Monthly Archives: August 2016

શું નવું હશે આઈ ફોન ૭ માં? ચાલો એક ચક્કર લગાવીએ….

iphone_7_release_date_invitation_880_thumb

છેલ્લા એક-બે દિવસ માં સોશિયલ મીડિયા પર તમે આ ફોટો જોઈ જ લીધો હશે. આ ફોટો નથી આ આમંત્રણ પત્રિકા છે એપલ તરફથી રિલીઝ કરાયેલ બૉલીવુડ મુવી સ્ટાઇલનું ટીઝર કહો કે ટ્રેલર કહો કે પછી ફર્સ્ટ લુક અને પોસ્ટર કહો એ બધું જ અહીંયા છે. એપલ આઈફોન 7 અને એપલની બીજી અન્ય પ્રોડક્ટ્સ લોન્ચિંગ માટે તૈયાર છે. આજે અમે તમને આઈફોન 7 વિષેની થોડી Inside Story કહીશું.

એપલ આઈફોન 7 વિષે જ્યારે ચર્ચાઓ શરુ થઇ ત્યારે જ એક વસ્તુ સ્પષ્ટ હતી કે આ વખતે એપલ આઈફોનમાં ઘણા બધા ફેરફાર કરશે. જોકે મૂળ ડિઝાઇન કરતા આ વખતે હાર્ડવેર ચેન્જીસ જોવા મળે તેની શક્યતાઓ વધારે છે. જો ઇ-અફવાઓને સાચી માનીયે તો આ વખતે આઈફોન માંથી 3.5 mm નો હેડફોન જેક ગાયબ છે એટલે હવે તમારે મ્યુઝિક સાંભળવા માટે USB કેબલનો ઉપયોગ કરવો પડી શકે છે. કેમેરાને સંપૂર્ણ રીતે રી-ડિઝાઇન કરવામાં આવ્યો છે. એક સમાચાર મુજબ તો હવે ડ્યુલ કેમેરા આવે તેવી શક્યતાઓ પણ છે.

દેખીતી રીતે નજરે ચડે તેવા બદલાવમાં આ વખતે હોમ બટન પણ આવી ગયું છે. આ વખતે હોમ બટનને સંપૂર્ણ રીતે બદલી દેવાયું છે અને કહેવાય છે કે એ હવે બટન જેવી ફીલ નહિ આપે. અન્ય બદલાવમાં બેઝ મેમરી 32 જીબી કરી દેવાઈ છે જયારે મેક્સિમમ સ્ટોરેજ તમને 256 જીબીનો મળશે.

ફોનના કલરની વાત કરીયે તો ઇન્વિટેશન કાર્ડ પર થી જ સ્પષ્ટ થાય છે કે આ વખતે આઈફોનમાં નવા કલર્સ ચોક્કસપણે જોવા મળશે. આ સિવાય જો 3.5mm નો હેડફોન જેક કાઢી નાખવામાં આવશે તો ચોક્કસપણે નવા USB હેડફોન્સ લોન્ચ કરવામાં આવશે. ફોનના લુકની અને બોડીની વાત કરીયે તો આઈફોન 6 કરતા ચોક્કસપણે પાતળો હશે અને એન્ટેનાની લાઇન્સને આ વખતે ગાયબ કરવામાં આવી શકે છે. આ વખતે પણ એવું કહેવાય છે કે 2 મોડલ લોન્ચ કરવામાં આવશે જેમાં એક રેગ્યુલર સાઈઝ છે જયારે બીજું મોડેલ મોટી સ્ક્રીન સાઈઝ ધરાવતું હશે.

વેલ આ તો ઈ-અફવા (ઈન્ટરનેટ પરની અફવાઓ) છે અને સાચી હકીકત તો 7 સપ્ટેમ્બરે જ ખબર પડશે પણ હા આ માહિતી તમે તમારા મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહિ.

રીલાઈન્સ જીઓ ૨ જી.બી માંથી અનલિમિટેડ કરવા નો આઈડિયા

નોધ : મારી પાસે નવો નક્કોર સેમસંગ J2 ફોન છે એમાં આ આઈડિયા હલીયો છે. મેં ગામ માંથી વિડીઓ ને બધું જોઈ કર્યું છે તમારે હાલે કે નો હાલે એની કોઈ ગેરેંટી નથી ,,,,,,, અખતરો કરવા માં શું જાય છે !!! તો હાલો કરીએ ચાલુ

સામગ્રી :
૧- એક્ટીવ ને વેરીફાઈડ કરેલ રીલાઈન્સ જીઓ સીમ કાર્ડ
૨- હાલતું હોઈ એવું ઇમેલ અડ્રેસ
૩- આ લીંક પર થી ડાઉનલોડ કરેલ My Jio  એપીકે ફાઈલ

