Monthly Archives: July 2016

કેવી રીતે બનશો પોકેમોન ગો માસ્ટર

pokemon-champion-min

પોકેમોન ગો એ જાપાની કંપની નીઆન્ટીકે ની રિયાલિટી બેઇઝ ગેઇમ છે અને આ ગેઇમ કઈ રીતે રમાય એ તો અમે આપને અગાઉ જણાવી જ દીધું છે. વાંચવાનું રહી ગયું હોય તો અહી ક્લિક કરો. આજે અમે આપને જણાવીશું કે આ ગેઇમના માસ્ટર કઈ રીતે બની શકાય. પોકેમોન માસ્ટર બનવા માટે સૌથી પહેલા તો તમારે સતત હલન-ચલણ કરતા રહેવું પડશે, સતત ફરતા રહેવું પડશે. જેમ જેમ તમે ફરશો એ રીતે તમને અલગ અલગ પોકેમોન કેરેક્ટર મળતા રહેશે. વિદેશની વાત બાજુ પર મૂકીએ તો અત્યારે તો ભારતમાં જ અને એમાં પણ ખાસ કરીને મુંબઈ, વડોદરા અને અમદાવાદના લોકોમાં આ ગેઇમ માટે ખુબ જ ધસારો જોવા મળે છે. અમદાવાદના એક ભાઈએ તો માત્ર રમત માટે પોકેમોન વોક ઇવેન્ટનું આયોજન કરેલું અને જોતજોતા તો 5000 લોકો એ ઇવેન્ટ માટે તૈયાર થઇ ગયા જોકે છેલ્લે એ ઇવેન્ટ કેન્સલ થઇ અને એવું નક્કી થયું કે બહુ જલ્દી વધુ સારી રીતે પ્લાન કરી અને ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે.

પોકેમોન માસ્ટર બનવા માટે સૌથી પહેલા તમને તે ખ્યાલ હોવો જોઈએ કે કઈ જગ્યા પર થી તમને શું મળી રહેશે. સહુ થી વધારે લોકોનો ધસારો જે જગ્યા પર હોય એટલે કે શોપિંગ મોલ, મુવી થિયેટર કે ખાઉં ગલી અથવા તો શહેરની કોઈ પોપ્યુલર કોલેજ ત્યાં તમને સૌથી વધુ પોકેમોન મળી શકે છે. ગેઇમના ફાઉન્ડર્સ દ્વારા આવી જગ્યા અલ્ગોરિધમ પર નક્કી કરવામાં આવી છે અને એ જગ્યાઓને પોકેમોન પ્લેસીસ તરીકે ઓળખવામાં આવે છે.

પોંકેજીમ

પોંકેજીમ એટલે એ જગ્યા જ્યાં પોકેમોન્સ વચ્ચે લડાઈ થાય છે. મોબાઈલનું જીપીએસ ચાલુ કરતા જ તમને તમારા સ્ક્રીન પર લીલા કલરનું ટ્પકુ દેખાશે એ પોકેજીમ છે ત્યાં તમારા પોકેમોનની લડાઈ બીજા પોકેમોન સાથે કરાવી શકો છો. જો તમે લડાઈ જીતો છો તો તમારો પોકેમોન વધુ શક્તિશાળી બની જશે. મોટે ભાગે શોપિંગ મોલ્સ અને પાર્કની આસપાસ તમને પોંકેજીમ મળી જશે

પોંકેસ્ટોપ

પોકેમોન ગો ગેઇમનું સેન્ટર આ પોંકેસ્ટોપ પ્લેસ છે. અહીંયા થી તમને પોકેમોન્સને આકર્ષિત કરવા માટેના મોડ્યુલ્સ મળશે. સામાન્ય રીતે તમારે આ મોડ્યુલ્સ ખરીદવા પડતા હોય છે પણ પોંકેસ્ટોપ પર થી એ તમને ફ્રીમાં મળી જશે. પોંકેસ્ટોપ થી તમને જે મોડ્યુલ્સ મળશે તેના દ્વારા તમે 30 મિનિટ સુધી પોકેમોનને આકર્ષિત કરી શકો છો. તમારે આખી ગેઇમ દરમ્યાન 150 પોકેમોન કલેક્ટ કરવાના છે. અલગ અલગ પોંકેસ્ટોપ થી મોડ્યુલ્સ દ્વારા તમે તે આસાની થી કરી શકો છો.

પોકેમોન ગો ટિપ્સ

પોકેમોન ગો માં સરળતા થી સફળ થવા માટે તમારે સતત હલન ચલન કરવું પડશે. ન્યુયોર્કમાં એક વ્યક્તિએ 2 અઠવાડિયામાં લગભગ દરરોજ 8 માઈલ જેટલું ચાલી આ ગેઇમમાં 142 પોકેમોન કેરેકટર્સ કલેક્ટ કરી લીધા છે. એટલે તમે જેટલું વધારે ફરશો એટલા વધુ કેરેક્ટર તમને મળતા રહેશે. શોપિંગ મોલ, પાર્ક, સ્કૂલ-કોલેજ, થીયેટર્સ, પેટ્રો-ગેસ સ્ટેશન્સ આ બધી જગ્યાઓ ભીડ વાળી હોય છે અને સૌથી વધુ પોકેમોન્સ તમને અહીંયા થી જ મળશે.

