
દર વર્ષની જેમ આ વર્ષે પણ એપલ iPhone 7 ની સાથે સાથે iOS પણ રિલીઝ કરવામાં આવી છે. iOS 10 અત્યારસુધી ની iOS માં ઘણી ક્લીન દેખાય છે. ગયા વર્ષે એપલ દ્વારા જે બદલાવ કરવામાં આવ્યા ત્યાર થી તેમાં સૌથી મોટો ચેન્જ એ આવ્યો છે કે હવે આવનારી બધી ઓપરેટિંગ સિસ્ટમ 1 જીબી ના સ્પેસમાં જ આવી જશે.
ચાલો iOS 10 ની ખૂબીઓ જાણીએ
Raise To Wake
નવા iPhone 7 તથા 7Plus માં હવે તમારે ફોનની સ્ક્રીન ઓન કરવા માટે ટચ આઈડી અથવા તો હોમ બટન પ્રેસ કરવું જરૂરી નથી. iOS 10 ને એ રીતે જ ડેવલોપ કરવામાં આવી છે કે જેવો ફોન તમે હાથ પકડી સહેજ ઊંચો કરશો કે તેનો ડિસ્પ્લે આપો આપ ચાલુ થઇ જશે. એક સમયે લોક સ્ક્રીન અનલોક કરતા જ નોટિફિકેશન ગાયબ થઇ જતા હતા તે પણ હવે ઇતિહાસ બની જશે અને ફોન અનલોક કર્યા બાદ પણ તમે નોટિફિકેશન ઍક્સેસ કરી શકો છો. Press Home to Open દ્વારા Slide to Unlock ને પણ ઇતિહાશ બનાવી દેવાયું છે.
Lockscreen Notifications
લોક્સ્ક્રીન પર આવતા નોટિફિકેશનસ ને વધુ ક્લિયર અને શાર્પ બનાવાયા છે તથા હવે કવિક રીપ્લાય અથવા કવિક રિસ્પોન્સ માટે તમારે જે-તે એપ ઓપન કરવાની જરૂર નથી. તેના પર જ પ્રેસ કરી રાખવાથી તમને કવિક રીપ્લાય તથા કોઈ ઇવેન્ટ હશે તો એક્સેપટ અથવા તો ડીક્લાઈન નો વિકલ્પ મળશે જેનો તમે ઉપયોગ કરીને જવાબ આપી શકો છો. હવે લોક્સ્ક્રીન પરથી જ તમે Apple Home Products તથા Uber, Zomato જેવી થર્ડ પાર્ટી એપનો પણ ઉપયોગ કરી શકો છો. જો Uber ની સર્વિસ વાપરી રહ્યા છો તો તમારો Driver અથવા તમારી કેબ અત્યારે ક્યાં પહોંચી તે પણ ટ્રેક કરી શકો છો. નોટિફિકેશન એરિયામાં જ તમને એક X આ બટન જોવા મળશે બસ તેને હાર્ડ પ્રેસ કરો અને તમારા બધા જ નોટિફિકેશન એક સાથે ગાયબ થઇ જશે.
Wet Alert
iPhone 7 અને iPhone 7 Plus ચોક્કસપણે વોટર રેઝિસ્ટન્ટ છે પણ બાકી ના iPhones નહિ એટલે હવે તમારા iPhone ને પાણી અડશે કે પાણી દ્વારા થોડું પણ નુકશાન થતા જ તે તરત જ એલર્ટ આપી દેશે. ચાર્જિંગ પોર્ટ પાસે પાણી અડતા જ iOS 10 માં તમને એલર્ટ મળશે જેથી તમે તમારા iPhone ને બચાવી શકો.
Control Center Changes
નીચે થી ઉપર તરફ સ્વાઇપ કરતા જ કવિક કન્ટ્રોલ સેન્ટર ઓપન થતું હતું તેને હવે બે ભાગમાં વહેંચી દેવાયું છે. એક ભાગમાં કવિક સેટિંગ્સ અને મીડિયા પ્લેયરની ઇન્ફોર્મેશન મળશે જયારે બીજી સ્લાઈડમાં તમને એપલ હોમ વિષે માહિતી મળશે. એપલ ફ્લેશને નોર્મલ, મીડીયમ અને બ્રાઇટેસ્ટ એમ ત્રણ ભાગમાં વહેંચી દેવાઈ છે.
