે. Quick Scan, Full Scan તથા Custom Scan નો વિકલ્પ હોય છે.

૨) બિનજરૂરી અટેચ્મેન્ટ ડાઉનલોડ ના કરો

આપણા મેઈલમાં જાહેરાતોના તથા લોભામણી ઓફર્સના અઢળક મેઈલ આવતા હોય છે તેમાં મોટે ભાગે અટેચ્મેન્ટ પણ હોય છે. જેમાં તમારે તમારી માહિતી આપવાની હોય છે. શક્ય હોય ત્યાં સુધી અજાણ્યા લોકોના મેઈલ માં થી કશું પણ ડાઉનલોડ ના કરો. ઘણી વખત હેકર્સ લોભામણી ઓફર્સ આપી તમારી પાસે થી ઘણી માહિતી કઢાવી લેતા હોય છે અને તે પછી અલગ અલગ્રીતે તમને નુકશાન પહોંચાડતા હોય છે એટલે શક્ય હોય ત્યાં સુધી અજાણ્યા લોકોના ઈ-મેઈલ ને ઇગ્નોર જ કરો

૩) કમ્પ્યુટરને અપડેટેડ રાખો

માઈક્રોસોફ્ટ તરફ થી સમયાંતરે ઓપરેટીંગ સીસ્ટમની અપડેટ્સ રીલીઝ કરવામાં આવતી હોય છે. આ અપડેટ્સ ઇન્સ્ટોલ કરીને કમ્પ્યુટરને અપડેટેડ રાખો જેથી કોઈ પણ ખોટી ફાઈલ સીસ્ટમમાં આવે નહિ અને તમારા કમ્પ્યુટરને નુકશાન ના પહોંચાડે.

૪) બ્રાઉઝરમાં ખોટા એડ-ઓન્સ અને એક્ષટેન્સંસ ના રાખો

કમ્પ્યુટર પર સર્ફ કરતી વખતે ઘણી વખત શોર્ટકટ માટે અથવા તો કોઈ કામ જલ્દી થઇ જાય ટે માટે ઘણા એડ-ઓન્સ અને એક્ષટેન્સંસ ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ. આ એડ-ઓન્સ અને એક્ષટેન્સંસ દ્વારા પણ કમ્પ્યુટરમાં વાયરસ આવી શકે છે. શક્ય હોય ત્યાં સુધી એડ-ઓન્સ અને એક્ષટેન્સંસ નો ઉપયોગ ટાળો.

૫) વેબસાઈટ્સ સર્ફિંગ માટે ધ્યાન રાખો

ટોરેન્ટ ફાઈલ્સ ડાઉનલોડ કરતી વખતે અથવા તો બોલીવુડના સોન્ગ્સ માટે આપણે songs.pk નો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ બધી વેબસાઈટ્સ પર પણ અઢળક જાહેરાતો અને લલચામણી ઓફર્સ હોય છે જેના ઉપર ક્લિક કરતા જ તમારા કમ્પ્યુટરમાં એક પ્રોગ્રામ ઇન્સ્ટોલ થાય અને એ પછી એ પ્રોગ્રામ તમારા ડાટા નો ખાત્મો બોલાવી દે છે એટલે શક્ય હોય ત્યાં સુધી આવી અજાણી વેબસાઈટ્સ થી પણ દુર રેહવું જોઈએ.

ઉપરોક્ત ૫ ટીપ્સ દ્વારા તમે તમારા કમ્પ્યુટરને વાયરસ મુક્ત રાખી શકો છો. આ માહિતી આપના મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહિ.