પોકેમોન ગો માં દરેક પોકેમોનની શક્તિ અને નબળાઈઓ અલગ અલગ હોય છે. જો તમારા પોકેમોનમાં પૂરતી શક્તિ ના હોય તો નબળા પોકેમોન સામે જ લડાઈ કરો નહીં તો તમારે પોકેમોન ગુમાવવાનો વારો આવી શકે છે. દિવસ-રાત્રી-વાતાવરણ પ્રમાણે પોકેમોનના રૂપ બદલાતા રહે છે એટલે જ્યારે પોંકેજીમ પર લડાઈ કરવા જાઓ ત્યારે એ બાબતે પણ ખાસ ધ્યાન આપવું.

પોકેમોનસ ને પકડવા માટે તમારે પોંકેબોલ્સનો ઉપયોગ કરવાનો હોય છે આ પોંકેબોલ્સ ને એન્ટી-ક્લોક સ્ટાઇલ થી થ્રો કરવાથી તમારું નિશાન અચૂક લાગી શકે છે.

અમેરિકી સમય મુજબ રાત્રીના સમયે પોંકેજીમમાં લડાઈ કરવાથી તમને વધુ ફાયદો થઇ શકે છે

જેમ-જેમ સમય વીતતો જશે તેમ તેમ અઢળક ટિપ્સ પણ અમે આપની સાથે શેર કરતા રહીશું. આ પોકેમોન ગો ટિપ્સ આપના મિત્રો સાથે શેર કરવાનું ચુકતા નહીં.

જાણો ! પોકેમોન ગો શું છે

what_is_pokemon_go-min

છેલ્લા દસેક દિવસ થી દુનિયાભરને પોકેમોન ગોએ પોતાનું ઘેલું લગાડ્યું છે. જ્યાં જુઓ ત્યાં લોકો મોબાઈલ પર પોકેમોન ગો રમતા નજરે પડે છે. કેનેડામાં તો એક વ્યક્તિએ આ ગેમને પૂરતો સમય આપી શકે એ માટે પોતાની જોબ સુદ્ધા છોડી દીધી છે. ઘણા બધા લોકોના મનમાં આ સવાલ છે કે આ પોકેમોન ગો એ કઈ બલા છે અને એ કઈ રીતે રમી શકાય. આજે અમે આપને પોકેમોન ગો વિશે જણાવશું.

પોકેમોન ગો એ જાપાની કંપની નીઆન્ટીકે બનાવી છે અને મજ્જાની વાત એ છે કે ગેઇમ લોકોમાં પોપ્યુલર બનતા જ કંપનીના શેરમાં ભયંકર ઉછાળો નોંધાયો છે. સૌથી પહેલા એક વાત કે આ ગેઇમ હજુ સત્તાવાર રીતે ભારતમાં લોન્ચ નથી થઇ પરંતુ એન્ડ્રોઇડ યુઝર્સ માટે તેની APK File લીક/લોન્ચ કરી દેવાઈ છે, જે ઓરીજીનલ કે લાઇસન્સ વર્ઝન નથી.

પોકેમોન ગો એ એક રિયાલિટી બેઇઝ મોબાઈલ ગેઇમ છે. જેમાં તમારે તમારા મોબાઈલ કેમેરા અને જીપીએસનો ઉપયોગ કરવાનો હોય છે. ગેઇમ ઇન્સ્ટોલ કરશો એટલે તરત જ તમને કેમેરા અને જીપીએસના ઍક્સેસ માટે પૂછવામાં આવશે. આ ઍક્સેસ આપતા જ તમારી સ્ક્રીન પર એક પોકેમોન માસ્ટર આવી જશે અને બસ તમારી ગેઇમ શરૂ થઇ જશે. તમારે ગેઇમ ચાલુ રાખી બહાર રસ્તા પર ચાલવાનું છે તમને મોબાઈલ સ્ક્રીન પર પોકેમોન એલર્ટ આવે કે તે સાથે જ તમારે તે પોકેમોનને પકડી લેવાનું છે. બસ આ ગેઇમની એક માત્ર શર્ત એ છે કે તમે આ ગેઇમ કોઈ એક જગ્યા એ બેઠા બેઠા નહીં રમી શકો, પોકેમોન પકડવા તમારે સતત ફરવું પડશે. ગેઇમ ચાલુ કરતા જ તમને પહેલો પોકેમોન બહુ સરળતા થી મળી જશે પણ એ પછીના પોકેમોન માટે તમારે સારું એવું વોકિંગ કરવું પડશે.

