Monthly Archives: October 2016

વોટ્સએપમાં પર વિડિઓ કોલિંગ અને બીજું ઘણુ નવું

કેટકેટલાય લોકોના ફોરવર્ડ, બ્લ્યુ, ગ્રીન, રેડ અને ગોલ્ડન વોટ્સએપના રદ્દીછાપ ફોરવર્ડ્સ પછી હવે વોટ્સએપ દ્વારા વિડિઓ કોલિંગ ફંક્શન એડ કરી દેવાયું છે. અત્યારે માત્ર વિન્ડોઝ યુઝર્સને જ આ સુવિધાનો લાભ મળશે. ટૂંક સમયમાં આઈએસ અને એન્ડ્રોઇડ વપરાશકર્તા પણ વોટ્સએપ પર વિડિઓ કોલ કરતા જોવા મળશે.

અત્યારે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના બીટા યુઝર્સ તથા ધીમે ધીમે બધા જ વિન્ડોઝ યુઝર્સને અપડેટ મળશે. વોટ્સએપ એપ માં કોલિંગ ઓપશન પર ક્લિક કરતા જ તમને 2 બીજા વિકલ્પ જોવા મળશે જેમાં એક વોઇસ કોલ અને બીજો ઓપશન હશે વિડિઓ કોલ. વિડિઓ કોલ પર ક્લિક કરતા જ તમે સામેવાળા વપરાશકર્તા સાથે વિડિઓ કોલની મજ્જા માણી શકો છો. માત્ર એક જ શરત છે કે બંને વોટ્સએપ વપરાશકર્તા પાસે અપડેટ થયેલું વોટ્સએપ  v2.16.260 હોવું જોઈએ.

whatsapp-video-calling

 આ સિવાય iOS તથા એન્ડ્રોઇડ માટે તાજેતરમાં જે વોટ્સએપ અપડેટ આવી છે તેમાં હવે સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામની જેમ તમે ઇમેજ પર જ ઈમોજી તથા પેઇન્ટ બ્રશનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય ગ્રુપ એડમિનસ પોતાના ગ્રુપમાં બીજા લોકોને એડ કરવા માટે ઇન્વિટેશન લિંક પણ બનાવી અને મોકલી શકે છે. તાજેતરની વોટ્સએપ અપડેટ બાદ તેમાં રહેલા ઇમોજીસ બદલાઈ ચુક્યા છે અને આજનો યુવાવર્ગ તે ઇમોજીસ થી ખુશ નથી તે જોતા તેમાં હજુ એક બદલાવ આવી શકે છે.

આ અતિ મહત્વપૂર્ણ માહિતી આપના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહિ.

ગુગલ પિક્સેલ વિષે જાણો

એપલ, સેમસંગ, એચટીસી, એલજી, સોની, ઝાયોમી, લેનોવો અને હવે ગુગલ પણ સ્માર્ટ ફોનની દુનિયામાં સંપૂર્ણ રીતે પ્રવેશી ગયું છે. અત્યાર સુધી મોટોરોલા અને એલજી સાથે ટાઇઅપ કરી અને નેક્સસ ડિવાઇસ લોન્ચ કરવામાં આવતા હતા જેના થી સહેજ આગળ વધી હવે ગૂગલે  Google Pixel અને Google Pixel XL ના નામે 2 સ્માર્ટફોન લોન્ચ કરી દીધા છે. આ બંને ફોન ના ઓર્ડર માટે 13 ઓક્ટોબર સુધી રાહ જોવી પડશે. ત્યાર બાદ આપ ઓનલાઇન ઓર્ડર કરી શકો છો. આજે અહીંયા આપણે આ ફોનની ચર્ચા કરીશું.