વાયરલેસ સ્પીકર્સ વિષે જાણવા જેવુ

“આ તારા વાયરના દોરડા અહી થી હટાવ નહિતર હું સળગાવી દઈશ હવે” આપણા સહુના ઘરમાં સવાર પડે અને આ એક ડાયલોગ કોમન છે. સ્પીકર અને તેમાં થી નીકળતા વાયર સાથે આપણે મોબાઈલ ફોન/આઈપોડ અટેચ કરતા હોઈએ છીએ અથવા તો ટેલીવિઝન માં હોમ થીયેટરની ફીલિંગ આવે એટલે વધારાના સ્પીકર્સ અટેચ કરતા હોઈએ છીએ અને મમ્મીઓને આ વાયરના દોરડાઓથી ભયંકર ત્રાસ થતો હોય છે, જોકે હવે ટેકનોલોજીએ પોતાનો રસ્તો કરી લીધો છે અને મમ્મીઓની આ કાયમી સમસ્યાનો હલ પણ લાવી જ દીધો છે. આ સમસ્યાનો હલ એટલે વાયરલેસ સ્પીકર્સ. આજે અમે આપને કેટલાક વાયરલેસ સ્પીકર અને તેની ખૂબીઓ વિષે જણાવશું. સૌથી પહેલા આપણે જાણીએકે આ વાયરલેસ સ્પીકર્સ કઈ રીતે કામ કરે છે.

તમને ખ્યાલ જ હશે કે થોડા સમય પહેલા જ Jabra અને Nokia કંપનીના બ્લ્યુટુથ હેડફોન્સ આવેલા જેમાં તમે એક નાનકડું  ડીવાઈસ તમારા કાનમાં રાખી અને તેના વડે તમારા મોબાઈલ પર આવેલા ફોનનો જવાબ આપતા હતા. બસ આ વાયરલેસ સ્પીકર પણ એ જ બ્લ્યુટુથ ટેકનોલોજી પર કામ કરે છે. તમારે ફક્ત બ્લ્યુટુથ વડે તમારા ફોનને આ સ્પીકર્સ સાથે કનેક્ટ કરવાનો છે અને એ પછી તમારા મોબાઈલ માં રહેલા બધા ગીતો તમે તમારા સ્પીકર પર વગાડી શકો છો. અમુક કંપનીઓ દ્વારા ઇન-બિલ્ટ માઈક અને ઇઅરફોન્સ ની પણ સુવિધા અપાય છે જેના વડે તમે કોઈને ફોન કરો અથવા કોઈનો ફોન આવે તો વાત પણ કરી શકો છો. નીચે Creative, JBL તથા MI ના સ્પીકર્સ વિષે આપણે વાતો કરીશું.

Creative Muvo 20

MUVO201-min

વાયરલેસ સ્પીકર્સની દુનિયામાં આ સ્પીકર છોટા પેકેટ બડા ધમાકાનું કામ કરે છે. ૪૫૦૦ રૂપિયા ની અંદર અંદર તમે ઇન્ટરનેટ પર થી આ સ્પીકર ખરીદી શકો છો. આ માત્ર વાયરલેસ સ્પીકર તરીકે જ નહિ પણ તમારા મોબાઈલ ફોન પર આવતા કોલ્સ ના રીસીવર તરીકે તથા પાવર બેંક તરીકે પણ કામ કરી શકે છે તે આ સ્પીકરનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. તમે AUX કેબલનો પણ ઉપયોગ કરી અને આ સ્પીકરનો યુઝ કરી શકો છો.

JBL Flip 2

jbl-flip-ii-speaker-2-min

JBL નું નામ સ્પીકર્સની દુનિયામાં ઘણું મોટું છે અને છેલ્લા ઘણા સમયથી તેઓ પણ ૪૫૦૦ રૂપિયાની અંદર અંદર વાયરલેસ સ્પીકર આપે છે અને તે પણ ઉપર ક્રિએટીવની જેમ જ તમારા મોબાઈલ પર આવતા ફોન કોલ્સને રીસીવ કરી શકે છે. ફૂલ ચાર્જ કર્યા પછી JBL Flip 2 તમને ૫ કલાકનો બેટરી બેકઅપ આપશે.