બસ અહીંયા પોકેમોન પકડી લેવા થી ગેઇમ પુરી નથી થઇ જતી આગળ વધતા જ તમને સામે બીજા કોઈ યુઝરનું પોકેમોન મળે તો એ બંને પોકેમોન વચ્ચે લડાઈ પણ કરાવી શકો છો. વાતાવરણ, સ્થળ, દેશ અને શહેર ની જેમ પોકેમોનના પણ સ્વરૂપ અને પાવર્સ બદલાતા-વધતા-ઘટતા રહે છે. આ સિવાય તમને ગેઇમની અંદર જ અલગ અલગ ઓપશન મળે છે જેમાં તમે પોકેમોનને અલગ અલગ અવતાર માં રજુ કરી શકો છો. પોકેમોન જિમ માં તમે તમારા પોકેમોનને અલગ અલગ પાવર્સ પણ અપાવી શકો છો અલબત્ત એના માટે અલગ પોઈન્ટ્સની કુરબાની આપવી પડશે

બસ તો આ તો વાત થઇ પોકેમોન ગો વિશે બહુ જલ્દી આ ગેઇમના માસ્ટર કેમ બનવું એ પણ અમે તમને શીખવાડીશું. આ આર્ટિકલ આપના મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહીં

ફાઈલ ફોરમેટ ચેન્જ કઈ રીતે કરશો

free-file-converter-online

આપણે સહુ દરરોજ કોમ્પ્યુટરનો બેફામ ઉપયોગ કરીએ છીએ. દરેક નાની-નાની વસ્તુઓ માટે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા થઇ ગયા છીએ. ઘણી વખત એવું બનતું હોય કે તમારે ફોટોગ્રાફ, મ્યુઝીક, વિડીયો ને તેમના અલગ અલગ ફોરમેટમાં કન્વર્ટ કરવા હોય કે પછી ઓડીઓ-વિડીઓને જોઈન કરવા હોય અથવા તો CD-DVD માં કોઈ ડાટા કોપી કરવો હોય તો તે બધા માટે હવે અલગ અલગ સોફ્ટવેર વાપરવાની જરૂર નથી. એક માત્ર સોફ્ટવેર થી જ તમે આ બધી વસ્તુઓ કરી શકો છો.

સ્ટેપ ૧ :- Format Factory

ગુગલ પર જઈ અને તમારે Format Factory સર્ચ કરવાનું છે. સૌથી પહેલા જ તમને http://www.pcfreetime.com/ આ URL જોવા મળશે ત્યાં જતા જ તમારે આ સોફ્ટવેરને ડાઉનલોડ કરી લેવાનું છે. સોફ્ટવેર ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમે જયારે સોફ્ટવેર ઓપન કરશો ત્યારે તમને તમારી સ્ક્રીન પર નીચેનો ફોટો જોવા મળશે.


સ્ટેપ ૨ :- કન્વર્ટ કરતા શીખો

હવે તમારે ફોરમેટ ફેક્ટરી સોફ્ટવેરમાં જઈને તમારે ઈમેજ/મ્યુઝીક/વિડીયો માં થી કઈ વસ્તુનું ફોરમેટ ચેન્જ કરવું છે તે નક્કી કરવાનું છે. દરેક માટે તેને અનુરૂપ ફોરમેટની યાદી તમને જે-તે ઓપ્શન નીચે થી જ મળી જશે. અહિયાં તમારે જે-તે વસ્તુ તથા તેનું ફોરમેટ નક્કી કરી તે સિલેક્ટ કરવાનું છે.

Step 2
સ્ટેપ ૩ :- કન્વર્ટ કરો

step 3

 

તમારે જોઈતી વસ્તુ અને તેનું નક્કી કરેલું ફોરમેટ સિલેક્ટ કર્યા બાદ હવે તમારે જે ફાઈલ/ફોલ્ડરનું ફોરમેટ ચેન્જ કરવું છે તેને અહિયાં એડ કરવાની છે. આ સિવાય તેમાં બીજા કોઈ ચેન્જીસ કરવા છે કે કેમ તથા કન્વર્ટ થયા બાદ કઈ જગ્યા પર સેવ કરવું છે તે તમે અહી થી નક્કી કરી શકશો. બાય ડીફોલ્ટ તે તમારા કોમ્પ્યુટરના My Documents->FFOutput નામના ફોલ્ડરમાં સેવ થતું હોય છે. આ પ્રોસેસ પૂરી કર્યા બાદ Ok અને પછી સહુ થી ઉપર Start ઉપર ક્લિક કરતા જ કન્વર્ટ થવાની પ્રક્રિયા શરુ થઇ જશે. ફાઈલ/ફોલ્ડર જે-તે ફોલ્ડરમાં કન્વર્ટ થતા જ તમને તમારી સ્ક્રીન પર નોટીફીકેશન મળી જશે.

કોઈ પણ ફાઈલનું ફોરમેટ બદલવું કેટલું સહેલું છે ને તો બસ આ માહિતી આપના મિત્રો સાથે પણ શેર કરવાનું ચૂકશો નહિ.