google_pixel_silver_black-930x465

ગુગલ પિક્સેલ

ગુગલ પિક્સેલ 32 તથા 128 જીબીના સ્ટોરેજ સાથે આવશે. 32 જીબી 57 હજાર જયારે 128 જીબી માટે 66 હજાર રૂપિયા ખર્ચવા પડી શકે તેમ છે. આ ફોન તમને ફ્લિપકાર્ટ, રિલાયન્સ ડિજિટલ અને ક્રોમા સ્ટોર થી મળશે. આ ફોન ક્વોલ્કોમ સ્નેપડ્રેગોન 821 ચિપસેટ ધરાવે છે જયારે તેને પાવર આપે છે ક્વૉડ કોર પ્રોસેસર તથા એડ્રેનો 530 GPU. ફોન માં 4 જીબી રેમ મળશે અને એન્ડ્રોઇડ 7.0 બાય ડિફોલ્ટ જ મળશે. આ સિવાય 5 ઇંચની એમોલેડ ડિસ્પ્લેને પ્રોટેક્શન આપવા માટે કોર્નિંગ ગોરીલા ગ્લાસ 4 નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. કેમેરા વિષે વાત કરીયે તો રિઅર કેમેરા 12 મેગાપિક્સલ નો મળશે જયારે ફ્રન્ટ ફેસિંગ કેમેરા 8 મેગાપિક્સલનો છે. આ સિવાય ફિંગરપ્રિન્ટ સેન્સર, જાયરોસ્કોપ, એક્સેલરોમીટર, પ્રોક્સિમિટી સેન્સર જેવા મહત્વના સેન્સર્સ પણ મળશે. ગુગલ દ્વારા કહેવાય છે કે 2770 mh ની બેટરી પણ 32 કલાકનો 3G ટોકટાઈમ આપશે. જોકે આ વસ્તુ તો ફોન લોન્ચ થયા પછી જ ખબર પડી શકે.

ગુગલ પિક્સેલ XL

આમ જુઓ તો નામ પર થી જ ખબર પડી જાય તેવું છે. ગુગલ પિક્સેલ નું મોટું સ્વરૂપ એટલે ગુગલ પિક્સેલ XL છે. આ ફોનના 32 જીબી માટે 67 હજાર જયારે 128 જીબી માટે 76 હજાર રૂપિયા ખર્ચવા પડી શકે છે. આ ફોન પણ તમને ફ્લિપકાર્ટ, રિલાયન્સ ડિજિટલ તથા ક્રોમા સ્ટોર્સ થી જ મળશે. આ ફોન પણ ક્વોલ્કોમ સ્નેપડ્રેગોન 821 ચિપસેટ ધરાવે છે જયારે તેને પાવર આપે છે ક્વૉડ કોર પ્રોસેસર તથા એડ્રેનો 530 GPU. આ ફોન માં તમને 4 જીબી રેમ મળશે જયારે અહીંયા 5.5 ઇંચની એમોલેડ સ્ક્રીન મળશે અને તેને પ્રોટેક્ટ કરવા માટે અહીંયા પણ કોર્નિંગ ગોરીલા ગ્લાસ 4 નો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંયા પણ રિઅર કેમેરા 12 મેગાપિક્સલ તથા ફ્રન્ટ ફેસિંગ કેમેરા 8 મેગાપિક્સલ નો જ મળશે. ગુગલ પિક્સલમાં રહેલા તમામ સેન્સર્સ અહીંયા પણ તમને મળશે. અહીંયા તમને બેટરી 3450mh ની મળશે જે 26 કલાકનો ટોક ટાઈમ આપશે.

બંને ફોનની કોમન ખાસ બાબતો વિષે વાત કરીયે તો આ બંને ફોનમાં ગુગલ પર્સનલ આસિસ્ટન્ટ મળશે અને આ સિવાય My Day કરીને એક બીજું પણ ફીચર આવશે જે યુઝર્સને સંસગર દિવસ દરમ્યાન માહિતી આપતું રહશે. ગુગલ કલાઉડ પર આ બંને ફોન દ્વારા તમને અનલિમિટેડ ડેટા સ્ટોરેજ મળશે.  બંને ફોનમાં તમને કવિક ચાર્જિંગ નો ઓપશન પણ મળશે તથા સમગ્ર બોડીને ગ્લાસ અને એલ્યુમિનિયમ થી બનાવવા માં આવી છે એટલે થોડું રિસ્ક અને અઢળક મજબૂતાઈ મળશે તે નક્કી છે.

આ તો આ બંને ફોનની પ્રાથમિક માહિતી વિષે વાત થઇ છે, ફોન જયારે ઓફિશિયલી લોન્ચ થશે ત્યારે તેની તમામ બાબતો વિષે પણ આપણે ચર્ચા કરીશું.

આ માહિતી આપના મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નથી.