MI Bluetooth Speaker

Xiaomi-Mi-Bluetooth-speaker-min

ભારતીય મોબાઈલ માર્કેટમાં છેલ્લા કેટલાક સમય થી ધૂમ મચાવ્યા બાદ હવે MI દ્વારા બ્લ્યુટુથ સ્પીકર પણ લોન્ચ કરી દેવાયા છે. માત્ર ૨૦૦૦ રૂપિયા ની કિંમતમાં મળતું આ સ્પીકર Creative અને JBL બંનેનું કોમ્બીનેશન કહી શકાય છે. જોકે Creative કે JBL જેવું સાઉન્ડ આઉટપુટ નહિ મળે પણ ૨૦૦૦ રૂપિયા સામે ખરેખર ખુબ જ સારી પ્રોડક્ટ કહી શકાય છે. જોકે ક્રિયેટીવની જેમ આમાં તમને પાવરબેંક ની સુવિધા નહિ મળે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે.

વાયરલેસ સ્પીકર વિષેની આ માહિતી આપના મિત્રો સાથે ચોક્કસપણે શેર કરજો.

મોબાઈલ ફોટોગ્રાફી માટેની ૫ બેસ્ટ એપ્લીકેશન્સ ડાઉનલોડ કરો

mobile-photography-best-apps__1466187599_109.177.177.131

મોબાઈલના કોઈ એક ફંક્શનનો આપણે સહુ જો સૌથી વધુ ઉપયોગ કરતા હોય તો તે કેમેરા છે. દરેક ફોનના કેમેરા અલગ અલગ હોય છે અને તેની ક્ષમતાઓ પણ અલગ અલગ છે. અત્યાર સુધી એપલ આઈફોન ના કેમેરાએ મોબાઈલ કેમેરામાં શ્રેષ્ઠ ગણાતા હતા જોકે છેલ્લા ૨ વર્ષ થી જે રીતે સેમસંગે તેના મોબાઈલ કેમેરાને બદલાવ્યા છે તે જોતા એપલનું એકહત્થું શાશન હવે હચમચી ગયું છે. મોબાઈલ કેમેરામાં તેની ક્ષમતા કરતા પણ વધુ કામ કરવું હોય તેના માટે તમારે અમુક થર્ડ પાર્ટી એપ્લીકેશનનો સહારો લેવો પડતો હોય છે. આજે અમે આપણે એવી ૫ એપ્લીકેશન વિષે જણાવશું.

૧. Facetune

Facetune

આ એપ તમારે પરચેઝ કરવી પડશે. એપલ/એન્ડ્રોઇડ/વિન્ડોઝ ના અલગ અલગ સ્ટોર મુજબ તેનો ભાવ થતો હોય છે. આ એપ મુખ્યત્વે તમારા સેલ્ફી પિક્ચર્સને આકર્ષક બનાવે છે. કોઈ બલર થયેલો ફોટોગ્રાફ હોય કે પછી કોઈ ફોટોગ્રાફ માં મુખ્ય ઓબ્જેક્ટ ડાર્ક સાઈડ પર હોય તો તમે આ એપ્લીકેશન દ્વારા તેને એડિટ કરી શકો છો.

૨. EyeEm

EyeEm

આ એપ્લીકેશન તમને એપલ/એન્ડ્રોઇડ/વિન્ડોઝ ના એપ સ્ટોર થી ફ્રી માં મળી જશે. આ એપમાં મુખ્યત્વે તમને વધારે ફિલટર્સ મળશે જેને યુઝ કરી તમે તમારા ફોટોગ્રાફને એક અલગ જ ફિલ આપી શકો છો. ફિલ્ટર સિવાય આ એપમાં ફોટોગ્રાફીનું એક અલગ જ માર્કેટ પણ મળશે જ્યાં તમે તમારા ફોટોગ્રાફ્સ વહેંચી પણ શકો છો તથા અન્ય ફોટોગ્રાફર્સ પાસે થી ફોટોગ્રાફીના અલગ અલગ સ્કીલ્સ શીખી શકો છો.

૩. Bonfire Photo Editor Pro

એન્ડ્રોઇડ યુઝર માટેની આ એપ્લીકેશન ખરેખર આશીર્વાદ રૂપ છે. તમે જે પ્રકાર નો ફોટોગ્રાફ અપલોડ કરો છો અથવા તો તમારા કેમેરા દ્વારા ક્લિક કરો છો તે જ મુજબનું ફિલ્ટર તથા મોડ તમને આ એપ્લીકેશન બાયડીફોલ્ટ સજેસ્ટ કરે છે. સ્કીન સ્મુધિંગ અથવા તો વ્હાઈટ બેલેન્સ તથા રેડ આઈ રીમુવલ જેવા બેઝીક એડીટીંગ ટુલ્સ તમને અહિયાં મળી જ જશે.