Camera on Lockscreen
હવે લોક્સ્ક્રીન પરથી કેમેરાનો ઍક્સેસ કરવું એ ખુબ આસાન બની ગયું છે. કવિક સેટિંગ્સ બંધ હશે ત્યારે લોક્સ્ક્રીનને રાઈટ સ્વાઇપ કરતા જ કેમેરા એપ ખુલી જશે, જયારે લેફ્ટ સ્વાઇપ કરતા જ તમને Today નો ઍક્સેસ મળશે જ્યાં તમે તમારા વિજેટ્સનો ઉપયોગ કરી શકો છો.
Siri
iOS 10 માં સિરીને પણ માનવીય અવતાર આપી દેવાયો છે. હવે તમારે સિરીના ઉપયોગ માટે રોબોટિક અવાજ કાઢવાની જરૂર નથી. તમે તમારા નોર્મલ અવાજમાં પણ સિરીનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય Whatsapp, Uber, MapMyRun જેવી થર્ડ પાર્ટી એપમાટે પણ તમે સિરીનો ઉપયોગ કરી શકો છો. સિરી હવે એટલું સ્માર્ટ થઇ ગયું છે કે તે જાતે જ કવિકટાઈપ નો પણ ઉપયોગ કરશે તથા તમારી ચેટ ઉપર થી આગળ શું લખવું તે પણ તમને સજેસ્ટ કરશે.
Photos
એપલ દ્વારા સૌથી મોટો બદલાવ અહીંયા કરવામાં આવ્યો છે. અહીંયા હવે તમારે જાતે કોઈ આલ્બમ બનાવવાની જરૂર નથી. એપલ પોતાના GPS નેવિગેશન તથા જે-તે ઓકેશન મુજબ જ આલ્બમ બનાવી આપશે તથા તેને લગતી એક શોર્ટ ફિલ્મ પણ ઓટોમેટિકલી તૈયાર કરી આપશે. તમારે બસ પહેલે થી જ આપેલા થીમના ઓપશન માંથી કોઈ એક નક્કી કરવાનું અને તમારી શોર્ટફિલ્મ તૈયાર થઇ જશે.
Maps
Apple દ્વારા મેપને સતત અપડેટ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હવે તમારે વારંવાર તમારા ફોનને ટિલ્ટ અથવા તો ફેરવવો નહિ પડે. આ સિવાય એપલ મેપ્સ પણ સ્માર્ટ થઇ ગયા છે અને તમને આજુબાજુની જગ્યા વિષે જાતે જ સજેશન પણ આપતા રહેશે.
Apple Home
એપલ દ્વારા આ એક નવો ઓપશન આપવામાં આવ્યો છે જોકે ભારતીય વપરાશકર્તાઓ માટે આ ઓપશન એટલો કામનો નથી. વિદેશી યુઝર્સ જેઓ પોતાના ઘરમાં દરેક વસ્તુ સ્માર્ટફોન સાથે અટેચ કરીને રાખે છે તેઓ એપલ પ્રોડક્ટ્સને પણ પોતાના ફોનથી હવે મેનેજ કરી શકે છે.
Messanging (SMS)
એપલ iOS 10 સુપર સ્માર્ટ છે અને હવે તે તમારી વાતને સેન્સ કરી પોતાની જાતે જ આગળ શું ટાઈપ કરવું તેનું સજેશન તમને આપશે તથા જો તમે કોઈના જોક પર હસી અને “હાહાહાહા” ટાઈપ કરશો તો તે જાતે જ તેને રિપ્લેસ કરી અને તેને યોગ્ય એવું ઈમોજી સેટ કરી આપશે.
બસ તો આજે કવિક અપડેટમાં આટલું જ .. આ માહિતી આપણા મિત્રો સાથે ચોક્કસથી શેર કરશો.