બનાવાની રીત?
૧- સૌથી પહેલા તમારા મોબાઈલ જેટલી રીલાઈન્સ જીઓ ની  જેટલી એપ્લીકેશન હોઈ એને અન-ઇન્સ્ટોલ કરી નાખો

૨- મેં જે ઉપર લીંક આપી છે તેમાં થી જે થી ડાઉનલોડ કરેલ એપીકે ફાઈલ છે તેમાંથી My Jio એપ ઇન્સ્ટોલ કરી લો ને તેમાં જેટલી બીજી એપ છે એ બધી ઇન્સ્ટોલ કરી લો લગભગ ૮-૯ છે.. ,,, (કોઈ પણ એપ રન કરવા ની નહિ … )
૩-  હવે આ લીંક પર જાવ http://jio.com/getmyjio જેમાં તમારા JIO ના નંબર નાખો એક OTP આવશે એ OTP નાખી ઇમેલ ને નામ ને પાસવર્ડ  નાખી સબમિટ કરો {પાસવર્ડ યાદ ના રહે તો લખી લેજો જરૂર પડશે,,, } . હવે તમે જે ઇમેલ નાખ્યું છે તેમાં વેરીફીકેસન નો એક ઇમેલ આવીઓ હશે તે ઓપન કરી  તેમાં જે લીંક છે એના પર કિલીક કરો એટલે વેરીફીકેશન સકસેસ નો મેસેજ દેખાશે …. [ઇમેલ ઇન્બોક્ષ માં ના દેખાઈ તો સ્પામ ફોલ્ડર જોઈ લેવું ત્યાં પણ ગયો હોઈ ]

૪- હવે તમારું ઈન્ટરનેટ બંધ કરો ને ફોન ને રી-સ્ટાર્ટ કરો … ફોન ચાલુ થાય પછી ચેક કરી લેજો વાઈ-ફાઈ કે ડેટા કનેકસન ચાલુ  નથી ને  એ ખાસ જોઈ લો અને ચાલુ હોઈ તો બંધ કરી નાખો ,,,,

૫- હવે My Jio એપ ચાલુ કરો … તમને “ Get Jio Sim “ નું ઓપ્સન દેખાશે એમાં જાઓ ત્યાં ઉપર મેસેજ આવશે  No Internet Connection … હવે તમારું રીલાઈન્સ જીઓ નું ઈન્ટરનેટ ચાલુ કરો ….. રીલાઈન્સ જીઓ નું જ ડેટા કનેક્શન ચાલુ કરવું ,,,,,બીજું ઈન્ટરનેટ હોઈ તો એ નહિ કરવું ……

૬- હવે બેક બટન દબાવી પાછા જાઓ ત્યાં જે Sign in બટન છે તેમાં જાઓ ત્યાં જીઓ આઈડી (જીઓ મોબાઈલ નંબર )ને પાસવર્ડ આપી દો જે તમે ઉપર લીંક આપી ને ત્યાં બનાવીઓ છે તે  …
૭- ત્યાં Sign in બટન પર ક્લિક કરો એટલે આવું કૈક દેખાશે …… સબમિટ કરો

preview-offer-submit-option

૮- સબમિટ કરશો એટલે આવું કૈક દેખાઈ તો સમજી જાવ તમારું ૨ જી.બી માંથી  ૩ મહિના 4G અનલિમિટેડ થઇ ગયું છે

jio-unlmited-preview-offer

આમ કરો છતા ના થાય તો ઉપર ના સ્ટેપ ૪ થી શુરુ કરો પણ શુરુઆત કરતા પહેલા તમારી My Jio એપ નો ડેટા એપ્લીકેશન મેનેજર માં જઈ ડીલીટ કરી ને કરો .

હાલો મથે રાખો ના થાય તો ગુગલ તો છે બીજી trik અજમાવજો ,,,,,,,,આમાં લાગે વાગે લોહી ની ધાર આપડા ઉપર વાંક નહિ ,,,,,

પોસ્ટ આભાર: અશ્વિન પટેલ

પોસ્ટ કામ ની લાગી હોય તો બીજા મિત્રો સાથે શેર કરો

ચાલો જાણીએ આ ગુગલ Duo શું છે !!