૪. AirBrush

AirBrush-screenshot

આ એપ પણ એન્ડ્રોઇડ યુઝર્સ માટે આશીર્વાદ રૂપ છે. જો તમને પણ સેલ્ફી લેવાનો બહુ શોખ હોય તો આ એપ્લીકેશન તમારી ઘણી મદદ કરી શકે છે. રેડ આઈ રીમુવર, ટીથ વ્હાઈટનેસ તથા સ્કીન/ફેઈસ નો કોઈ હિસ્સો બ્લર થઇ ગયો હોય તો તેને પણ એડિટ કરી શકાય છે.

૫. Snapseed

ટેકનોલોજી બાબતે શિખર પર બેસતા ગુગલની ફોટોગ્રાફી માટે કોઈ એપ્લીકેશન ના હોય એ તો કઈ રીતે શક્ય છે ? થોડા સમય પહેલા જ ગુગલ દ્વારા Snapseed લોન્ચ કરવામાં આવી છે. ફોટોગ્રાફી તથા એડીટીંગ માટે આ બેસ્ટ એપ્લીકેશન કહી શકાય છે. આ એપ્લીકેશન દ્વારા તમને ફોટોગ્રાફી માટે SLR/DSLR માં મળતા તમામ સેટિંગ તમને મોબાઈલમાં જ મળી જશે.

મોબાઈલ ફોટોગ્રાફીની આ માહિતી આપના ફોટોગ્રાફર મિત્રો સાથે ચોક્કસ થી શેર કરજો.

વાયરસ, માલવેર્સ અને ટ્રોજન વિષે અચૂક જાણવા જેવી વાતો

જ્યાર થી કોમ્પ્યુટરનું મહત્વ વધ્યું છે ત્યાર થી જ તેને હેરાન કરનાર તત્વો પણ વધી ગયા છે. અમે અગાઉ જણાવેલું વાયરસ એ કોમ્પ્યુટરનો તથા તમારા ડાટાનો ખાત્મો બોલાવી શકે છે. વાયરસ વિષે ઘણી બધી ચર્ચાઓ આ પહેલા પણ થઇ ચુકી છે અને તમને ઘણી વસ્તુ ખ્યાલ પણ હશે જ પરંતુ અમારો આજનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે અમે તમને વાયરસ, માલવેર્સ અને ટ્રોજન વિષેનો ડીફરન્સ જણાવીએ તથા તેના વિષેની અમુક માહિતી તમારા સુધી પહોંચતી કરીએ.

virus-trojan

માલવેર્સ

આમ જુઓ તો માલવેર્સ નામ છુટું કરો તો મેલીસીયસ સોફ્ટવેર્સ થાય. આ નામ જ એટલું સાબિત કરવા પુરતું છે કે આ પ્રકારના વાયરસ અથવા તો આ રીતે વાયરસ ફેલાવવા માટે કેટલી ખતરનાક છે. જયારે કોઈ અજાણી વેબસાઈટમની મુલાકાત લો ત્યારે મોટે ભાગે આ રીતે તમારી સીસ્ટમમાં પ્રવેશતા હોય છે. તમારા ઈન્ટરનેટ બ્રાઉઝર ના રસ્તે આ પ્રકારના સોફ્ટવેર તમારી સીસ્ટમમાં ઇન્સ્ટોલ થતા હોય છે. ઘણી વખત તમારા બ્રાઉઝરમાં એડ ઓન્સ જાતે જ આવી જતા હોય છે જેને લીધે તમારે ઘણી વખત ગુગલ કે ફેસબુક પણ ઓપન કરો તે સાથે જ બીજી બધી વિન્ડોમાં અલગ અલગ સાઈટ્સ ઓપન થઇ જતી હોય છે. આ પ્રકારના વાયરસ હોય તો એન્ટીવાયરસ અથવા તો જે પ્રોગ્રામ/બ્રાઉઝર આ વાયરસને લીધે અફેક્ટ થયો હોય તેને અનઇન્સ્ટોલ કરી ફરી ઇન્સ્ટોલ કરવો હિતાવહ છે.

Spyware

આ પ્રકારનો વાયરસ પણ .EXE ફોરમેટમાં આવે છે અને તમારા કોમ્પ્યુટરમાં છુપા જાસુસની જેમ કામ કરે છે. તમને ખબર પણ ના હોય તે રીતે તમારા કોમ્પ્યુટરપર થઇ રહેલ તમામ કામની જાણકારી તે પોતાના માલિકને મોકલતો રહે છે. આ પ્રકારના વાયરસ તમારી બધી જ પર્સનલ માહિતી બીજા સુધી પહોંચાડે છે. આ પ્રકારના વાયરસ કોમ્પ્યુટરમાં આવ્યા બાદ તેમાં થી નીકળવાનો એક માત્ર રસ્તો એ છે કે જેટલી જલ્દી શક્ય હોય તેટલી જલ્દી કોમ્પ્યુટરને ક્લીન ફોરમેટ કરો તથા બેકઅપ લીધેલ ડાટાને પણ સ્કેન કરો.

Trojan

આ પ્રકારના વાયરસ તમારા કોમ્પ્યુટરમાં પાછલા દરવાજેથી પ્રવેશ કરતા હોય છે. આ પ્રકારના પ્રોગ્રામ તમારા નેટવર્ક સીસ્ટમ તથા તેની સાથે જોડાયેલા કોમ્પ્યુટરને નુકશાન પહોંચાડતા હોય છે. મોટે ભાગે ફાઈલ શેરીંગ, વર્લ્ડ વાઈડ વેબ તથા ઈ-મેઈલ દ્વારા આ પ્રકારના વાયરસ તમારી સીસ્ટમમાં પ્રવેશ કરતા હોય છે. આ પ્રકારના વાયરસ પ્રવેશ કરે ત્યારે તેમનો એક છુપો એજેન્ડા હોય છે અને તે તમારી સિસ્ટમની અમુક ફાઈલ્સને નુકશાન પહોંચાડી શકે છે.

કોઈ પણ પ્રકારના વાયરસની કોમ્પ્યુટરને બચાવવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખો

૧) અજાણી વેબસાઈટ્સનો ઉપયોગ હમેશા ટાળો.
૨) લલચામણી ઓફર્સ સાથેના ઈ-મેઈલના અટેચ્મેન્ટ ડાઉનલોડ કરવાનું ટાળો.
૩) સારો એન્ટી વાયરસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરો.
૪) ઓપરેટીંગ સીસ્ટમ તથા એન્ટીવાયરસ પ્રોગ્રામ અપડેટેડ રાખો.
૫) સમયાંતરે એન્ટીવાયરસની મદદથી સ્કેન કરો
૬) બિનજરૂરી પ્રોગ્રામ્સ, એડ ઓન્સ અનઇન્સ્ટોલ કરો  
૭) ટેમ્પરરી/cache ફાઈલ્સ દુર કરતા રહો.

કોમ્પ્યુટરને લગતી આ અતિ મહત્વની માહિતી આપના મિત્રો સાથે શેર કરવનું ચૂકશો નહિ.

આઈ ઓએસ ૧૦ વિષે જાણવા જેવી બાબતો

know-ios-10

એપલ ની વર્લ્ડવાઈડ ડેવલોપર કોન્ફરન્સ હમણાં જ પૂરી થઇ છે. આ વખતે એપલ દ્વારા ચાર નવી ઓપરેટીંગ સીસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. આ ચાર ઓપરેટીંગ સીસ્ટમ આ મુજબ છે.

1) iOS 10
2) Mac OS
3) Apple Watch OS
4) Apple TV OS

એપલને એન્ડ્રોઇડ દ્વારા સતત ટક્કર મળતી રહે છે તથા વિવેચકો પણ સતત એપલ અપડેટ્સને મોટે ભાગે એન્ડ્રોઇડ તથા વિન્ડોઝ અપડેટ્સ ની કોપી જ ગણતા હોય છે ત્યારે આ વખતે એપલ દ્વારા દરેક ઓપરેટીંગ સીસ્ટમમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. આજે આપણે iOS 10 ની ખૂબીઓ વિષે વાત કરશું.

૧) સીરી

apple-wwdc-20160613-1939.0

એપલે જ્યારથી સીરી લોન્ચ કર્યું છે ત્યાર થી તેઓ તેને સતત અપડેટ કરતા રહે છે અને શક્ય હોય ત્યાં સુધી યુઝર ફ્રેન્ડલી બનાવવાની તૈયારીઓ રહે છે. આ વખતે આઈ ઓએસ ૧૦ માં સીરી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. સીરી નો ઉપયોગ હવે માત્ર ફોન જ નહિ પણ સોશિયલ મીડિયાની એપ્લીકેશન્સ માટે પણ થઇ શકશે. આ સિવાય તમે સીરી દ્વારા જ Uber Cab તથા રેસ્ટોરેન્ટમાં ટેબલ બુકિંગ સુદ્ધા કરાવી શકો છો. જયારે તમે કોઈ સાથે ચેટ કરતા હશો અને જે-તે વ્યક્તિ સાથે કોઈ મીટીંગ ગોઠવવાની વાત થતી હશે તો સીરી જાતે જ તમારું કેલેન્ડર પણ ડીટેક્ટ કરી તમારી Appointment સુદ્ધા ફીક્ષ કરી આપશે.

૨) Raise to Wake Up

apple-wwdc-20160613-1898.0

એપલના તદ્દન નવા નક્કોર સેન્સર-એપ ની મદદ થી તમે ફોન સહેજ ઉંચો કરશો કે તરત જ ડિસ્પ્લે પર તાજેતરના નોટીફીકેશન દેખાઈ જશે અને હા આ નોટીફીકેશન પણ ફૂલ સાઈઝ મોડ માં હશે એટલે કદાચ જો તમારે ત્યાં થી જ રીપ્લાય આપવો હોય તો તમે રીપ્લાય પણ ત્યાં થી જ આપી શકો છો. વિજેટ્સને પણ એટલે સુધી અપડેટ કરવામાં આવ્યા છે કે તમે વિજેટ્સ પર થી જ જે-તે બાબતની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

3) Photos

ios-10-photos-memories-organization-200-100

હવે Photos એપને પણ અપડેટ કરવામાં આવી છે અને તે હવે વધુ સ્માર્ટ દેખાશે. Photos માં હવે તમારે સ્પેસિફિક આલ્બમ બનાવવાની જરૂર નહિ પડે. આ એપ તેની જાતે જ લોકેશન ડીટેક્ટ કરી અને Photos નું આલ્બમ બનાવશે. આ સિવાય તમારા સોશિયલ મીડિયા એપ્સ સાથે પણ અપડેટ રાખી જે-તે વ્યક્તિના નામનું આલ્બમ આ એપ હવે જાતે જ બનાવી લેશે. આ સિવાય HTC ની Zoe એપની જેમ હવે એપલ Photos પણ ફોટોગ્રાફ્સ તથા અમુક થીમ પર થી જાતે જ શોર્ટ, મીડીયમ તથા લોંગ એમ ત્રણ અલગ અલગ સાઈઝની મુવી બનાવી આપશે.

4) Apple Maps

parked-car-ios-10-3-630x1121

એપલ મેપ્સને આ વખતે મેજર અપડેટમાં સ્થાન મળ્યું છે. અને હવે તે Car Play તથા જો તમારી Car માં Smart Dashboard હશે તો તેને પણ સપોર્ટ કરશે. આ સિવાય Apple Maps માં પણ હવે તમને ટ્રાફિકની માહિતી મળી જશે તથા Map માં પણ તમે હવે SIRI નો ઉપયોગ કરી શકશો. આ સિવાય Maps થી તમે Uber તથા અન્ય ટેક્ષી સર્વિસ નો પણ ઉપયોગ કરી શકો છો

5) Apple Music & Apple News

છેલ્લા કેટલાક સમય થી એપલ દ્વારા મ્યુઝીક પર તથા ગયા વર્ષે Apple News ના લોન્ચિંગ બાદ આ વખતે એપલ દ્વારા આ બંને જગ્યા પર પણ ખાસ ધ્યાન અપાયું છે. Apple Music એપમાં હવે તમને Lyrics નો વિકલ્પ મળશે જયારે News ને વધુ આકર્ષક બનાવવાનો પ્રયાસ કરાયો છે. News માં હવે તમે સાથે Video Story તથા Music પણ મળશે જેથી તમે અદ્દલ News Channel જેવી જ ફીલિંગ મળશે (એટલે હવે અહિયાં પણ The Nation Wants to Know ચાલુ થશે :P) આ સિવાય ન્યુઝ માં પણ હવે તમે અલગ અલગ સર્વિસ પરચેઝ કરી શકો છો.

6) Messaging

એપલ દ્વારા આ વખતે Messaging સર્વિસ પર પણ પુરતું ધ્યાન દેવાયું છે . આ સર્વિસને ત્યાં સુધી અપડેટ કરવામાં આવી છે કે તમે કોઈ સાથે ચેટ કરતા હશો તો તે જાતે જ નક્કી કરી લેશે કે હવે આગળનો જવાબ આ હોઈ શકે. આ સિવાય ઈમોજીસ ને પણ અપડેટ કરવામાં આવ્યા છે અને હવે તે સાઈઝમાં પણ ઘણા મોટા લાગે છે. આ સિવાય હવે ગુગલના અલ્લો ની જેમ જ હવે તમે હાહાહાહા લખશો એટલે તરત જ તે તેને લાગતા ઈમોજીમાં બદલાઈ જશે.

આ સિવાય અન્ય અઢળક અપડેટ્સ કરવામાં આવી છે જે વિષે પણ અમે આપણે સમયાંતરે જણાવતા રહીશું. આ માહિતી આપના મિત્રો સાથે ચોક્કસ થી શેર કરશો.

મિત્રો, તમારા માટે નવી જાણકારી અને એ પણ ગુજરાતી માં લાવીએ છીએ, નીચે આપેલ બટન થી બીજા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરશો.

શું છે વોટ્સએપ રીપ્લાય અને કેવી રીતે કરશો બોલ્ડ, ઇટાલિક રીપ્લાય !

whatsapp

ટેકનોલોજીની દુનિયા કુદકેને ભૂસકે આગળ વધી રહી છે વોટ્સએપ પણ તેમાં હવે કદમ થી કદમ મીલાવતું થઇ રહ્યું છે. હમણાં આવેલી ૨-૩ અપડેટ્સ તો વોટ્સએપ યુઝર્સ માટે ખરેખર આશીર્વાદ સમાન થઇ રહી છે. આજે અમે આપને છેલ્લે આવેલી બંને અપડેટ્સ વિષે જણાવશું.

૧) Reply on Tap

                          iOS                                                  Android

સામાન્ય રીતે આપણે ગ્રુપ ચેટ કરતા હોઈએ ત્યારે ઘણી કન્ફયુઝન થતી હોય છે કે કોણ કયા મેસેજ નો જવાબ આપે છે અને જે મુદ્દા પર વાત થતી હોય તેના થી અલગ મુદ્દા પર કોઈ વાત કરે કે આખું લશ્કર બીજી જ દિશામાં યુદ્ધ લડવા પહોંચી જતું હોય છે. તાજેતરમાં આવેલી અપડેટ થી હવે તમે કોઈપણ Particular મેસેજ પર ટેપ કરશો અથવા લોંગ પ્રેસ કરશો એટલે તમને એક અલગ બબલ દેખાશે જેમાં Copy, Select All, Paste, Reply આટલા વિકલ્પ જોવા મળશે અને તેમાં Reply પર ક્લિક કરવા થી તમે એ જ મેસેજ નો રીપ્લાય કર્યો છે તેવો મેસેજ બોક્ષ તમારી સ્ક્રીન પર આવી જશે છે ને સુપર કુલ અપડેટ.