એપલ દ્વારા જયારે ફેસટાઈમ લોન્ચ કરવામાં આવ્યું ત્યારે દરેક એન્ડ્રોઇડ યુઝરના દિલમાંથી જે નિસાસો નીકળ્યો હતો એ આખરે હવે ગૂગલે દૂર કરી દીધો છે. એપલ ફેસટાઈમને બરાબરની ટક્કર આપે તેવું Google Duo લોન્ચ થઇ ચૂક્યું છે. Google Duo એટલે શું એ બહુ જ સિમ્પલ રીતે કહું તો એ એન્ડ્રોઇડનું ફેસટાઈમ અથવા તો વિડીયો કોલિંગ ફીચર છે.

તાજેતરમાં જ ગુગલ દ્વારા એક ઇવેન્ટમાં Google Duo લોન્ચ કરાયું છે. તમે Google Play Store  તથા Apple App Storeમાંથી આસાની થી ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કર્યા બાદ એપ ઓપન કરતા જ તમારું કોન્ટેક્ટ લિસ્ટ તથા તેમાં એક માત્ર વિડિઓ કોલિંગનું બટન દેખાશે. બસ અહીંયા ક્લિક કરતા જ તમારો વિડિઓ કોલ શરુ થઇ જશે.

google-duo-vpavic-verge-5.0

Knock Knock

ગુગલ દ્વારા આ એપ માટે એક નવી ટેક્નોલોજી વાપરવામાં આવી છે. તેનું નામ છે Knock Knock . આ ટેક્નોલોજી એટલી પાવરફુલ છે કે તમે Google Duo દ્વારા જેને કોલ કરો છો તેના દ્વારા ફોન ઉપડે તે પહેલા જ વિડિઓ સ્ટ્રીમિંગ શરુ થઇ જાય છે એટલે તમે જેને ફોન કરો છો તેનું સરપ્રાઈઝ રિએક્શન પણ તમે જોઈ શકો છો. જોકે તમે આ ફીચરને ડિસેબલ કરી શકો છો જો તમારા મિત્રો તમને હેરાન કરવામાં નિષ્ણાંત હોય તો 😉
google_ allo_duo_screenshot
હમણાં તો આ Duo નવું નવું છે એટલે એનો રંગ ખુબ જ જમવાનો એ વાત નક્કી છે પણ સમય જતા એમાં આવતા અપડેટ્સ તથા તેના ફીચર્સ તેનું ફ્યુચર નક્કી કરશે.

આ માહિતી આપના મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહિ.

શું મોબાઈલ માં પણ વાઈરસ આવી શકે?

કમ્પ્યુટરમાં આવતા વાઇરસથી તો આપણે સહુ પરિચિત છીએ પણ જ્યારથી આ અત્યાધુનિક સ્માર્ટ ફોન્સ આવવા લાગ્યા છે ત્યારથી જ આપણે હવે એમાં પણ વાઇરસ થી પરેશાન થવા લાગ્યા છીએ. જો તમને એવું લાગતું હોય કે તમારી પાસે અત્યાધુનિક મોબાઈલ છે અને એમાં વાઇરસ નહિ આવી શકે તો જનાબ એ માત્ર એક ભ્રમ છે અને તમારો મોબાઈલ નો ભોગ વાઇરસ લઇ શકે છે.

મોબાઈલમાં વાઇરસ કઈ રીતે આવી શકે ?

જો તમે અજાણી વેબસાઇટ્સ પર થી સોન્ગ્સ ડાઉનલોડ કરતા હોય તો તેમાં થી તમારા ફોનમાં વાઇરસ આવવાની શક્યતા સૌથી વધુ રહેલી છે. આ સિવાય સ્પામ ઈ-મેઇલ્સ આવતા હોય છે તેમાં આપેલી વેબસાઇટ્સ પર થી પણ તમારા ફોનમાં વાઇરસ આવી શકે છે. જો ઝેન્ડર કે બ્લ્યુટુથથી અજાણ્યા લોકો સાથે ફાઇલ્સ ની લેવડ-દેવડ કરતા હોય તો પણ ઘણી વખત કોઈ વાઇરસ મોબાઈલમાં આવી શકે છે. અજાણી વેબસાઇટ્સ પર થી એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી પણ મોબાઈલને વાઇરસનો રોગ લાગુ પડી શકે છે.

મોબાઈલમાં વાઇરસ છે એના લક્ષણો

* ફોન અત્યંત ગરમ થઇ જવો
* બેટરી ફટાફટ ડિસ્ચાર્જ થવી
* ફોન વારંવાર જાતે જ સ્વીચ ઓફ થઇ જાય અથવા તો રિસ્ટાર્ટ થયા રાખે
* કોઈ પણ એપ્લિકેશન ગમ્મે ત્યારે ખુલી જાય
* કી-પેડ પર નમ્બર જાતે જ ડાયલ થઇ જાય
* સામાન્ય 1-2 એપ્લિકેશન ખોલતા જ ફોન હેન્ગ થવા લાગે

જો ઉપરોક્ત માં થી કોઈ પણ લક્ષણનો જવાબ હા હોય તો તમારા ફોનમાં વાઇરસ હોઈ શકે છે. મોબાઈલમાં વાઇરસ આવી ગયો હોય તો શું કરવું તને વિશેના ખુબ જ આસાન અને સરળ રસ્તા પણ અમે આપને જણાવીશું પણ એ આવતા અંકમાં.