૨) વોટ્સએપ માં બોલ્ડ, ઇટાલિક અને સ્ટ્રાઈક નો વપરાશ

થોડા સમય પહેલા આવેલી એક અપડેટમાં હવે તમે માઈક્રોસોફ્ટ વર્ડની જેમ અહિયાં પણ તમારા મેસેજને બોલ્ડ-ઇટાલિક-સ્ટ્રાઈક કરી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે iOS, Android or Windows Store માં જઈને વોટ્સએપ અપડેટ કરવું પડશે અને બસ અપડેટ્સ કર્યા પછી નીચે મેન્શન કર્યું છે તેમ દરેક મેસેજ ટાઈપ કરો એટલે તમે પણ આસાની થી બોલ્ડ, ઇટાલિક અને સ્ટ્રાઈક નો વપરાશ કરી શકશો.

wa-formatting

બોલ્ડ માટે : કોઈ પણ શબ્દ કે વાક્યને બોલ્ડ કરવા માટે બંને બાજુ આ રીતે * * એસ્ટર મૂકી દો એટલે તમારું વાક્ય અથવા તમારો શબ્દ બોલ્ડ બની જશે.
ઇટાલિક માટે : કોઈ પણ વાક્ય અથવા શબ્દને ઇટાલિક બનાવવા માટે તેની આજુબાજુમાં _ _ આ રીતે અંડરસ્કોર કરી દો એટલે તમારું વાક્ય અથવા તમારો શબ્દ ઇટાલિક બની જશે.
સ્ટ્રાઈકથ્રુ માટે : કોઈ પણ શબ્દ કે વાક્યની આગળ પાછળ ~ ~ આ સિમ્બોલ મુકવા થી જે-તે શબ્દ કે વાક્યની વચ્ચે લીટી આવી જશે અને તે સ્ટ્રાઈકથ્રુ થઇ જશે.

વોટ્સએપની આ ખાસ અપડેટ આપના મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહિ

માફ કરશો – એપ્લીકેશન માં ફેરફાર

netyatra_Logo

મિત્રો, નમસ્કાર.

નેટયાત્રા ના બ્લોગ અને એપ્લીકેશન ને થોડા જ સમય માં આટલો સરસ પ્રતિસાદ આપવા બદલ આપ સૌ નો ખુબ ખુબ આભાર. અમુક ટેકનીકલ તકલીફો ને લીધે જૂની એપ્લીકેશન અમારે ગુગલ પ્લે સ્ટોર પર થી ડીલીટ કરવી પડી છે.

જૂની એપ્લીકેશન માં રહેલ તમામ ટેકનીકલ ગ્લીચ અમે દુર કરી દીધી છે. અને અમારી ડેવલપમેન્ટ ટીમે નવી વધુ ફાસ્ટ એપ્લીકેશન પણ અપલોડ કરી દીધી છે.

આપ સૌ ને નમ્ર વિનંતી કે આપ નવી એપ્લીકેશન ઇન્સ્ટોલ કરીને આપ ના મોબાઈલ કે ટેબલેટ ને અપ ટુ ડેટ રાખજો. નવી એપ્લીકેશન તદન મફત ઇન્સ્ટોલ કરવા નીચે આપેલ સ્ટેપ્સ ફોલો કરશો.

  1. તમારા મોબાઈલ/ટેબલેટ માંથી જૂની એપ્લીકેશન “અન-ઇન્સ્ટોલ” કરી દો
  2. અહી ક્લિક કરો અને નવી એપ્લીકેશન ઇન્સ્ટોલ કરી દો

તેમ છતાં જો કોઈ તકલીફ પડે તો અમને અચૂક જાણ કરજો. નીચે કોમેન્ટ માં મેસેજ કરશો તો પણ અમે મદદ કરી શકીશું.

તકલીફ બદલ ફરીથી એક વખત માફી માંગુ છુ, ખુબ ખુબ આભાર મિત્રો.

  • એડમીન