મોબાઈલ પાણી માં પડી ગયો હોય તો કેવી રીતે બચાવશો એ જાણો ?

આ માહિતીની આપણા મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહિ

લોભામણા- લલચામણા મેઈલ કઈ રીતે બચશો ?

spam-emails-min(1)

Save yourself From Spam Emails

ઇન્ટરનેટ અને ટેક્નોલોજી દરરોજ નવી ઊંચાઈને આંબી રહ્યા છે ત્યારે તેમાં સારી બાબતો સાથે નરસી બાબતોનો પ્રભાવ પણ વધતો જાય છે. ઘણી વખત તમને Coca Cola કે પછી Microsoft કે પછી RBI ના નામે ઈ-મેઈલ મળતા હોય છે અથવા તો ઘણી વખત પર્સનલ આઈડી પર થી પણ તમને એવા મેઈલ મળે કે જેમાં લખ્યું હોય છે કે તમે $100,00,000 ની લોટરી જીત્યા છો અથવા તો અમે અમારી અમુક પ્રોપર્ટી વહેંચી અને તેમાં થી જે-તે રકમ આવશે એ આપના નામે કરવા ઇચ્છીયે છીએ તો આપણી પૂરતી ડિટેઈલ્સ મોકલી આપો.

આ તમામ પ્રકારના મેઈલ માત્ર અને માત્ર લોકો ને ઉલ્લુ બનાવવા માટે જ થતા હોય છે. તમે જેવો આ મેસેજ નો રીપ્લાય આપો તે સાથે જ તમને ફરી એક ઈ-મેઈલ મોકલવામાં આવે જેમાં તમારે તમારું નામ, સરનામું, કોન્ટેક્ટ નંબર, ઈ-મેઈલ તથા બેન્ક ડિટેઈલ્સ મોકલવાની રહે છે. આ પછી તમને તેઓ સિક્યોરિટી અને વેરિફિકેશન માટે તેમના કોઈ બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા કરાવવાનું કહેશે.

તમે તેમના એકાઉન્ટમાં પૈસા જમા કરાવશો તે સાથે જ તમે મેસેજ મળશે કે તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાની પ્રોસેસ શરૂ કરી દેવાઈ છે વગેરે વગેરે. આ રીતે હવે ધીમે ધીમે આ લોકો તમને ઇગ્નોર કરવાનું શરૂ કરશે. જ્યાં સુધી તમે સમજો કે તમારી સાથે છેતરપિંડી થઈ છે ત્યાં સુધી તેઓ તેમના તરફ થી તમારી સાથેના બધા સંપર્ક બંધ કરી દેશે.

મોટે ભાગે આ ગેંગના લોકો નાઈજીરિયા જેવા દેશોમાંથી તેમનું કામ કરતા હોય છે. આ લોકોનો મુખ્ય ઉદેશ્ય લોકોને ઉલ્લુ બનાવી તેમની સાથે ચીટિંગ કરી અને શક્ય હોય તેટલા વધુ પૈસા પડાવવાનો હોય છે.

આવી જ રીતે ઘણી વખત તમને મારુતિ સુઝકી અથવા તો બીજી કોઈ કંપનીના નામ પર જોબ ઓફર પણ કરવામાં આવે છે જેમાં તમારી પાસે ઇન્ટરવ્યુ ફી અથવા તો ફોરેન કન્ટ્રી હોય તો વિઝા ફીના નામે પૈસા ઉઘરાવવામાં આવતા હોય છે. કોઈ પણ કોર્પોરેટ કંપની ઇન્ટરવ્યૂ ફી કે વિઝા ફી ના નામે પૈસા માંગતી નથી માટે આવા કોઈ મેઈલ આવે તો તે બાબતે પણ તમારી સાવચેતી તમારી મદદ કરી શકે છે.

જો ઉપરોક્ત કોઈ પણ ઘટનામાં તમારા પૈસા ફંસાયા હોય તો તમારે તરત જ તમારા શહેરના સાયબર ક્રાઇમ ઓફિસમાં જઈ આ બાબતની ફરિયાદ નોંધાવી જોઈએ.

આજનો આ અતિ મહત્વપૂર્ણ આર્ટિકલ આપના મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો.